Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 6:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેમાં આ પ્રમાણે નોંધ હતી: “સમ્રાટ કોરેશે પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે એવો હુકમ આપ્યો કે બલિદાનો તથા અર્પણો ચડાવવાના સ્થાન યરુશાલેમના મંદિરને ફરીથી બાંધવું. તેના પાયા પર જ કામ કરવું અને મંદિર આશરે સત્તાવીશ મીટર ઊંચું અને સત્તાવીશ મીટર લાંબું રાખવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેમાં આ પ્રમાણે લખેલું હતું: “કોરેશ રાજાએ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં ઠરાવ કરીને હુકમ કર્યો કે, યરુશાલેમમાંના ઈશ્વરના મંદિર વિષે [હુકમ છે કે] જે મકાનમાં લોકો યજ્ઞાર્પણ કરે છે તે મંદિર બાંધવું, તેના પાયા મજબૂત નાખવા. તેની ઊંચાઈ તથા ચોડાઈ સાઠ સાઠ હાથ રાખવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “કોરેશ રાજાએ પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન યરુશાલેમમાં આવેલા ઈશ્વરના ભક્તિસ્થાનના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો: ‘અર્પણ કરવાનું ભક્તિસ્થાન બાંધવું. તે દીવાલની ઊંચાઈ સાઠ હાથ તથા પહોળાઈ સાઠ હાથ રાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 રાજા કોરેશે પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમ્યાન યરૂશાલેમમાં આવેલા દેવના મંદિરના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો, લોકોનું યજ્ઞો અર્પણ કરવાનું જે સ્થાન છે એ સ્થાન પર મંદિર ફરી બાંધવું. તેના પાયાઓ જાળવી રાખવા એની ઊંચાઇ 90 ફુટ અને પહોળાઇ 90 ફુટ રાખવી.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 6:3
16 Iomraidhean Croise  

શલોમોને તૂરના રાજા હિરામને સંદેશો મોકલ્યો: “તમે જેમ મારા પિતા દાવિદને તેમનો રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં મોકલ્યાં હતાં, તેમ મારા પર પણ મોકલો.


જો કે હકીક્તમાં તો ઈશ્વરને માટે કોઈ મંદિર બાંધી શકે જ નહિ; કારણ, આકાશ, અરે, સર્વોચ્ચ આકાશ પણ તેમને સમાવી શકે નહિ. તો પછી હું કોણ કે હું તેમનું મંદિર બાધું? એ તો માત્ર ઈશ્વરને ધૂપ ચઢાવવાનું સ્થાન થશે.


ઇરાનના સમ્રાટ કોરેશને પ્રથમ વર્ષે પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા આપેલ સંદેશ પૂર્ણ કર્યો. પ્રભુએ પ્રેરણા કર્યા પ્રમાણે કોરેશે પોતાના સમસ્ત સામ્રાજ્યમાં આવો આદેશ બહાર પાડયો:


યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.


તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.


લોકોએ સલાટો અને સુથારોનું વેતન ચૂકવવા પૈસા આપ્યા અને સમુદ્રમાર્ગે યાફા સુધી લાવવાનાં લબાનોનનાં ગંધતરુનાં લાકડાં માટે તૂર અને સિદોન શહેરોને મોકલવા ખોરાકપાણી અને ઓલિવ તેલ આપ્યાં. એ બધું ઈરાનના સમ્રાટ કોરેશની પરવાનગી પ્રમાણે કરવામાં આવ્યું.


હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યા સંદેશવાહકોના સંદેશાઓથી યહૂદી આગેવાનોને ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેમણે મંદિરના બાંધકામમાં સારી એવી પ્રગતિ સાધી. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેમજ ઇરાનના સમ્રાટ કોરેશ, દાર્યાવેશ અને આર્તાશાસ્તાના હુકમ પ્રમાણે તેમણે મંદિરનું બાંધકામ પૂરું કર્યું.


અહીં વિભિન્‍ન કુળો યાત્રા કરવા આવે છે; એટલે, યાહનાં કુળો તેમના આદેશ મુજબ તેમના નામનો આભાર માનવા આવે છે.


તે નગર સમચોરસ હતું. એટલે કે તેની લંબાઈ અને પહોળાઈ એક્સરખાં હતાં. દૂતે પોતાના માપદંડથી નગર માપ્યું: તે આશરે ચોવીસ સો કિલોમીટર હતું, તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક્સરખાં જ હતાં.


Lean sinn:

Sanasan


Sanasan