Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:10 - પવિત્ર બાઇબલ C.L.

10 એઝરાએ પ્રભુના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, તે પ્રમાણે તેને આચરણમાં ઉતારવામાં અને તેના નિયમો અને વિધિઓ ઇઝરાયલી લોકોને શીખવવામાં પોતાનું જીવન પરોવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં, તથા ઈઝરાયલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એઝરાએ પોતાનું મન યહોવાહના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને પાળવામાં તથા વિધિઓ અને હુકમો શીખવવામાં લગાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 એઝરાએ પોતાનું આખું જીવન યહોવાના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને આચારમાં ઉતારવામાં અને ઇસ્રાએલીઓને તેનાં કાનૂનો અને આજ્ઞાઓ સમજાવવામાં ગાળ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:10
30 Iomraidhean Croise  

હે પ્રભુ, અમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર, તમારા લોકના હૃદયમાં સદાયે એવી ઉત્કટ ભક્તિભાવના રાખો અને તેમને તમારા પ્રત્યે વિશ્વાસુ રાખો.


તેણે ભૂંડું કર્યું, કારણ, તેણે પ્રભુની સલાહ શોધવામાં પોતાનું ચિત્ત પરોવ્યું નહિ.


તેમ છતાં તમારામાં કંઈક સારું છે. તમે દેશમાંથી અશેરા દેવીની બધી મૂર્તિઓ દૂર કરી છે અને ઈશ્વરની નિષ્ઠાપૂર્વક સેવાભક્તિ કરવામાં તમારું ચિત્ત પરોવ્યું છે.”


પ્રભુની સેવાભક્તિમાં લેવીઓની કુશળતા જોઈ હિઝકિયાએ તેમની પ્રશંસા કરી. તેમણે સંગતબલિ ચડાવ્યા અને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની આભારસ્તુતિ સહિત પર્વમાં સાતેય દિવસ મિજબાની કરી.


એઝરા તો પ્રભુએ ઇઝરાયલી લોકોને આપેલી આજ્ઞાઓ અને વિધિઓનો વિદ્વાન હતો. સમ્રાટ આર્તાશાસ્તાએ તેને આપેલા પત્રની નકલ આ પ્રમાણે છે:


“હે એઝરા, તારી પાસે તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું જે જ્ઞાન છે તે પ્રમાણે પશ્ર્વિમ યુફ્રેટિસ પ્રાંતમાં વસતા તારા ઈશ્વરના નિયમને જાણતા લોકોનો ન્યાય કરવા માટે તારે ન્યાયાધીશો અને શાસ્ત્રીઓની નિમણૂક કરવી. એ નિયમશાસ્ત્ર ન જાણનારા લોકોને પણ તારે તેનું શિક્ષણ આપવું.


એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું.


જો તારી શાન ઠેકાણે આવે, અને તારા હાથ તેમના પ્રતિ પ્રાર્થનામાં પ્રસરે;


એને બદલે, પ્રભુનું નિયમશાસ્ત્ર જ તેમનો આનંદ છે અને રાતદિવસ તેઓ તેનું મનન કરે છે.


હે પ્રભુ, તમે પીડિતોનો પોકાર સાંભળો છો; તમે તેમના દયને હિંમત આપશો.


તમારા આદેશો પાળવા તરફ મેં મારું મન વાળ્યું છે; તેઓ તો સદાનો અફર પુરસ્કાર છે.


હું સંપૂર્ણ સ્વાતંયમાં જીવન જીવીશ; કારણ, મેં તમારા આદેશો ખંતથી શોયા છે.


પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે.


હે ઈશ્વર, મારું હૃદય દઢ છે, મારું હૃદય દઢ છે, હું ગીતો ગાઈશ અને વાંજિત્રો પણ વગાડીશ.


ઈશ્વરના સાચા જ્ઞાનનું શિક્ષણ આપવું એ યજ્ઞકારોની ફરજ છે. તેમની પાસે જઈને લોકોએ મારી ઇચ્છા જાણવી જોઈએ; કારણ, તેઓ સર્વસમર્થ પ્રભુના સંદેશવાહકો છે.


આથી જે કોઈ નાનામાં નાની આજ્ઞા પણ તોડશે અને બીજાઓને એવું કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં સૌથી નાનો કહેવાશે. એથી ઊલટું, જે નિયમશાસ્ત્ર પાળશે અને બીજાઓને પણ તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં મોટો કહેવાશે.


જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળે છે તેને એક શાણો માણસ, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ.


હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે!


થિયોફિલ, ઈસુએ પોતાના સેવાકાર્યની શરૂઆત કરી તે સમયથી તેમને આકાશમાં લઈ લેવામાં આવ્યા,


યાદ રાખો કે તમે ઇજિપ્ત દેશમાં ગુલામ હતા, અને આ સર્વ આજ્ઞાઓ અને વિધિઓ તમે ખંતથી પાળજો.


માટે તેઓ યાકોબના વંશજોને તમારી આજ્ઞાઓ, અને ઇઝરાયલીઓને તમારો નિયમ શીખવશે. તેઓ તમારી સમક્ષ ધૂપ, અને તમારી વેદી પર દહનબલિ ચડાવશે.


અયક્ષ તો નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. વળી, તે સંયમી, સમજદાર, વ્યવસ્થિત રહેનાર, અજાણ્યાનો સત્કાર કરનાર, સમર્થ શિક્ષક,


શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.


પણ તારે સાચા સિદ્ધાંત પ્રમાણેનું શિક્ષણ આપવું.


આ બધી બાબતો શીખવ અને તારા સાંભળનારાઓને પ્રોત્સાહન કે ચેતવણી આપતાં તારા પૂરા અધિકારનો ઉપયોગ કર. તેમનામાંનો કોઈ તારો તિરસ્કાર ન કરે તેનું ધ્યાન રાખ.


“જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે.


શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યુ, “જો તમે તમારા પૂરા દયથી પ્રભુ તરફ ફરતા હો, તો તમે સર્વ વિદેશી દેવો અને આશ્તારોથ દેવીની મૂર્તિઓથી દૂર રહો. તમે પ્રભુને સંપૂર્ણપણે સમર્પિત થાઓ અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તે તમને પલિસ્તીઓની સત્તામાંથી છોડાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan