Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તે ઉપરાંત નિત્યનાં દહનબલિ, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વનાં અર્પણો અને સ્વૈચ્છિક અર્પણો તથા પ્રભુનાં નક્કી કરેલા સર્વ પર્વોના અર્પણો પણ પ્રભુને ચડાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે પછી નિત્યનાં દહનીયાર્પણ, ચંદ્રદર્શનનાં, યહોવાનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં, તથા યહોવાને માટે રાજીખુશીથી અર્પણ કરનારનાં ઐચ્છાકાર્પણ, [ચઢાવ્યાં].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી દૈનિક તથા મહિનાના દહનીયાર્પણો, યહોવાહનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં તથા ઐચ્છિકાર્પણો, પણ ચઢાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 એના પછી લોકોએ નિત્યનાં દહનાર્પણો, ચંદ્રદર્શનના દિવસની ઉજવણીના અર્પણો તથા બીજાં વાર્ષિક પર્વોની ઉજવણીનાં અર્પણો ચઢાવ્યા જે યહોવાને માટે પવિત્ર હતા એ લોકોએ ઉપહાર પણ અર્પણ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:5
19 Iomraidhean Croise  

પ્રભુને આપવામાં આવતો નિયત ફાળો સ્વીકારવાની અને પવિત્ર અર્પણોમાંથી તેમને વહેંચી આપવાની જવાબદારી મંદિરના પૂર્વ દરવાજાના મુખ્ય સંરક્ષક લેવી એટલે, યિમ્નાના પુત્ર કોરેની હતી.


મંદિરને ફરી બાંધવાનું કાર્ય હજી શરૂ કરવામાં આવ્યું નહોતું, પણ પ્રભુને દહનબલિ ચડાવવાનું તો તેમણે સાતમા માસના પ્રથમ દિવસથી જ શરૂ કર્યું.


નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે, પ્રભુ અમારા ઈશ્વરને અર્પવામાં આવતાં બલિદાનોના વેદી પરના દહન માટે કયું ગોત્ર લાકડાં પૂરાં પાડશે તે અમે, એટલે લોકો, યજ્ઞકારો અને લેવીઓ પ્રતિ વરસે ચિઠ્ઠી નાખીને નક્કી કરીશું.


એ જ પ્રમાણે મારી સેવામાં દહનબલિ, ધાન્યઅર્પણ અને રોજિંદાં બલિદાનો ચડાવનાર લેવીકુળના ઉત્તરાધિકારી યજ્ઞકારોની કદી ખોટ પડશે નહિ.”


“તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમારામાંથી કોઈ માણસ પ્રભુને અર્પણ ચડાવે તો તે ઢોર અથવા ઘેટાંબકરાંનું હોય.


જો તે ઢોરનો બલિ ચડાવે તો તે કોઈપણ જાતની ખોડખાંપણ વગરનો આખલો હોવો જોઈએ. તેણે તેને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે લાવવો અને તેનો બલિ ચડાવવો, જેથી પ્રભુ તેનો સ્વીકાર કરે.


“ઇઝરાયલી લોકોને તું આ પ્રમાણે કહે: આ મારાં ધાર્મિક પર્વો છે. તે સમયે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન ભરવાનાં છે.


તેની સાથે દરેક વાછરડા દીઠ બે લિટર દ્રાક્ષાસવ, બકરા માટે સવા લિટર દ્રાક્ષાસવ અને દરેક ઘેટા દીઠ એક લિટર દ્રાક્ષાસવનું પેયાર્પણ કરવું. આ દહનબલિ દર મહિનાને પ્રથમ દિવસે વર્ષના બારે માસ અર્પવાનો છે.


તમારે પ્રભુને દહનબલિમાં બે વાછરડા, એક ઘેટો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત નર હલવાન અગ્નિબલિ તરીકે ચડાવવા.


તે દિવસે તમારે પ્રભુને સુવાસિત દહનબલિ તરીકે બે વાછરડા, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચડાવવાં.


પર્વના પ્રથમ દિવસે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસિત અર્પણ તરીકે તેર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.


પ્રભુને સુવાસિત અર્પણ તરીકે દહનબલિ અર્પણ કરવું. એક વાછરડો, એક ઘેટો અને ખોડખાંપણ વગરના એક વર્ષના સાત નર હલવાન ચડાવવાં.


“તમારાં નક્કી કરેલાં પર્વોએ તમારે પ્રભુને આ પ્રમાણે બલિ ચડાવવાના છે. આ બધું તમારે દહનબલિ, ધાન્યઅર્પણ, દ્રાક્ષાસવઅર્પણ, સંગતબલિ તથા માનતા અને સ્વૈચ્છિક અર્પણ ઉપરાંત ચડાવવાનાં છે.”


સુવાસિત દહનબલિ તરીકે તમારે પ્રભુને એક વાછરડો, એક બકરો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત ઘેટા ચડાવવા.


પરંતુ તમે તમારાં રહેઠાણોમાં પ્રભુને અર્પિત કરેલી કોઈ પણ ખાદ્ય ચીજો જેવી કે તમારા ધાન્ય, દ્રાક્ષાસવ કે તેલનો દશાંશ, તમારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલા બચ્ચાં, પ્રભુ પ્રત્યે માનેલી માનતાનું અર્પણ તથા તમારાં સ્વૈચ્છિક અર્પણો કે તમારાં વિશિષ્ટ અર્પણો ખાઈ શકો નહિ.


એ જ સ્થાને તમારે તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારા દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ, તમારી માનતાનાં અર્પણો તથા તમારાં સ્વૈચ્છિક-અર્પણો તથા તમારા ઢોરઢાંકનાં તેમજ તમારાં ઘેટાંબકરાંનાં પ્રથમ બચ્ચાંના બલિ ચડાવવા,


Lean sinn:

Sanasan


Sanasan