Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ત્યારે સમ્રાટ દાર્યાવેશે નીચે પ્રમાણે જવાબ મોકલ્યો: “યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તે પ્રાંતના સાથી અમલદારો, “તમારે એ મંદિરથી દૂર રહેવું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 નદી પારના સૂબા તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા નદીની પેલી પારના તમારા સંગાથી અફાર્સાથ્ખાયેઓએ, ત્યાંથી દૂર રહેવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હવે તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા નદીની પેલી પારના તેમના સાથી અમલદારોએ દૂર રહેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યારબાદ દાર્યાવેશે આ મુજબ હુકમ બહાર પાડ્યો: ફ્રાંતની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબા તાત્તનાય, શથાર-બોઝનાય અને તેમના સાથી અમલદારો જોગ. તેઓએ ત્યાથી દૂર રહેવું.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 6:6
14 Iomraidhean Croise  

ત્યારે તેણે કહ્યું, “હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ (ઈશ્વર સાથે જંગ ખેલનાર) કહેવાશે. કારણ, ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કરીને તું જીત્યો છે.”


સર્વસમર્થ ઈશ્વર તમને એ માણસની દૃષ્ટિમાં દયા પમાડો, જેથી તે તમને, બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. પછી ભલે મારે મારાં બાળકો ગુમાવવાં પડે.”


“રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ, તેમના સહકાર્યકરો અને ન્યાયાધીશો, અન્ય અધિકારીઓ જેઓ એરેખ, બેબિલોન, અને એલામ પ્રાંતના સુસાના મૂળવતનીઓ છે અને


તેથી યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો તરત જ યરુશાલેમ આવ્યા અને તેમને પૂછપરછ કરી: “આ મંદિર અને કોટ બાંધવાની પરવાનગી તમને કોણે આપી?”


યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો પ્રાંતના અધિકારીઓએ સમ્રાટ દાર્યાવેશ પર આ પ્રમાણે પત્ર પાઠવ્યો:


રાજ્યપાલ તાત્તનાય, શથાર- બાઝનાય તથા પ્રાંતના તેમના સાથી અમલદારોએ રાજાના હુકમનો સત્વરે અમલ કર્યો.


અને તેના બાંધકામમાં કંઈ વિક્ષેપ પાડવો નહિ. યહૂદિયાના રાજ્યપાલ તથા યહૂદી આગેવાનોને ઈશ્વરનું મંદિર તેના અસલ સ્થાને બાંધવા દેવું.


હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો.


હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે.


રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


ઈશ્વરે પોતાના લોકને દેશવટે મોકલી દઈને તેમને શિક્ષા કરીને અને તેમને પૂર્વના પવનના સપાટે કાઢી મૂક્યા છે.


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


Lean sinn:

Sanasan


Sanasan