એઝરા 4:2 - પવિત્ર બાઇબલ C.L.2 તેથી તેમણે ઝરૂબ્બાબેલ અને ગોત્રના આગેવાનો પાસે જઈને કહ્યું, “મંદિરના બાંધકામમાં અમે પણ તમારી સાથે જોડાઈશું. તમે જે ઈશ્વરનું ભજન કરો છો તેમને જ અમે ભજીએ છીએ; આશ્શૂરના રાજા એસાર-હાદ્દોને અમને અહીં જીવતા રાખી વસવા દીધા. ત્યારથી અમે એમને બલિદાનો ચડાવીએ છીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્યારે તેઓએ ઝરુબ્બાબેલ તથા પિતૃઓનાં કુટુંબોના વડીલો પાસે આવીને તેઓને કહ્યું, “અમને તમારી સાથે બાંધવાના કામમાં સામેલ થવા દો, કેમ કે તમારી માફક અમે પણ તમારા ઈશ્વરના ઉપાસક છીએ. અને આશૂરનો રાજા એસાર-હાદોન જે અમને અહીં લઈ આવ્યો, તેના સમયથી અમે એની આગળ યજ્ઞ કરતાં આવ્યા છીએ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેથી તેઓએ ઝરુબ્બાબેલ તથા તેઓના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલો પાસે આવીને તેઓને કહ્યું, “અમને પણ તમારી સાથે બાંધકામમાં સામેલ થવા દો, કારણ કે આશ્શૂરનો રાજા એસાર-હાદ્દોન જે અમને અહીં લઈ આવ્યો તે દિવસોથી, અમે પણ, તમારી જેમ તમારા ઈશ્વરના ઉપાસક છીએ અને અમે તેમની આગળ અર્પણ કરતા આવ્યા છીએ.” Faic an caibideilપવિત્ર બાઈબલ2 એટલે તેઓએ ઝરૂબ્બાબેલ અને કુટુંબના વડીલો પાસે આવીને કહ્યું, “અમે પણ તમારી સાથે મંદિર બાંધવાના કામમાં જોડાવા માગીએ છીએ, કારણ, અમે પણ તમારી જેમ તમારા દેવના ઉપાસક છીએ અને અમને અહીં વસાવનાર આશ્શૂરના રાજા એસાર-હાદોનના વખતથી એને યજ્ઞો અર્પણ કરતા આવ્યા છીએ.” Faic an caibideil |