Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 4:4 - પવિત્ર બાઇબલ C.L.

4 દેશમાં વસતા લોકોએ યહૂદીઓને મંદિર બાંધતા અટકાવવાને તેમને હેરાન પરેશાન કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 દેશના લોકોએ બાંધકામમાં આડે આવીને યહૂદિયાના લોકોને હેરાન કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી તે સ્થળના લોકોએ યહૂદિયાના લોકોને ડરાવી, તેઓને બાંધકામ કરતાં અટકાવાનો પ્રયત્ન કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યારબાદ દેશના લોકોએ યહૂદિયાઓને ડરાવીને ના હિંમત બનાવી તેમને આગળનું બાંધકામ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 4:4
11 Iomraidhean Croise  

હેબ્રોનમાં આબ્નેરનું ખૂન થયું છે એ સાંભળતા શાઉલનો પુત્ર ઈશબોશેથ ગભરાયો અને ઇઝરાયલના લોકો ચેતી ગયા.


તેમને આસપાસના લોકોનો ભય હોવા છતાં વેદીને તેના મૂળ સ્થાને જ બાંધી. તે પછી તેમણે સવારસાંજનાં નિયમિત બલિદાનો ચડાવવાનું ફરીથી ચાલુ કર્યું.


તેમની વિરુદ્ધ કામ કરવા ઇરાનના સરકારી અધિકારીઓને તેમણે લાંચ આપી. સમ્રાટ કોરેશ અને સમ્રાટ દાર્યાવેશના અમલ સુધી તેમણે તેમ કરવાનું ચાલુ રાખ્યું.


અમારા શત્રુઓએ વિચાર્યું કે તેઓ અમારા પર આક્રમણ કરીને અમને મારી નાખે અને અમારું કામ થંભાવી દે ત્યાં સુધી અમે તેમને જોવાના નથી કે કંઈ જાણવાના નથી.


પોતાના સાથીદારો અને સમરુની સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ દુર્બળ યહૂદીઓ શું કરવા ધારે છે? શું તેઓ ફરીથી આ શહેર બાંધવા માગે છે? બલિદાનો ચડાવવાથી એક દિવસમાં કામ પૂરું થઈ જશે એવું તેઓ માને છે? બળેલા પથ્થરોના ટુકડાઓના ઢગલામાંથી તેઓ બાંધકામના પથ્થરો પેદા કરી શકશે?”


અમે કામ પડતું મૂકીએ તે માટે તેઓ અમને ડરાવવા માગતા હતા. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તમે મને બળ આપો!”


પછી એ અધિકારીઓએ રાજા પાસે જઈને કહ્યું, “આ માણસને ખતમ કરો. આવા સંદેશા આપીને તે આપણા સૈનિકોને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત કરી દે છે. કારણ, આ માણસ લોકોનું કલ્યાણ નહિ, પણ તેમનું નુક્સાન ઇચ્છે છે.”


ઇરાનના રાજ્યના ચોકિયાત દૂતે એકવીસ દિવસ સુધી મારો સામનો કર્યો. પણ મુખ્ય દૂતોમાંનો એક એટલે મિખાયેલ મારી મદદે આવ્યો. કારણ, હું ઈરાનમાં એકલો જ રહી ગયો હતો.


તેણે કહ્યું, “હું તારી પાસે શા માટે આવ્યો તે તું જાણે છે? હું તો તારી આગળ સત્યના ગ્રંથમાંનું લખાણ પ્રગટ કરવા આવ્યો છું. મારે પાછા જઈને ઇરાનના ચોકિયાત દૂત સાથે લડવાનું છે. તે પછી ગ્રીસનો ચોકિયાત દૂત આવશે. ઇઝરાયલના ચોકિયાત દૂત મિખાયેલ સિવાય મને મદદ કરનાર બીજું કોઈ નથી.


Lean sinn:

Sanasan


Sanasan