Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 આપણે આપણા ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા કરીએ કે આપણે આ સ્ત્રીઓ તથા તેમનાં બાળકોને તજી દઈશું. એટલે, તમે તથા ઈશ્વરથી ડરીને તેમની આજ્ઞાનું પાલન કરનાર અન્ય આગેવાનો જે સલાહ આપે તે પ્રમાણે કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મારા મુરબ્બીની, તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાંથી જન્મેલાં બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલકરાર કરીએ. નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હવે આપણે આપણા ઈશ્વર સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેઓથી જન્મેલા સંતાનો સાથે મૂકી દઈશું. અને અમે આ પ્રમાણે પ્રભુથી ડરીને તેમની સલાહ પ્રમાણે ચાલીશું. ઈશ્વરના નિયમનું પાલન થવું જ જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હવે આપણે આપણા દેવ સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેમના પુત્રો સાથે હાંકી કાઢીશું. અમે આ પ્રમાણે તમારી અને દેવથી ડરીને ચાલનારા બીજાઓની સલાહ પ્રમાણે કરીશું. દેવના નિયમનું પાલન થવું જ જોઇએ.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 10:3
25 Iomraidhean Croise  

યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા અને લોકોની પાસે પ્રભુની સાથે કરાર કરાવ્યો કે તેઓ પ્રભુના જ લોકો બની રહેશે; તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કરાવ્યો.


“પ્રભુનો આપણા પરનો કોપ શમી જાય તે માટે મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સાથે કરાર કરવાનો નિર્ણય કર્યો છે.


પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


“જાઓ, મારે માટે અને ઇઝરાયલ અને યહૂદિયામાં હજુ બાકી રહેલા લોકો માટે પ્રભુને પૂછો. આ પુસ્તકના શિક્ષણ વિષે તપાસ કરો. આપણા પૂર્વજોએ પ્રભુનો સંદેશ માન્યો નથી અને આ પુસ્તકમાં આપેલી આજ્ઞાઓ પ્રમાણે કર્યું નથી, તેથી પ્રભુ આપણા પર અત્યંત કોપાયમાન થયા છે.”


અને યરુશાલેમ તથા તેના લોકને શિક્ષા કરવાની મારી ધમકી સાંભળીને તેં પશ્ર્વાતાપ કર્યો છે અને પસ્તાવામાં તારાં વસ્ત્ર ફાડયાં છે અને મારી આગળ રુદન કરીને તું દીન થઈ ગયો છે, તેથી મેં તારી પ્રાર્થના સાંભળી છે,


હવે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ સમક્ષ તમારું પાપ કબૂલ કરો અને તેમની ઇચ્છા પ્રમાણે કરો. દેશના લોકોથી અને પરપ્રજાની સ્ત્રીઓથી અલગ થાઓ.”


આ બધાએ વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમનાથી તેમને બાળકો હતાં.


ત્રણ દિવસમાં, નવમા માસની વીસમી તારીખે, યહૂદિયા અને બિન્યામીનના કુળપ્રદેશોના બધા માણસો યરુશાલેમના મંદિરના ચોકમાં એકઠા થયા. ભારે વરસાદ અને ગંભીર પ્રસંગને લીધે બધા લોક ધ્રૂજતા હતા.


એ પ્રમાણે હું એમને એમ સાંજનાં બલિદાન ચડાવવાના સમય સુધી બેસી રહ્યો. દેશનિકાલમાંથી પાછા આવેલાઓએ કરેલા પાપ વિષે ઇઝરાયલના ઈશ્વરના વચનથી ગભરાયેલા બધા લોકો મારી આસપાસ એકઠા થઈ ગયા.


કરારમાં સૌ પ્રથમ સહી કરનાર હખાલ્યાનો પુત્ર રાજ્યપાલ નહેમ્યા હતો. તેના પછી સિદકિયાએ સહી કરી. નીચેના માણસોએ પણ સહીઓ કરી:


પ્રભુએ મોશે દ્વારા આપેલા નિયમશાસ્ત્ર પરથી તેમને એવું માલૂમ પડયું કે માંડવાપર્વના દિવસોમાં ઇઝરાયલીઓને માંડવાઓમાં રહેવાની આજ્ઞા અપાયેલી છે.


“આ જે સઘળું બન્યું છે તેને લીધે અમે ઇઝરાયલી લોકો લેખિતમાં ગંભીર પ્રતિજ્ઞા કરીએ છીએ, અને અમારા આગેવાનો, અમારા લેવીઓ અને અમારા યજ્ઞકારો તે પર પોતાની મહોર મારે છે.”


તમારી ધાકધમકીથી મારું શરીર થરથરે છે, અને તમારા ચુકાદાથી હું ડરું છું.


જ્યારે મેં મારા વર્તન વિષે વિચાર કર્યો, ત્યારે હું તમારાં સાક્ષ્યવચનો પ્રતિ વળ્યો છું.


વળી પ્રભુ કહે છે, “શું મેં મારે પોતાને હાથે જ એ સૌનું સર્જન કર્યું નથી? મારે કારણે જ તો તેઓ અસ્તિત્વ ધરાવે છે! તેથી મારા નિવાસ માટે તો હું જે ગરીબ અને નમ્ર દયનો છે અને મારાં વચનથી ધ્રૂજે છે તેની જ તરફ લક્ષ રાખીશ.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


તેને કહ્યું, “આખા યરુશાલેમમાં ફરી વળ અને તેમાં થતાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે જે માણસો નિસાસા નાખતા હોય અને ઝૂરતા હોય તે સર્વના કપાળ પર ચિહ્ન કર.”


તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે આજે જે કરાર શપથપૂર્વક કરવા માગે છે તે પાળવાની જવાબદારી સ્વીકારો;


પછી તેમણે ગિલ્ગાલની છાવણીમાં જઈને યહોશુઆને તથા ઇઝરાયલી માણસોને કહ્યું, “અમે દૂર દેશથી આવ્યા છીએ. તમે અમારી સાથે સંધિકરાર કરો.”


Lean sinn:

Sanasan


Sanasan