Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 4:20 - પવિત્ર બાઇબલ C.L.

20 યરુશાલેમમાં પરાક્રમી રાજાઓએ યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંત પર રાજ કરેલું છે અને લોકોએ તેમને કરવેરા ભર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 યરુશાલેમમાંના પરાક્રમી રાજાઓ જેઓને નદી પારના આખા [દેશ] પર હકૂમત‍ ચલાવી છે, તેમને લોકો ખંડણી, કર તથા જકાત આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યરુશાલેમમાં જે પ્રતાપી રાજાઓએ નદી પારના આખા દેશ પર હકૂમત ચલાવી છે, તેમને લોકો કર તથા જકાત આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યરૂશાલેમમાં પ્રતાપી રાજાઓ પણ છે અને તેમણે ફ્રાત પારના સમગ્ર પ્રદેશ પર સત્તા ભોગવી છે અને કરવેરા વસૂલ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 4:20
23 Iomraidhean Croise  

એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,


શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા.


શલોમોને યુફ્રેટિસ પર આવેલા તિફસાથી છેક ગાઝા નગર સુધી એટલે યુફ્રેટિસ નદીની પશ્ર્વિમના સમગ્ર પ્રદેશ પર રાજ્ય કર્યું. યુફ્રેટિસની પશ્ર્વિમે આવેલા સર્વ રાજાઓ તેને તાબે હતા અને સર્વ પડોશી દેશો સાથે તેને શાંતિ હતી.


તૂરનો રાજા હીરામ દાવિદનો હંમેશનો મિત્ર હતો અને શલોમોન તેના પિતા દાવિદની જગ્યાએ રાજા બન્યો છે એવું સાંળીને હીરામે તેની પાસે પોતાના એલચીઓ મોકલ્યા.


પણ મારા ઈશ્વર પ્રભુએ મારી સર્વ સરહદો પર શાંતિ આપી છે, હવે કોઈ શત્રુ નથી કે હુમલાનો કોઈ ભય નથી.


તેણે આખા અદોમમાં લશ્કરી થાણાં ઊભાં કર્યાં; અને સર્વ અદોમીઓ દાવિદને તાબે થયા. પ્રભુએ દાવિદને સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો.


તે પછી દાવિદે યુફ્રેટિસ નદીના ઉપરવાસના પ્રદેશ પર કબજો મેળવવા જતા સોબાના રાજા હદાદેઝરને હમાથ આગળ હરાવ્યો.


તે પછી તેણે અરામીઓના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ તેને તાબે થઈ ખંડણી ભરવા લાગ્યા. દાવિદને પ્રભુએ સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો.


હદાદેઝેરના તાબેદાર રાજાઓએ જોયું કે પોતે ઇઝરાયલીઓને હાથે હાર ખાધી છે, ત્યારે દાવિદ સાથે સંધિ કરીને તેઓ તેને તાબેદાર થયા. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરવા તૈયાર નહોતા.


કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે મોટા પ્રમાણમાં ચાંદી અને બીજી ભેટો લાવ્યા, તો કેટલાક આરબો તેને માટે સાત હજાર સાતસો ઘેટાં અને સાત હજાર સાતસો બકરા લાવ્યા.


એ તો સોદાગરો અને વેપારીઓ તરફથી જક્તમાં મળતા સોના ઉપરાંતનું હતું. વળી, અરબસ્તાનના રાજાઓ અને ઇઝરાયલના પ્રાંતિક રાજવીઓ પણ તેની પાસે સોનુંચાંદી લાવતા.


નામદાર, જો આ શહેર ફરીથી બંધાશે અને તેની દીવાલો ચણાઈ જશે, તો આ પ્રજા કરવેરા ભરવાનું બંધ કરી દેશે અને તેથી રાજ્યની આવક ઘટી જશે.


આથી અમે આપ નામદારને ખાતરીપૂર્વક જણાવીએ છીએ કે જો આ શહેર ફરી બંધાશે અને તેનો કોટ પૂરો થશે તો નદીની પશ્ર્વિમ તરફના પ્રદેશ પર આપની સત્તા રહેશે નહિ.”


મારા આદેશ પ્રમાણે શોધખોળ કરવાથી જાણવા મળ્યું છે કે પ્રાચીન સમયથી જ યરુશાલેમ શહેરમાં રાજાઓ વિરુદ્ધ બળવા થતા રહ્યા છે. તેમાં હમેશાં બળવાખોરો અને તોફાનીઓ રહેતા આવ્યા છે.


તેથી હું બીજો આદેશ ન કરું ત્યાં સુધી એ શહેરનું બાંધકામ અટકાવી દેવાનો હુકમ કરો.


વળી, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો તથા તેમની સાથેના કાર્યકરો પાસેથી કોઈપણ જાતના કરવેરા ઉઘરાવવા નહિ.


તેની રાજસત્તા એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી અને યુફ્રેટિસ નદીથી તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરો.


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


તેની ડાળીઓ શાસકોના રાજદંડના જેવી મજબૂત હતી. તેની ગીચ ડાળીઓ અને ઊંચાઇ સૌને વિસ્મિત કરતી હતી.


ઈસુ એ સ્થળેથી થોડે આગળ ચાલ્યા. તેમણે માથ્થી નામે એક નાકાદારને જકાતનાકા પર બેઠેલો જોયો. ઈસુએ તેને કહ્યું, મને અનુસર. માથ્થી ઊભો થયો અને ઈસુની પાછળ ચાલવા લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan