14 હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યા સંદેશવાહકોના સંદેશાઓથી યહૂદી આગેવાનોને ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેમણે મંદિરના બાંધકામમાં સારી એવી પ્રગતિ સાધી. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેમજ ઇરાનના સમ્રાટ કોરેશ, દાર્યાવેશ અને આર્તાશાસ્તાના હુકમ પ્રમાણે તેમણે મંદિરનું બાંધકામ પૂરું કર્યું.
14 હાગ્ગાય પ્રબોધકના તથા ઈદ્દોના પુત્ર ઝખાર્યાના પ્રબોધથી યહૂદિઓના વડીલો બાંધતા ગયા ને તેમાં આબાદી પામતા ગયા. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે, ને કોરેશ. દાર્યાવેશ તથા ઈરાનના રાજા આર્તાહશાસ્તાના ઠરાવ પ્રમાણે, તેઓએ બાંધકામ સમાપ્ત કર્યું.
14 તેથી યહૂદીઓના વડીલોએ પ્રબોધકો હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યાનાં પ્રબોધથી પ્રેરાઈને સભાસ્થાનનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું. તેઓએ ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા મુજબ કોરેશ, દાર્યાવેશ અને ઇરાનના રાજા આર્તાહશાસ્તાના ઠરાવ પ્રમાણે બાંધકામ સમાપ્ત કર્યું.
14 યહૂદીયાઓના વડીલોએ પણ પ્રબોધકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાના વચનોથી પ્રેરાઇને મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યુ અને તેમનું ઉદેશ્ય પુરું કર્યુ. તેઓએ ઇસ્રાએલના દેવના ફરમાન મુજબ તથા કોરેશ, દાર્યાવેશ અને આર્તાહશાસ્તા અને ઇરાનના રાજાઓના ફરમાન મુજબ બાંધકામને પૂરું કર્યુ.
દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી.
ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ગોત્રના આગેવાનોએ તેમને કહ્યું, “પ્રભુ, અમારા ઈશ્વરનું મંદિર બાંધવા માટે અમારે તમારી મદદની જરૂર નથી. પણ ઇરાનના સમ્રાટ કોરેશે અમને આપેલા આદેશ પ્રમાણે, અમે પોતે એને બાંધીશું.”
એ સંદેશ સાંભળીને શઆલ્તીએલના પુત્ર ઝરૂબ્બાબેલ અને યોસાદાકના પુત્ર યેશૂઆએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું અને બન્ને સંદેશવાહકોએ તેમને મદદ કરી.
તેમાં આ પ્રમાણે નોંધ હતી: “સમ્રાટ કોરેશે પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે એવો હુકમ આપ્યો કે બલિદાનો તથા અર્પણો ચડાવવાના સ્થાન યરુશાલેમના મંદિરને ફરીથી બાંધવું. તેના પાયા પર જ કામ કરવું અને મંદિર આશરે સત્તાવીશ મીટર ઊંચું અને સત્તાવીશ મીટર લાંબું રાખવું.
વળી, મારું ફરમાન છે કે તમારે તેમને એ કાર્યમાં મદદ પણ કરવી. યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના કરવેરામાંથી રાજ્યને થતી આવકમાંથી તે અંગેનો ખર્ચ તરત જ પૂરો પાડવો, જેથી કામ અટકે નહિ.
એ બનાવો બન્યા પછી સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમ્યાન એઝરા નામે એક માણસ હતો. તે પ્રમુખ યજ્ઞકાર આરોનનો વંશજ હતો. તેની વંશાવળી આ પ્રમાણે છે: એઝરા સરાયાનો પુત્ર હતો. સરાયા અઝાર્યાનો પુત્ર, અઝાર્યા હિલકિયાનો પુત્ર,
કારણ, અમે તો ગુલામ હતા, પણ અમારી ગુલામી અવસ્થામાં તમે અમને તજી દીધા નહિ. તમે ઇરાનના રાજાઓના મનમાં અમારા પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો, એટલે તેમણે અમને જીવતદાન આપ્યું છે. તેમજ તમારા ખંડિયેર બની ગયેલા મંદિરને ફરીથી બાંધવાની પરવાનગી આપી છે, અને અમને યહૂદિયા તથા યરુશાલેમમાં સલામતી બક્ષી છે.