Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 2:68 - પવિત્ર બાઇબલ C.L.

68 તેઓ યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં આવ્યા ત્યારે ગોત્રોના આગેવાનોએ મંદિરને તેના મૂળ સ્થાને ફરીથી બાંધવા માટે સ્વૈચ્છિક અર્પણો આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

68 યરુશાલેમમાંના યહોવાના મંદિરમાં જ્યારે પિતૃઓનાં કુટુંબોમાંથી કેટલાક વડીલો આવ્યા, ત્યારે ઈશ્વરના મંદિરને તેની જગા ઉપર ઊભું કરવાને તેઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

68 જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

68 દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં,

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 2:68
20 Iomraidhean Croise  

ત્યારે પ્રભુના દૂતે ગાદને આજ્ઞા આપી કે દાવિદને કહે કે ઓર્નાનના ખળામાં જઈને ઈશ્વર યાહવેને નામે યજ્ઞવેદી બાંધે.


તેથી દાવિદે કહ્યું, “અહીં જ પ્રભુ ઈશ્વરનું મંદિર થશે. આ વેદી પર ઇઝરાયલીઓ દહનબલિ ચઢાવશે.”


એ પછી શલોમોન યરુશાલેમમાં મોરિયા પર્વત, જ્યાં તેના પિતા દાવિદને પ્રભુએ દર્શન આપ્યું હતું ત્યાં મંદિર બાંધવા લાગ્યો. એ જગાએ યબૂસી ઓર્નાનનું ખળું હતું; જે દાવિદે મેળવી રાખ્યું હતું.


આ કાર્ય માટે તેમણે તેમનાથી શકાય હોય તેટલું આપ્યું: આશરે 500 કિલોગ્રામ સોનું, 290 કિલો રૂપું અને યજ્ઞકારો માટે 100 ઝભ્ભા એટલું આપ્યું.


તેમને આસપાસના લોકોનો ભય હોવા છતાં વેદીને તેના મૂળ સ્થાને જ બાંધી. તે પછી તેમણે સવારસાંજનાં નિયમિત બલિદાનો ચડાવવાનું ફરીથી ચાલુ કર્યું.


કારણ, અમે તો ગુલામ હતા, પણ અમારી ગુલામી અવસ્થામાં તમે અમને તજી દીધા નહિ. તમે ઇરાનના રાજાઓના મનમાં અમારા પ્રત્યે દયાભાવ ઉત્પન્‍ન કર્યો, એટલે તેમણે અમને જીવતદાન આપ્યું છે. તેમજ તમારા ખંડિયેર બની ગયેલા મંદિરને ફરીથી બાંધવાની પરવાનગી આપી છે, અને અમને યહૂદિયા તથા યરુશાલેમમાં સલામતી બક્ષી છે.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


“તું મારે માટે ઇઝરાયલીઓને ભેટ લાવવા જણાવ. દરેક માણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમારે સ્વીકારવું.


અને જેમના મનમાં આપવાની ઉત્કંઠા હતી તેઓ સૌ મુલાકાતમંડપ બનાવવા માટે પ્રભુ સમક્ષ અર્પણો લાવ્યા. સેવાકાર્ય તેમ જ યજ્ઞકારોનાં વસ્ત્રો બનાવવા તેઓ સર્વ જરૂરી વસ્તુઓ લાવ્યા.


પ્રભુએ મોશેને સોંપેલું કાર્ય કરવા માટે જેમના મનમાં આપવાની ઇચ્છા હતી તેવા સર્વ ઇઝરાયલીઓ રાજીખુશીથી પોતાનાં અર્પણો પ્રભુ પાસે લાવ્યા.


પવિત્ર મંડપની રચના માટે જે સર્વ અર્પણો ઇઝરાયલીઓ લાવ્યા હતા તે મોશેએ તેમને આપ્યાં. પણ ઇઝરાયલીઓએ તો દર સવારે મોશે પાસે અર્પણો લાવવાનું ચાલુ રાખ્યું.


જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે.


તેમણે જેટલું આપી શકાય તેટલું, બલ્કે, તેથી વિશેષ આપ્યું. હું એનો સાક્ષી છું.


કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે.


Lean sinn:

Sanasan


Sanasan