Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 વૃદ્ધ પુરુષોની, યુવાનોની, યુવતીઓની, નાનાં બાળકોની અને સ્ત્રીઓની ક્તલ કરો. પણ કપાળ પરનાં ચિહ્નવાળા કોઈને અડકશો નહિ. અહીં મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વૃદ્ધ પુરુષોને, જુવાનોને તથા યુવતીઓને, ને નાનાં બાળકોને તથા સ્ત્રીઓને સંહારીને તેમનો નાશ કરો. પણ જે માણસ [ના કપાળ] પર ચિહ્‍ન હોય તેની નજીક તમે જતા નહિ. તમે મારા પવિત્રસ્થાનથી માંડીને શરૂઆત કરો.” ત્યારે તેઓએ [યહોવાના] મંદિર આગાળ જે વડીલો હતા તેમનાથી શરૂઆત કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો.” તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓ અને બાળકો સર્વનો સંહાર કરો; પણ જેઓના કપાળ પર નિશાની હોય તેવા કોઇને અડશો નહિ, મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 9:6
27 Iomraidhean Croise  

પ્રભુએ તેને કહ્યું, “એમ નહિ થાય. જે કોઈ વેરની વસૂલાત માટે કાઈનને મારી નાખશે તેને સાતગણી સખત સજા થશે.” કાઈનને કોઈ મારી નાખે નહિ તે માટે પ્રભુએ તેના પર ચિહ્ન મૂકાયું.


તેથી પ્રભુએ ખાલદીઓના રાજા દ્વારા તેમના પર ચડાઈ કરાવી. તેણે યહૂદિયાના જુવાનોને પ્રભુના મંદિરમાં જ મારી નાખ્યા અને યુવાન કે યુવતી અથવા વૃદ્ધ કે અશક્ત કોઈના પર દયા રાખી નહિ. ઈશ્વરે તેમને સૌને તેના હાથમાં સોંપી દીધા હતા.


પ્રભુ ઇજિપ્તીઓનો સંહાર કરવા ઇજિપ્ત દેશમાંથી પસાર થશે ત્યારે ઓતરંગ અને બન્‍ને બારસાખો પરનું રક્ત જોશે, અને તે તમારા બારણા પાસેથી પસાર થઈને વિનાશક દૂતને તમારા ઘરમાં પ્રવેશીને તમારો સંહાર કરવા દેશે નહિ.


આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ.


હું મારે નામે ઓળખાતા નગરથી જ વિનાશનો આરંભ કરું છું; તો પછી શું તમે એમ માનો છો કે તમે બચી જશો? તમે નહિ જ બચવા પામો. કારણ, પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર હું યુદ્ધ મોકલું છું. હું પ્રભુ પોતે આ બોલું છું.


તેથી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: “તમે પોતાની જાતને માટે એવી ભયાનક હાનિ કેમ વહોરી લો છો? શા માટે તમે તમારાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ધાવણાઓનો નાશ કરવા માંગો છો કે જેથી કોઈ કહેતાં કોઈ બચે નહિ?


ઇજિપ્ત દેશ જ્યાં તમે આશ્રય માટે આવ્યા છો ત્યાં અન્ય દેવોને ધૂપ ચડાવીને અને તમે ઘડેલી મૂર્તિઓથી મને શા માટે ક્રોધિત કરો છો? શા માટે તમે તમારો વિનાશ વહોરી લો છો અને પૃથ્વીની બધી પ્રજાઓમાં તમે શાપરૂપ અને નિંદાપાત્ર થવા માંગો છો?


તેથી પ્રભુ, હું તમારા કોપથી ભરપૂર છું અને એને શમાવી રાખીને હું ત્રાસી ગયો છું.” પછી પ્રભુએ મને કહ્યું, “તો પછી મારો કોપ શેરીમાં રમતાં બાળકો પર અને યુવાનોનાં ટોળાંઓ પર ઉતાર. પતિપત્ની, અબાલવૃદ્ધ સૌ તેનો ભોગ બનશે.


મોત આપણી બારીઓમાંથી આવી ચઢયું છે. તેણે આપણા કિલ્લાઓમાં પ્રવેશ કર્યો છે અને તેણે શેરીઓમાં બાળકોને અને ચોકમાં યુવાનોનો સંહાર કર્યો છે.


પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને પ્રભુના મંદિરના પૂર્વમુખી દરવાજે લઇ આવ્યો. એ દરવાજા પાસે પચીસ માણસો હતા. તેઓમાં મેં લોકોના બે આગેવાનો એટલે આઝઝુરના પુત્ર યાઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા.


તેને કહ્યું, “આખા યરુશાલેમમાં ફરી વળ અને તેમાં થતાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે જે માણસો નિસાસા નાખતા હોય અને ઝૂરતા હોય તે સર્વના કપાળ પર ચિહ્ન કર.”


ત્યાર પછી મેં ઈશ્વરને બાકીના બીજાઓને એમ કહેતા સાંભળ્યા, “તમે તેની પાછળ પાછળ નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો; કોઈને જીવતો જવા દેશો નહિ કે કોઈની પ્રત્યે દયા ખાશો નહિ.


પ્રભુ કહે છે, “પૃથ્વીની બધી પ્રજાઓમાંથી મેં માત્ર તમને જ પસંદ કરીને અપનાવ્યા છે. એ માટે હું તમને તમારાં સર્વ પાપની સજા કરીશ.”


“શેઠ તેની પાસે શાની અપેક્ષા રાખે છે તે જાણતો હોવા છતાં જે નોકર તૈયાર રહેતો નથી અને તેના શેઠની ઇચ્છા પ્રમાણે કરતો નથી, તેને ભારે શિક્ષા થશે.


તે સમયે આપણે તેનાં સર્વ નગરો જીતી લીધાં અને તે બધાં નગરોના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સુધાં સૌનો સંહાર કર્યો અને કોઈનેય જીવતું જવા દીધું નહિ.


હેશ્બોનના રાજા સિહોનનાં નગરોની જેમ એ બધાં નગરોનો તેમનાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત પૂરેપૂરો નાશ કર્યો.


“હું તેમના પર આફતોના ઢગલા ખડકીશ અને મારાં પૂરેપૂરાં તીર તેમના પર ફેંકીશ.


પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”


કારણ, એ જ લોકોએ સ્ત્રી સમાગમથી દૂર રહીને પોતાને શુદ્ધ રાખ્યા છે. તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેઓ તેની પાછળ જાય છે. માનવજાતમાંથી તેમને મૂલ્ય આપીને મુક્ત કરવામાં આવ્યા છે અને ઈશ્વરને તથા હલવાનને અર્પણ થનારાઓમાં તેઓ પ્રથમ છે.


“જ્યાં સુધી અમે આપણા ઈશ્વરના સેવકોના કપાળે મુદ્રા ન મારીએ ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે વૃક્ષો, કશાને નુક્સાન પહોંચાડશો નહિ.


તેમને ઘાસ, વૃક્ષો કે કોઈ છોડને નુક્સાન પહોંચાડવાની મના કરવામાં આવી હતી. માત્ર જેમના પર ઈશ્વરની મુદ્રા મારવામાં આવી નહોતી, તેમને જ તેમણે નુક્સાન પહોંચાડવાનું હતું.


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan