Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 10:8 - પવિત્ર બાઇબલ C.L.

8 અધિકારીઓ અને આગેવાનોના આ આદેશ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં નહિ આવે તેની માલમિલક્ત જપ્ત કરવામાં આવશે અને તેને જનસમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 સરદારોની તથા વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની સર્વ માલમિલકત જપ્ત કરવામાં આવશે, વળી તેને બંદીવાસવાળાઓના સમૂહમાંથી અલગ કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એમ જણાવ્યું કે સરદાર અને વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની બધી મિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંદીવાસવાળાઓના સમૂહમાંથી દૂર કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને ત્રણ દિવસમાં જે કોઇ આવી નહિ પહોચે તેની બધી માલમિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંધકોના સમૂહમાંથી દૂર કરવામાં આવશે આ આગેવાનો અને વડીલોનો નિર્ણય હતો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 10:8
14 Iomraidhean Croise  

યરુશાલેમ અને સમગ્ર યહૂદિયામાં જાહેરાત કરવામાં આવી કે દેશનિકાલમાંથી આવેલા બધા લોકોએ યરુશાલેમમાં એકઠા થવું.


ત્રણ દિવસમાં, નવમા માસની વીસમી તારીખે, યહૂદિયા અને બિન્યામીનના કુળપ્રદેશોના બધા માણસો યરુશાલેમના મંદિરના ચોકમાં એકઠા થયા. ભારે વરસાદ અને ગંભીર પ્રસંગને લીધે બધા લોક ધ્રૂજતા હતા.


જે કોઈ તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું અથવા સામ્રાજ્યના કાયદાનું પાલન ન કરે તેને તારે ફાંસી, દેશનિકાલ, મિલક્તની જપ્તી કે કેદની યથાયોગ્ય સજા કરવી.”


યોયાદા તો એલ્યાશીબ પ્રમુખ યજ્ઞકારનો પુત્ર હતો. પણ યોયાદાના એક પુત્રે બેથહોરોનવાસી સાનબાલ્લાટની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેથી મેં યોયાદાને યરુશાલેમમાંથી કાઢી મૂક્યો.


જ્યારે ઇઝરાયલી લોકોએ એ વાંચ્યું ત્યારે તેમણે સમાજમાંથી બધા વિદેશીઓને દૂર કર્યા.


“મને, પ્રભુને, કરેલું કોઈ બિનશરતી સમર્પણ, પછી તે માણસ, પ્રાણી કે જમીન હોય તો તેને પાછું વેચી કે ખરીદી શકાય નહિ; એ સંપૂર્ણ સમર્પિત છે.


હવે જો તે તેમનું પણ ન માને તો એ વાત મંડળીને જણાવ અને ત્યાર પછી જો તે મંડળીનું પણ ન માને તો તેને વિધર્મી કે નાકાદાર જેવો ગણ.


તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.


તેનાં માબાપ યહૂદી અધિકારીઓથી ડરતાં હોવાથી તેમણે એમ કહ્યું. કારણ, યહૂદી અધિકારીઓએ જે કોઈ ઈસુને મસીહ તરીકે સ્વીકારે તેનો ભજનસ્થાનમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.


તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “તું તો પૂરેપૂરો પાપમાં જનમ્યો અને ઊછર્યો છે, અને પાછો અમને શીખવે છે?” અને તેમણે તેને કાઢી મૂક્યો.


રૂપું, સોનું, તાંબુ કે લોખંડની બનેલી સર્વ વસ્તુઓ પ્રભુને માટે અલગ કરેલી છે અને તે પ્રભુના ભંડારમાં મૂકવાની છે.”


તેમણે તપાસ કરતાં કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી કોઈ એવું છે કે જે મિસ્પામાં પ્રભુ સમક્ષની સભામાં હાજર રહ્યું નહોતું?” (મિસ્પામાં આવે નહિ તેમને મારી નાખવાના તેમણે સોગન ખાધા હતા.)


તેણે બે બળદો લઇને તેમના ટુકડા કર્યા અને આવો સંદેશો લઈને ટુકડાઓ સાથે સંદેશકો મોકલ્યા, “જે કોઈ શાઉલ અને શમુએલની સાથે લડાઈમાં નહિ જાય તેમના બળદોની આવી દશા થશે.” ઇઝરાયલના લોકોને પ્રભુનો ભય લાગ્યો અને તેઓ સૌ એક મનના થઈને આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan