એઝરા 3:2 - પવિત્ર બાઇબલ C.L.2 અને યોસાદાકનો પુત્ર યેશૂઆ તથા તેના સાથી યજ્ઞકારોએ તેમ જ શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ તથા તેના સાથી યજ્ઞકારોએ ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે વેદી પર દહનબલિ ચડાવવા માટે ઇઝરાયલના ઈશ્વરની વેદી ફરીથી બાંધી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે સમયે યોસાદાકનો પુત્ર યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ ઊઠીને ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી, જેથી ઈશ્વરભક્ત મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તે પર તેઓ દહનીયાર્પણ ચઢાવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યોસાદાકના દીકરા યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ, ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી. જેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વેદી પર તેઓ દહનીયાર્પણો ચઢાવે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેના યાજકો સાથે તથા શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ અને તેના સાથીઓએ ઇસ્રાએલના દેવની વેદી ફરીથી બાંધી, જેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેની પર દહનાર્પણો ચઢાવી શકાય. Faic an caibideil |
દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી.