Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:1 - પવિત્ર બાઇબલ C.L.

1 એ બનાવો બન્યા પછી સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમ્યાન એઝરા નામે એક માણસ હતો. તે પ્રમુખ યજ્ઞકાર આરોનનો વંશજ હતો. તેની વંશાવળી આ પ્રમાણે છે: એઝરા સરાયાનો પુત્ર હતો. સરાયા અઝાર્યાનો પુત્ર, અઝાર્યા હિલકિયાનો પુત્ર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એ પછી ઈરાનના રાજા આર્તાહશાસ્તાની કારકિર્દીમાં, મુખ્ય યાજક હારુનના પુત્ર એલાઝારના પુત્ર ફીનહાસના પુત્ર

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આ બાબતો પછી, આર્તાહશાસ્તા રાજાના શાસન દરમિયાન સરાયાનો પુત્ર એઝરા, હિલ્કિયાના પુત્ર, અઝાર્યા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇરાનના રાજા આર્તાહશાસ્તાના શાસનમાં એઝરા બાબિલથી યરૂશાલેમ આવ્યો. પોતાના કુટુંબના ઇતિહાસ પ્રમાણે એઝરા સરાયાનો પુત્ર હતો; સરાયા અઝાર્યાનો પુત્ર હતો. અઝાર્યા હિલ્કિયાનો પુત્ર હતો;

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:1
19 Iomraidhean Croise  

“પ્રમુખ યજ્ઞકાર હિલકિયા પાસે જા અને મંદિરના પ્રવેશદ્વાર પર ફરજ બજાવતા યજ્ઞકારોએ લોકો પાસેથી એકત્ર કરેલા નાણાંનો અહેવાલ લઈ આવ.


રાજમંત્રી શાફાને મુખ્ય યજ્ઞકાર હિલકિયાને રાજાનો આદેશ જણાવ્યો. હિલકિયાએ તેને જણાવ્યું કે તેને મંદિરમાંથી નિયમનું પુસ્તક જડયું છે. હિલકિયાએ તેને એ પુસ્તક આપ્યું, એટલે શાફાને તે વાંચ્યું.


વળી, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને તેના પછીના દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ મહત્ત્વના દ્વારપાળ યજ્ઞકારોને લઈ ગયો.


તેણે રાજમંત્રી શાફાનને કહ્યું, “મને પ્રભુના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” તેણે તે પુસ્તક શાફાનને આપ્યું.


લેવી સંરક્ષકોએ એફ્રાઈમ, મનાશ્શા અને ઉત્તરના રાજ્યના બાકીના લોકો પાસેથી તેમ જ યહૂદિયા, બિન્યામીન અને યરુશાલેમના લોકો પાસેથી જે રકમ પ્રભુના મંદિરમાં એકત્ર કરી હતી તે તેમણે મુખ્ય યજ્ઞકાર હિલકિયાને સોંપી.


ફરીથી ઇરાનના સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમિયાન બિશ્લામ, મિથ્રદાથ, તાબએલ તથા તેમના સાથીઓએ સમ્રાટ પર પત્ર લખ્યો. પત્ર અરામી ભાષામાં લખવામાં આવ્યો હતો, અને વાંચતી વખતે તેનો અનુવાદ કરવાનો હતો.


હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યા સંદેશવાહકોના સંદેશાઓથી યહૂદી આગેવાનોને ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેમણે મંદિરના બાંધકામમાં સારી એવી પ્રગતિ સાધી. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેમજ ઇરાનના સમ્રાટ કોરેશ, દાર્યાવેશ અને આર્તાશાસ્તાના હુકમ પ્રમાણે તેમણે મંદિરનું બાંધકામ પૂરું કર્યું.


એઝરાએ પ્રભુના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, તે પ્રમાણે તેને આચરણમાં ઉતારવામાં અને તેના નિયમો અને વિધિઓ ઇઝરાયલી લોકોને શીખવવામાં પોતાનું જીવન પરોવ્યું હતું.


“સમ્રાટ આર્તાશાસ્તા તરફથી આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રમાં વિદ્વાન યજ્ઞકાર એઝરાને શુભેચ્છા.


હિલકિયા શાલ્લૂમનો પુત્ર, શાલ્લૂમ સાદોકનો પુત્ર, સાદોક અહીટૂબનો પુત્ર,


“હું સમ્રાટ આર્તાશાસ્તા પશ્ર્વિમ- યુફ્રેટિસ પ્રાંતના સર્વ રાજભંડારીઓને આ ફરમાન કરું છું: આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રમાં વિદ્વાન યજ્ઞકાર એઝરા જે કંઈ માગે તે તમારે સત્વરે પૂરું પાડવું.


સરાયા, જે હિલકિયાનો પુત્ર અને મશૂલ્લામનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે સાદોક, મરાયોથ અને અહીટુબ હતા. તે પ્રમુખ યજ્ઞકાર હતો.


આર્તાશાસ્તા રાજાના વીસમા વર્ષે નિસાન માસમાં, એક વાર તે મદિરાપાન કરી રહ્યો હતો અને મેં તેમને દ્રાક્ષાસવનો પ્યાલો આપ્યો. તેમણે મને અગાઉ ક્યારેય ગમગીન જોયો નહોતો.


સાતમો માસ આવ્યો ત્યાં સુધીમાં તો ઇઝરાયલના બધા લોકો પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. એ માસને પ્રથમ દિવસે તેઓ સૌ યરુશાલેમમાં પાણીના દરવાજાની અંદર તેની અડોઅડ આવેલા ચોકમાં એકઠા થયા. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલી લોકોને ફરમાવેલા નિયમશાસ્ત્રનું પુસ્તક લાવવા લોકોએ એઝરાને કહ્યું. એઝરા તો યજ્ઞકાર અને એ નિયમમાં વિદ્વાન હતો.


Lean sinn:

Sanasan


Sanasan