Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 10:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તેથી આપણા અધિકારીઓ યરુશાલેમમાં રહે અને આ સમગ્ર તપાસનો વહીવટ સંભાળે. ત્યાર પછી અમારામાંથી જેમણે પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ ઠરાવેલે સમયે પોતપોતાના નગરના ન્યાયાધીશો અને આગેવાનો સાથે યરુશાલેમમાં હાજર થાય. એ રીતે આ બાબતને લીધે આપણા પર આવેલો ઈશ્વરનો કોપ દૂર થઈ શકશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હવે અમારી સમગ્ર પ્રજાને માટે સરદારો ઠરાવવામાં આવે. તેઓ, અમારા નગરોમાંના જેઓ પરદેશી સ્ત્રીઓને પરણ્યા છે તે પ્રત્યેક નગરના વડીલો તથા તેના ન્યાયાધીશો એ સર્વ ઠરાવેલી મુદતે હાજર થાય કે, આ વાતનું નિરાકરણ થવાથી આપણા ઈશ્વરનો બળતો કોપ આપણા પરથી દૂર થાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 દરેક શહેરમાં અમારામાંના જેઓ અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, અમારા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે કે આ કારણે ભભૂકી ઊઠેલો ઈશ્વરનો કોપ આપણા પરથી દુર થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આપણા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે, અને દરેક શહેરમાં તમારામાંના જેઓ વિધર્મી સ્ત્રીઓને પરણ્યા છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, જ્યાં સુધી આપણા પરથી આ કારણે ભભૂકી ઊઠેલો દેવનો કોપ ઉતરી ન જાય.”

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 10:14
14 Iomraidhean Croise  

પણ મનાશ્શા રાજાનાં કાર્યોથી યહૂદિયા પર સળગી ઊઠેલો પ્રભુનો ભારે કોપ હજી શમી ગયો નહોતો.


મારું સાંભળો; આ કેદીઓ તો તમારાં ભાઈ-બહેનો છે. તેમને છોડી મૂકો, નહિ તો પ્રભુનો ઉગ્ર કોપ તમારા પર ઝળુંબી રહ્યો છે.”


“પ્રભુનો આપણા પરનો કોપ શમી જાય તે માટે મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સાથે કરાર કરવાનો નિર્ણય કર્યો છે.


તમે તેમના જેવા અક્કડ વલણના ન થાઓ; પણ પ્રભુને આધીન થાઓ. યરુશાલેમનું મંદિર જેને તમારા ઈશ્વર પ્રભુએ સદાને માટે પવિત્ર કર્યું છે ત્યાં આવો, અને તેમનું ભજન કરો કે જેથી તમારા પરનો તેમનો ઉગ્ર કોપ શમી જાય.


વળી, તેમણે કહ્યું, “લોકો ઘણા છે અને વરસાદ પુષ્કળ પડે છે. તેથી આ રીતે બહાર ખુલ્લામાં ઊભા રહી શકાય તેમ નથી. આ પાપ દૂર કરવાનું કામ એકબે દિવસનું નથી. કારણ, અમારામાંથી ઘણાએ આ મોટું પાપ કર્યું છે.


પણ માત્ર અસાહેલના પુત્ર યોનાથાને અને તિકવાના પુત્ર યાહઝયાએ એ વાતનો વિરોધ કર્યો. મશુલ્લામ તથા શાબ્બાથાય લેવીએ તેમને ટેકો આપ્યો.


છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ,


તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.


પૂરા વિનાશને માટે શાપિત થયેલી એમાંની કોઈ પણ વસ્તુ તમારે રાખી લેવી નહિ; કારણ, ત્યારે જ તમારા ઈશ્વર પ્રભુના કોપનું શમન થશે અને તે તમારા પર દયા કરશે. તે તમારા પ્રત્યે કરુણાળુ થશે અને તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી વંશવૃધિ કરશે.


અને લેવીકુળના યજ્ઞકારો અને તત્કાલીન ન્યાયાધીશ પાસે જઈને તમારો કેસ રજૂ કરવો. તેઓ એ કેસનો ચુકાદો આપશે.


તેમણે તેના પર પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. એ પછી પ્રભુનો કોપ શમ્યો. એટલા જ માટે આજે પણ તે આખોર (આફત)ની ખીણ તરીકે ઓળખાય છે.


Lean sinn:

Sanasan


Sanasan