Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેમણે પ્રભુનું ભજન કરતાં સ્તોત્ર ગાયું અને તેમાં આ ટેકનો પુનરોચ્ચાર કર્યો: “પ્રભુ દયાળુ છે, અને ઇઝરાયલ પર તેમનો પ્રેમ સનાતન છે.” મંદિરના પાયા ઉપર કામ ચાલુ થઈ ગયું હોવાથી સૌએ મોટા પોકારસહિત પ્રભુનું ભજન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓએ યહોવાની સ્તુતિ કરતાં તથા તેમનો આભાર માનતાં સામસામા [ઊભા રહીને] ગાયું, “તે મહેરબાન છે, ઇઝરાયલ પર તેમની દયા સદાકાલ સુધી [ટકે છે].” યહોવાના મંદિરનો પાયો નંખાયો તેથી સર્વ લોકોએ ઊંચે સ્વરે યહોવાની સ્તુતિ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓએ યહોવાહની સ્તુતિ કરતા આભારનાં ગીતો ગાયા, “ઈશ્વર ભલા છે! તેમના કરારનું વિશ્વાસુપણું ઇઝરાયલીઓ પર સર્વકાળ રહે છે.” સર્વ લોકોએ ઊંચા અવાજે યહોવાહની સ્તુતિ કરતા હર્ષનાદ કર્યા કેમ કે ભક્તિસ્થાનના પાયા સ્થપાયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓએ યહોવાની સ્તુતિ અને આભાર ગીત ગાયાં, “દેવ ભલા છે અને તેમનો પ્રેમ તથા દયા ઇસ્રાએલીઓ પર સદાકાળ રહેશે.” ત્યારે બધા લોકો ઊંચે સાદે યહોવાની સ્તુતિ કરવા લાગ્યા, કારણ; યહોવાના મંદિરનો પાયો નંખાઇ ચૂક્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:11
32 Iomraidhean Croise  

પ્રભુનો આભાર માનો; કારણ, તે ઉત્તમ છે; તેમનો પ્રેમ સનાતન છે.


એમની સાથે હેમાન, યદૂથૂન અને બીજા કેટલાક હતા, જેમને પ્રભુના સનાતન પ્રેમ માટે તેમની સ્તુતિ કરવા ખાસ નીમવામાં આવ્યા હતા.


આકાશમાંથી અગ્નિ પડતો જોઈને અને મંદિરને ગૌરવથી ભરાઈ ગયેલું જોઈને ઇઝરાયલી લોકોએ ફરસબંધી પર ધૂંટણિયે પડીને પોતાનાં મુખ નમાવીને ભજન કર્યું અને પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું, “પ્રભુ દયાળુ છે; તેમનો પ્રેમ સનાતન છે.”


હશાબ્યા, શેરેબ્યા, યેશૂઆ, બિન્‍નૂઈ અને ક્દમીએલની દોરવણી હેઠળ લેવીઓનાં જૂથ પાડવામાં આવ્યાં. ઈશ્વરભક્ત રાજા દાવિદે આપેલી સૂચનાઓ પ્રમાણે બે જૂથો એક સમયે વારાફરતી ઈશ્વરની સ્તુતિ કરતાં અને તેમનો આભાર માનતાં.


એમ આભારસ્તુતિ કરનારાં બન્‍ને જૂથ મંદિરના વિસ્તારમાં પહોંચ્યાં.


સાચે જ પ્રભુ ભલા છે; તેમનો પ્રેમ સદાસર્વકાળ, અને તેમનું વિશ્વાસુપણું પેઢી દર પેઢી ટકી રહે છે.


પરંતુ પ્રભુનો પ્રેમ તેમના ભક્તો પર, એટલે તેમનો કરાર પાળનારા અને તેમના વિધિઓનું કાળજીપૂર્વક પાલન કરનારાઓ પર, અનાદિકાળથી અનંતકાળ સુધી રહે છે અને તે તેમનાં સંતાનોનાં સંતાન સાથે ઈશ્વરનું વિશ્વાસુપણું જારી રહે છે.


યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સાર્વકાલીન છે.


પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, અને તેમનો પ્રેમ સર્વકાલીન છે.


પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સર્વકાલીન છે.


હે પ્રભુ, ન મારા હૃદયમાં અહંકાર છે, ન મારી આંખોમાં ઘમંડ. મારી પહોંચની બહાર એવી મહાન સિદ્ધિઓ પર હું મન લગાડતો નથી કે અજાયબીઓ પાછળ હું લક્ષ આપતો નથી.


યાહની સ્તુતિ કરો: કારણ, તે ભલા છે; તેમના નામનાં ગીતો ગીઓ; કારણ, તેમ કરવું આનંદદાયક છે.


હે સર્વ પ્રજાઓ, આનંદથી તાળી પાડીને બુલંદ અવાજે ઈશ્વરનાં સ્તુતિગીત ગાઓ.


ઈશ્વર વિજયના પોકાર સહિત પોતાના રાજ્યાસન પર ચઢે છે; પ્રભુ રણશિંગડાના અવાજ સાથે સિંહાસન પર બિરાજે છે.


મિર્યામે તેમની સાથે આ ગીત ગાયું: “પ્રભુની આગળ ગાયન ગાઓ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો અને વન તથા તેમાંનાં બધાં વૃક્ષો, તમે આનંદનાં ગીત ગાવા માંડો! કારણ, પ્રભુએ યાકોબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે.


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


“આ મંદિરનો અગાઉનો વૈભવ જોયો હોય એવો કોઈ તમારામાં હજી હયાત છે? અત્યારે તે તમને કેવું લાગે છે? એ તમને મામૂલી નથી લાગતું?


મોટા પર્વતોના જેવા અવરોધો તારી સમક્ષ સપાટ મેદાન જેવા સીધા બની જશે. તું મંદિરના પુન:બાંધક્મનો આરંભ કરશે, અને તું તેનો છેલ્લો પથ્થર પણ મૂકશે અને ત્યારે લોકો, ‘સુંદર!’ એવો પોકાર કરશે.”


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


જેઓ તેમની બીક રાખે છે તેમના પર તેઓ પેઢી દરપેઢી સુધી દયા દર્શાવે છે.


પણ યહોશુઆએ લોકોને આજ્ઞા આપી હતી: “હું હુકમ ન આપું ત્યાં સુધી તમારે યુદ્ધનો પોકાર પાડવાનો નથી કે કંઈ અવાજ કરવાનો નથી; અરે, એક શબ્દ પણ ઉચ્ચારવાનો નથી. હું કહું ત્યારે જ તમારે યુદ્ધનો પોકાર પાડવાનો છે.”


સાતમીવાર કૂચ કરતી વખતે યજ્ઞકારો રણશિંગડાં વગાડવાના હતા ત્યારે યહોશુઆએ લોકોને હુકમ આપતાં કહ્યું, “યુદ્ધનો પોકાર પાડો, કારણ, પ્રભુએ આ શહેર તમારા હાથમાં સોંપ્યું છે!


પછી યજ્ઞકારો લાંબે સાદે રણશિંગડાં વગાડે એટલે તે સાંભળતાંની સાથે જ સર્વ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડવો, એટલે શહેરનો કોટ તૂટી પડશે. પછી સૈન્યના બધા માણસોએ પોતે જ્યાં હોય ત્યાંથી સીધેસીધા શહેરમાં ધૂસી જવું.”


Lean sinn:

Sanasan


Sanasan