Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 8:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ લોકો શું કરે છે તે તું જુએ છે? મારે મારા પવિત્રસ્થાનથી દૂર જતા રહેવું પડે એ માટે ઇઝરાયલના લોકો અહીં આ ભારે ધિક્કારપાત્ર કાર્યો કરે છે. છતાં હજુ તું આના કરતાંય વધારે ધૃણાસ્પદ કૃત્યો જોશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેઓ શું કરે છે તે તું જુએ છે કે? એટલે હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તે મતલબથી ઇઝરાયલના લોકો જે ભારે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું [જુએ છે કે] ? હજી પણ બીજાં એથી વિશેષ ધિક્કારપાત્ર કૃત્યો તારા જોવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તે લોકો શું કરે છે તે તેં જોયું? હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તેથી ઇઝરાયલીઓ જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે. પણ તું ફરશે અને આનાથી પણ વધુ અધમ કૃત્યો જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એ લોકો શું કરે છે તે તમે જોયું? અહીં ઇસ્રાએલીઓ જે અધમ કૃત્યો કરે છે તેને લીધે હું મારા મંદિરમાંથી દૂરને દૂર થતો જાઉં છું. પણ તમે આનાથી પણ વધુ અધમ કૃત્યો જોવા પામશો.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 8:6
32 Iomraidhean Croise  

ત્યાં તેણે તેમને સંબોધન કર્યું. તેણે કહ્યું, “હે લેવીઓ, મારું સાંભળો; તમારી જાતને શુદ્ધ કરો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના મંદિરને શુદ્ધ કરો. મંદિરને અશુદ્ધ કરનારી સઘળી વસ્તુઓ તેમાંથી દૂર કરો.


શિલોહમાંના પોતાના નિવાસસ્થાનને અને માણસો વચ્ચેના તેમના મંડપને તેમણે તજી દીધો.


હવે હું ભરસભામાં સજાપાત્ર ઠર્યો છું; સમાજમાં પૂરેપૂરો બદનામ થયો છું.”


મારા શત્રુઓ મારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા તે વિષે પ્રભુએ મને જાણ કરી ત્યારે જ મને તેમનાં દુષ્કૃત્યોની સમજ પડી.


પ્રભુ કહે છે, “અરે, સંદેશવાહકો અને યજ્ઞકારો પણ ભ્રષ્ટ બન્યા છે; અરે, મારા પોતાના મંદિરમાં જ મેં તેમને દુષ્ટતા આચરતા પકડયા છે.


તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.”


પછી યોશિયા રાજાના સમયમાં પ્રભુએ મને કહ્યું, “પેલી બેવફા સ્ત્રી ઇઝરાયલે આચરેલાં ભ્રષ્ટ કામો તેં જોયાં છે ને? તેણે મારો ત્યાગ કર્યો છે અને દરેક લીલા વૃક્ષ નીચે તેણે વેશ્યાગીરી આચરી છે.


એને બદલે, તેમણે તો મારે નામે ઓળખાતા મંદિરમાં તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ સ્થાપીને તેને ભ્રષ્ટ કર્યું છે;


યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું શું કરે છે, એ તું જોતો નથી?


પ્રભુ કહે છે, ‘યહૂદિયાના લોકોએ દુષ્ટ કાર્ય કર્યું છે; હું જેની સખત ઘૃણા કરું છું તેવી મૂર્તિઓને મારા મંદિરમાં સ્થાપીને તેમણે તેને અપવિત્ર કર્યું છે.


ત્યાર પછી પ્રભુનું તેજોમય ગૌરવ મંદિરના ઉંબરેથી ઊપડીને કરુબો પર થંભ્યું.


હું જોઇ રહ્યો હતો તેવામાં કરુબો પોતાની પાંખો પ્રસારીને જમીનથી ઊંચે ચઢયાં અને પૈડાં પણ તેમની સાથે જમીનથી ઊંચે ઊંચક્યા. તેઓ પ્રભુના મંદિરના પૂર્વ તરફના દરવાજાના પ્રવેશદ્વાર પાસે થંભ્યા અને તેમના ઉપર ઇઝરાયલના પ્રભુનું ગૌરવ બિરાજેલું હતું.


પછી કરુબોએ પોતાની પાંખો પ્રસારી. પૈડાં પણ તેમની સાથે ઊંચે ગયાં અને ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ તેમની ઉપર બિરાજેલું હતું.


પ્રભુનું ગૌરવ યરુશાલેમ નગરમાંથી ઊપડીને પૂર્વ બાજુએ આવેલાં પર્વત પર થંભ્યું.


આથી તું ઇઝરાયલી લોકને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પાપથી પાછા ફરો, તમારી ઘૃણિત મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારાં ધિક્કારપાત્ર કૃત્યોથી વિમુખ થાઓ.


ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર ગુજારતો હોય, લૂંટફાટ કરતો હોય, દેવાદારની ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો ન હોય, પરદેશીઓની મૂર્તિઓનું ધ્યાન કરતો હોય અને ઘૃણિત કાર્યો કરતો હોય,


એ રાજાઓએ મારા ઉંબર સામે તેમના ઉંબર અને મારી બારસાખ સામે તેમના મહેલની બારસાખ ઊભાં કર્યાં હતાં. જેથી મારી અને તેમની વચ્ચે માત્ર એક દીવાલ જ હતી. તેમણે પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો વડે મારા પવિત્ર નામને કલંક લગાડયું હતું અને તેથી મારા રોષમાં મેં તેમનો સંહાર કર્યો હતો.


તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું આ બધું ધ્યાન દઈને નોંધી રાખ.”


હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સોગંદ ખાઈને કહું છું કે તારી સર્વ ધૃણાજનક વસ્તુઓ અને તારાં સર્વ ધિક્કારપાત્ર કાર્યોથી તેં મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યુ છે, તેથી હું પણ તને કાપી નાખીશ. મારી આંખ તારા પ્રત્યે દરગુજર કરશે નહિ અને હું જરાયે દયા દાખવીશ નહિ.


વળી, તેમણે કહ્યું, “તું તેમને આનાથીયે અધિક ધૃણાસ્પદ કૃત્યો કરતાં જોશે.”


પછી તે મને પ્રભુના મંદિરના ઉત્તરના દરવાજાના પ્રવેશદ્વારે લાવ્યો. મેં જોયું તો સ્ત્રીઓ ત્યાં તામ્મૂઝ દેવતાના મૃત્યુ માટે વિલાપ કરતી હતી.


પછી તે મને બહારના પ્રાંગણના પ્રવેશદ્વાર પાસે લાવ્યો. મેં જોયું તો દીવાલમાં એક બાકોરું હતું.


તેમણે મને કહ્યું, “અંદર જઈને જો કે તેઓ ત્યાં કેવાં દુષ્ટ અને ધિક્કારપાત્ર કૃત્યો કરે છે.”


તેઓ પોતાનાં ઘેટાં અને ઢોરઢાંકનો બલિ પ્રભુને ચડાવે છે, પણ એથી તેમને કંઈ લાભ થતો નથી. તેઓ ઈશ્વરને શોધી શક્તા નથી; કારણ, ઈશ્વરે તેમને તજી દીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan