Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 સાતમો માસ આવતા સુધીમાં તો બધા ઈઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. તે પછી તેઓ સૌ યરુશાલેમમાં એકદિલે એકઠા થયા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલી લોકો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે લોકો એક દિલથી યરુશાલેમમાં એકત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલી લોકો સાતમા માસમાં દેશનિકાલ પછી પોતાનાં નગરોમાં પાછા આવ્યા, લોકો એક દિલથી યરુશાલેમમાં ભેગા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલના પુત્રો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે તેઓ બધા એક દિલથી યરૂશાલેમમાં ભેગા થયા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:1
16 Iomraidhean Croise  

યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, સંગીતકારો, અન્ય સામાન્ય પ્રજાજનો, મંદિરના સેવકો. એમ ઇઝરાયલીઓના સર્વ લોકો યહૂદિયાનાં ગામો અને નગરોમાં વસ્યા.


સાતમો માસ આવ્યો ત્યાં સુધીમાં તો ઇઝરાયલના બધા લોકો પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. એ માસને પ્રથમ દિવસે તેઓ સૌ યરુશાલેમમાં પાણીના દરવાજાની અંદર તેની અડોઅડ આવેલા ચોકમાં એકઠા થયા. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલી લોકોને ફરમાવેલા નિયમશાસ્ત્રનું પુસ્તક લાવવા લોકોએ એઝરાને કહ્યું. એઝરા તો યજ્ઞકાર અને એ નિયમમાં વિદ્વાન હતો.


પ્રભુએ મોશે દ્વારા આપેલા નિયમશાસ્ત્ર પરથી તેમને એવું માલૂમ પડયું કે માંડવાપર્વના દિવસોમાં ઇઝરાયલીઓને માંડવાઓમાં રહેવાની આજ્ઞા અપાયેલી છે.


“આ નિયમ કાયમ માટે પાળવામાં આવે. સાતમા મહિનાના દસમે દિવસે ઇઝરાયલીઓએ અને તમારી મધ્યે વસતા પરદેશીઓએ ઉપવાસ કરવો અને કંઈ જ કામ કરવું નહિ.


“ત્યારે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, તેઓ બીજા કોઈ દેવોને નહિ, પણ માત્ર મને જ પ્રાર્થના કરશે. તેઓ બધા મને આધીન થશે.


તેઓ દરરોજ મંદિરમાં એકત્ર થતા હતા. તેઓ ઘેરઘેર પ્રેમભોજન લેતા અને આનંદથી એકબીજા મયે ખોરાક વહેંચીને ખાતા.


વિશ્વાસીઓ એક મન અને એક ચિત્તના હતા. કોઈ પોતાની માલમિલક્ત પર વ્યક્તિગત હકદાવો કરતું નહિ, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરોઅંદર વહેંચતા.


ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે હું તમને વિનંતી કરું છું કે તમે સૌ એકબીજા સાથે સંમત થાઓ; અને તમારામાં પક્ષાપક્ષી થવા ન દો. તમે એક વિચારના થઈને અને એક ઉદ્દેશ રાખીને પૂરેપૂરું ઐક્ય પ્રાપ્ત કરો.


“એક વર્ષમાં ત્રણ વાર, એટલે પાસ્ખાપર્વ, કાપણીનું પર્વ અને માંડવાપર્વ માટે તમારા દેશના બધા પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ એક સ્થાને ભક્તિ માટે એકત્ર થવું. પ્રત્યેક માણસે પોતપોતાની ભેટ લાવવી.


ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા.


Lean sinn:

Sanasan


Sanasan