Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 6:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ઇઝરાયલના બધા લોકો એટલે યજ્ઞકારો, લેવીઓ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા બાકીના લોકોએ આનંદથી મંદિરની પ્રતિષ્ઠા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ઇઝરાયલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ મંદિરનું પ્રતિષ્ઠાપર્વ આનંદથી પાળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઇઝરાયલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ સભાસ્થાનનું પ્રતિષ્ઠાપર્વ આનંદપૂર્વક ઉજવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારબાદ ઇસ્રાએલીઓએ યાજકોએ, લેવીઓએ અને દેશવટેથી પાછા ફરેલા બાકીના બધા લોકોએ ભારે આનંદપૂર્વક એ મંદિરનું સમર્પણ ઉજવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 6:16
21 Iomraidhean Croise  

પછી શલોમોન રાજા અને સર્વ લોકોએ પ્રભુને બલિદાનો ચઢાવ્યાં.


તેણે સંગતબલિ તરીકે બાવીસ હજાર આખલા અને એક લાખ વીસ હજાર ઘેટાંનું બલિદાન આપ્યું અને એમ રાજા અને સર્વ લોકોએ મંદિરનું સમર્પણ કર્યું.


એમ સર્વ ઇઝરાયલીઓ હર્ષનાદસહિત, શરણાઈ, રણશિંગડાં તથા ઝાંઝ વગાડતાં અને મોટેથી સિતાર અને વીણાના વાદન સાથે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા.


પોતપોતાનાં નગરોમાં પોતાની જમીન પર પ્રથમ વસવા આવનાર કેટલાક ઇઝરાયલીઓ યજ્ઞકારો, લેવીઓ અને મંદિરના સેવકો હતા.


રાજાએ અને લોકોના આગેવાનોએ લેવીઓને દાવિદ અને સંદેશવાહક આસાફે લખેલાં સ્તોત્ર ગાવા કહ્યું. સૌ લોકોએ પૂરા આનંદથી ગીત ગાયાં અને તેમણે ધૂંટણો પર રહીને અને ભૂમિ પર શિર ટેકવીને ઈશ્વરની સ્તુતિ કરી.


વળી, લોકોએ બીજા સાત દિવસ પર્વ ઉજવવાનો નિર્ણય કર્યો. તેમણે આનંદભેર એ ઉજવણી કરી.


યરુશાલેમ નગરમાં આનંદ આનંદ થઈ રહ્યો; કારણ, દાવિદના પુત્ર શલોમોન રાજાના સમય પછી એના જેવો ઉત્સવ ક્યારેય થયો નહોતો.


તેણે સંગતબલિ તરીકે બાવીસ હજાર બળદો અને એક લાખ વીસ હજાર ઘેટાંનું અર્પણ કર્યું.


યહૂદિયા અને બિન્યામીનના લોકોના શત્રુઓએ સાંભળ્યું કે દેશનિકાલમાંથી પાછા ફરેલા લોકો ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું મંદિર ફરીથી બાંધવા લાગ્યા છે.


તેમણે સાત દિવસ સુધી ખમીરરહિત રોટલીનું પર્વ આનંદથી પાળ્યું. પ્રભુએ આશ્શૂરના સમ્રાટનું વલણ બદલી નાખ્યું હોવાથી તેણે તેમને ઇઝરાયલના ઈશ્વરના મંદિરના બાંધકામમાં પ્રોત્સાહન આપ્યું તેને લીધે તેઓ ખૂબ આનંદમાં હતા.


યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે.


એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો.


યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, સંગીતકારો, અન્ય સામાન્ય પ્રજાજનો, મંદિરના સેવકો. એમ ઇઝરાયલીઓના સર્વ લોકો યહૂદિયાનાં ગામો અને નગરોમાં વસ્યા.


તો હવે ઘેર જઈને મિજબાની કરો. જેઓ તંગીમાં છે તેવાંઓને તમારાં ખાનપાનમાંથી આપો. આજનો દિવસ તો આપણા પ્રભુને માટે પવિત્ર છે; તેથી ઉદાસ થશો નહિ. પ્રભુ જે આનંદ આપે છે તેનાથી તમે બળ પામશો.”


જ્યારે મિત્રોએ મને કહ્યું, “ચાલો, આપણે પ્રભુના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણો આનંદ થયો.


તરત જ દાનિયેલને રાજાની સમક્ષ લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછયું, “મારા પિતા યહૂદિયામાંથી જે કેદીઓને પકડી લાવ્યા હતા તેમાંનો દાનિયેલ તે તું છે?


શિયાળાનો સમય હતો. યરુશાલેમના મંદિરની પ્રતિષ્ઠાનું પર્વ ઊજવવાના દિવસો આવ્યા હતા.


અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાંનિધ્યમાં તમારે બધાંએ જમવું અને પ્રભુના આશિષને લીધે તમને તમારાં બધાં કાર્યોમાં મળેલી સફળતાને લીધે આનંદોત્સવ કરવો.


તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો.


Lean sinn:

Sanasan


Sanasan