Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:7 - પવિત્ર બાઇબલ C.L.

7 લોકોએ સલાટો અને સુથારોનું વેતન ચૂકવવા પૈસા આપ્યા અને સમુદ્રમાર્ગે યાફા સુધી લાવવાનાં લબાનોનનાં ગંધતરુનાં લાકડાં માટે તૂર અને સિદોન શહેરોને મોકલવા ખોરાકપાણી અને ઓલિવ તેલ આપ્યાં. એ બધું ઈરાનના સમ્રાટ કોરેશની પરવાનગી પ્રમાણે કરવામાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓએ સલાટોને તથા સુતારોને પૈસા આપ્યા. વળી તેઓએ સિદોનીઓને તથા તૂરીઓને સીધુંસામાન તથા તેલ આપ્યાં, એ માટે કે ઇરાનના રાજા કોરેશની પરવાનગી પ્રમાણે લબાનોનથી સમુદ્રવાટે યાફા સુધી તેઓ એરેજકાષ્ટ લાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી તેમણે કડિયાઓને તથા સુથારોને પૈસા આપ્યાં; અને સિદોન તથા તૂરના લોકોને ખોરાક, પીણું તથા તેલ મોકલ્યાં, એ માટે કે તેઓ ઇરાનના રાજા કોરેશના હુકમ પ્રમાણે લબાનોનથી યાફાના સમુદ્ર માર્ગે, દેવદારનાં કાષ્ઠ લઈ આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેમણે કડિયાઓને અને સુથારોને પૈસા આપ્યા અને સિદોન અને તૂરના લોકોને ખોરાક પાણી અને તેલ મોકલ્યાં, જેથી તેઓ લબાનોનથી સમુદ્રમાર્ગે યાફા સુધી દેવદારનું લાકડું લઇ આવે. ઇરાનના રાજા કોરેશે એ માટે પરવાનગી આપી હતી.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:7
20 Iomraidhean Croise  

તૂરના રાજા હિરામે દાવિદ પાસે રાજદૂતો મોકલ્યા. તેણે દાવિદને મહેલ બાંધવા માટે ગંધતરુનાં લાકડાં, સુથારો અને શિલ્પકારો પૂરા પાડયાં.


તેથી મારે માટે લબાનોનમાંથી ગંધતરુ કાપવાને માણસો મોકલો. મારા માણસો તેમની સાથે કામ કરશે અને તમે નક્કી કરો તે પ્રમાણે હું તમારા માણસોનું વેતન ચૂકવીશ. તમે જાણો છો કે મારા માણસોને તમારા સિદોની માણસોના જેવી વૃક્ષ કાપવાની આવડત નથી.”


પેટીમાં પુષ્કળ નાણાં એકત્ર થાય એટલે રાજમંત્રી અને પ્રમુખ યજ્ઞકાર આવીને ચાંદીના સિક્કાનું વજન કરીને ગણી લેતા.


એમાંથી એકપણ પૈસો ચાંદીના પ્યાલા, કટોરા, રણશિંગડાં, દીવા સમારવાનાં સાધનો અથવા સોનાચાંદીનાં કોઈ પાત્ર પાછળ વાપરતા નહિ.


એ રકમ પછી પ્રભુના મંદિરના સમારકામ માટે જવાબદાર માણસોને સોંપવામાં આવી.


મંદિરને ફરી બાંધવાનું કાર્ય હજી શરૂ કરવામાં આવ્યું નહોતું, પણ પ્રભુને દહનબલિ ચડાવવાનું તો તેમણે સાતમા માસના પ્રથમ દિવસથી જ શરૂ કર્યું.


યહૂદા અને ઇઝરાયલના લોકો પણ તારો માલ ખરીદતા અને બદલામાં તને ઘઉં, મધ અને ઓલિવ તેલ તથા ગૂગળ આપતા હતા.


પણ યોના તો પ્રભુથી દૂર નાસી જવા ઊલટી દિશામાં જવા તૈયાર થયો. તે જોપ્પા ગયો. ત્યાં તેને તાર્શીશ જતું વહાણ મળી ગયું. પ્રભુથી દૂર નાસી છૂટવા તે ભાડું આપીને તેમાં ખલાસીઓ સાથે બેસી ગયો.


હેરોદ તૂર અને સિદોનના લોકો પર ઘણો ક્રોધે ભરાયો હતો; તેથી તેમનું પ્રતિનિધિમંડળ હેરોદને મળવા ગયું. પ્રથમ તેમણે મહેલના કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો. પછી તેમણે હેરોદ પાસે જઈને સમાધાન માટે વિનંતી કરી. કારણ, હેરોદના રાજ્યમાંથી તેમના દેશને અન્‍ન પુરવઠો મળતો હતો.


જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી.


જોપ્પા લુદાથી બહુ દૂર ન હતું, અને જ્યારે જોપ્પાના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે ત્યારે તેમણે બે માણસોને તેની પાસે સંદેશો લઈ મોકલ્યા: “અમારી પાસે જલદીથી આવો.”


જોપ્પામાં સિમોન નામના એક ચમારને ત્યાં પિતર ઘણા દિવસ રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan