Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી મેં ઈશ્વરને મોટે અવાજે આમ કહેતા સાંભળ્યા, “હે નગરને સજા કરનારાઓ, તમારાં સંહારક શસ્ત્રો લઈને પાસે આવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી તેણે મોટે અવાજે મારા કાનમાં પોકાર્યું, “નગરના અધિકારીઓને પોતપોતાનાં વિનાશક શસ્ત્ર પોતાના હાથમાં લઈને પાસે આવવાનું કહે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી તેણે મોટા અવાજે મારા કાનમાં કહ્યું, “નગરના ચોકીદારો પોતપોતાનું વિનાશક શસ્ત્ર પોતાના હાથમાં લઈને પાસે આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યાર પછી તેણે મોટા અવાજે કહ્યું, “હે શહેરને સજા કરનારાઓ, તમારાં શસ્ત્રો લઇને આ બાજુ આવો.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 9:1
11 Iomraidhean Croise  

પછી તે તથા યહોનાદાબ બઆલને અર્પણો અને દહનબલિ ચઢાવવા મંદિરમાં ગયા. મંદિર બહાર તેણે એંસી માણસો ઊભા રાખ્યા હતા. તેણે તેમને સૂચના આપી હતી.” “તમારે આ બધા લોકોને મારી નાખવાના છે; જે કોઈ એમાંના કોઈને પણ છટકી દેવા જશે તો તે માટે તેણે પોતાના જીવની કિંમત ચૂકવવી પડશે.”


તેમણે યરુશાલેમનો નાશ કરવા દૂત મોકલ્યો. દૂત વિનાશ કરતો હતો ત્યારે એ જોઈને પ્રભુને અનુકંપા ઊપજી. લોકોનો વિનાશ કરતા દૂતને તેમણે કહ્યું, “બસ હવે, એ વિનાશ બંધ કર.” એ વખતે પ્રભુનો દૂત યબૂસી ઓર્નાનના ખળા પાસે ઊભો હતો.


પ્રભુ ઇજિપ્તીઓનો સંહાર કરવા ઇજિપ્ત દેશમાંથી પસાર થશે ત્યારે ઓતરંગ અને બન્‍ને બારસાખો પરનું રક્ત જોશે, અને તે તમારા બારણા પાસેથી પસાર થઈને વિનાશક દૂતને તમારા ઘરમાં પ્રવેશીને તમારો સંહાર કરવા દેશે નહિ.


ત્યારપછી મેં પ્રભુને આ પ્રમાણે કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારા સંદેશવાહક તરીકે કોણ જશે?” મેં જવાબ આપ્યો, “હું જઈશ, મને મોકલો.”


સિયોન તરફ માર્ગ દર્શાવતું નિશાન ઊભું કરો, વિના વિલંબે સલામત સ્થળે નાસી છૂટો; કારણ, હું પ્રભુ તમારા પર ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ લાવું છું.


યરુશાલેમનો વિનાશ કરવા ઈશ્વર આવ્યા હતા ત્યારે જે દર્શન મને થયું હતું તેવું એ દર્શન હતું. તેવું જ દર્શન મેં કબાર નદીને કાંઠે પણ નિહાળ્યું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.


તેણે મોટે અવાજે પોકાર્યું, “ઈશ્વરનો ડર રાખો, અને તેમની મહાનતાની પ્રશંસા કરો! કારણ, તે માનવજાતનો ન્યાય કરે એ સમય આવી પહોંચ્યો છે. આકાશ, પૃથ્વી, સમુદ્ર અને ઝરણાંના સર્જનહારની ભક્તિ કરો.”


Lean sinn:

Sanasan


Sanasan