Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:12 - પવિત્ર બાઇબલ C.L.

12 “સમ્રાટ આર્તાશાસ્તા તરફથી આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રમાં વિદ્વાન યજ્ઞકાર એઝરાને શુભેચ્છા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 “આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યજક જોગ, રાજાધિરાજ આર્તાહશાસ્તા. ક્ષેમકુશળ વગેરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 “સ્વર્ગના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યાજકને રાજાધિરાજ આર્તાહશાસ્તા તરફથી કુશળતા આપવામાં આવી છે વળી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 રાજાઓનાં રાજા આર્તાહશાસ્તા તરફથી: આકાશના દેવનું નિયમશાસ્ત્ર શીખવનાર શિક્ષક એઝરા યાજકને ક્ષેમકુશળ:

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:12
15 Iomraidhean Croise  

અરામના રાજા બેનહદાદે તેનાં બધાં લશ્કરી દળો એકત્ર કર્યાં અને બીજા બત્રીસ રાજાઓનો તેમના ઘોડા અને રથો સહિત ટેકો મેળવી સમરૂન પર કૂચ કરી તેને ઘેરો ઘાલ્યો અને તેના પર હુમલા કર્યા.


શલોમોને યુફ્રેટિસ પર આવેલા તિફસાથી છેક ગાઝા નગર સુધી એટલે યુફ્રેટિસ નદીની પશ્ર્વિમના સમગ્ર પ્રદેશ પર રાજ્ય કર્યું. યુફ્રેટિસની પશ્ર્વિમે આવેલા સર્વ રાજાઓ તેને તાબે હતા અને સર્વ પડોશી દેશો સાથે તેને શાંતિ હતી.


તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.


સમ્રાટે આવો જવાબ પાઠવ્યો: રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ તથા સમરૂન અને યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતમાં વસેલા તેમના સહકાર્યકરોને શુભેચ્છા!


એ બનાવો બન્યા પછી સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમ્યાન એઝરા નામે એક માણસ હતો. તે પ્રમુખ યજ્ઞકાર આરોનનો વંશજ હતો. તેની વંશાવળી આ પ્રમાણે છે: એઝરા સરાયાનો પુત્ર હતો. સરાયા અઝાર્યાનો પુત્ર, અઝાર્યા હિલકિયાનો પુત્ર,


એઝરા તો પ્રભુએ ઇઝરાયલી લોકોને આપેલી આજ્ઞાઓ અને વિધિઓનો વિદ્વાન હતો. સમ્રાટ આર્તાશાસ્તાએ તેને આપેલા પત્રની નકલ આ પ્રમાણે છે:


એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું.


તે બડાઈ મારે છે, “શું મારા સૈન્યના બધા અધિકારીઓ રાજાઓ નથી?


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું બેબિલોનના રાજાધિરાજ નબૂખાદનેસાર પાસે તૂર પર ચડાઈ કરાવીશ અને તે ઘોડાઓ, રથો અને ઘોડેસ્વારો સહિતનું વિશાળ સૈન્ય લઈને ઉત્તરમાંથી ચઢી આવશે.


નામદાર, આપ રાજાઓમાં સૌથી મહાન છો. આકાશના ઈશ્વરે તમને સામ્રાજ્ય, સત્તા, સામર્થ્ય અને સન્માન આપ્યાં છે.


રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”


ઈશ્વર સર્વોપરી સત્તાધીશ છે; રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. તે નિયત સમયે ઈસુને પ્રગટ કરશે.


તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે.


તેના ઝભ્ભા પર અને તેની જાંઘ પર “રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan