દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી.
આર્તાશાસ્તા રાજાનો આ પત્ર રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ તથા તેમના સહકાર્યકરોએ વાંચ્યો કે તેઓ તરત યરુશાલેમ પહોંચી ગયા અને યહૂદીઓને શહેરનું બાંધકામ અટકાવી દેવાની ફરજ પાડી.
યહૂદી આગેવાનો પર ઈશ્વરની કૃપા હોવાથી એ અમલદારોએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી સમ્રાટ દાર્યાવેશને આ બાબતની જાણ કરવામાં ન આવે અને તે પછી તેમનો જવાબ ન મળે ત્યાં સુધી આ કામ અટકાવવું નહિ.”
હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યા સંદેશવાહકોના સંદેશાઓથી યહૂદી આગેવાનોને ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેમણે મંદિરના બાંધકામમાં સારી એવી પ્રગતિ સાધી. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેમજ ઇરાનના સમ્રાટ કોરેશ, દાર્યાવેશ અને આર્તાશાસ્તાના હુકમ પ્રમાણે તેમણે મંદિરનું બાંધકામ પૂરું કર્યું.
મેં તેમને સંદેશકો દ્વારા આમ કહેવડાવ્યું, “હું મહત્ત્વના કામમાં રોક્યેલો હોવાથી મારાથી ત્યાં આવી શકાય તેમ નથી. ત્યાં આવી તમને મળવા માટે હું કંઈ કામ અટકાવવાનો નથી.”
હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે.” દૂતે કહ્યું, “ઇરાન પર બીજા ત્રણ રાજાઓ રાજ કરશે, તેમના પછી ચોથો રાજા આવશે, જે બાકીના બધા કરતાં ધનવાન થશે. પોતાની સત્તા અને સમૃદ્ધિના શિખરે પહોંચતાં તે ગ્રીસના રાજ્યને પડકારશે.
તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.