Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 8:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ત્યાં ઇઝરાયલી લોકના સિત્તેર આગેવાનો ઊભા હતા. તેમની સાથે શાફાનનો પુત્ર યાઝાન્યા ઊભો હતો. દરેકના હાથમાં પોતાની ધૂપદાની હતી, તેમાંથી ધૂપનો ઘૂમાડો ઉપર ચઢતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓની આગળ ઇઝરાયલ લોકોના વડીલોમાંના સિત્તેર માણસો ઊભેલા હતા, ને તેઓની સાથે શાફાનનો પુત્ર યાઝનિયા ઊભો હતો, ને દરેક માણસના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી. અને ધૂપના ગોટેગોટા [નીકળતા હતા] , અને તેની વાસ બધે પ્રસરતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઇઝરાયલના સિત્તેર વડીલો ત્યાં હતા, શાફાનનો દીકરો યાઝનિયા તેઓની મધ્યે હતો. તેઓ બધા પ્રતિમાની આગળ ઊભા હતા, દરેકના હાથમાં પોતાની ધૂપદાનીઓ હતી જેથી ધૂપના ગોટેગોટા ઉપર ઊડતા હતા અને તેની સુગંધ બધે પ્રસરતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 શાફાનનો પુત્ર યાઅઝાન્યા તથા ઇસ્રાએલના 70 વડીલો ત્યાં ઊભા હતા. દેરકની પાસે ધૂપદાનીઓ હતી, તેથી તેઓનાં માથા પર ધૂપના ગોટેગોટા ઉડતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 8:11
31 Iomraidhean Croise  

તેણે હિલકિયા યજ્ઞકારને, શાફાનના પુત્ર અહીકામને, મીખાયાના પુત્ર આખ્બોરને, મંત્રી શાફાનને અને રાજાના સેવક અસાયાને આવો આદેશ આપ્યો:


હિલકિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયા યરુશાલેમમાં નવા વસવાટમાં રહેતી હુલ્દા નામની સંદેશવાહિકા પાસે પૂછપરછ કરવા ગયા. (હાર્હાસના પુત્ર તિકવાનો પુત્ર શાલ્લૂમ તેનો પતિ હતો; તે મંદિરમાં ઝભ્ભાઓને લગતું કામ સંભાળતો હતો.) તેમણે તેને સઘળી વાત જણાવી.


યોશિયા રાજાએ તેના અમલના અઢારમા વર્ષમાં મશૂલ્લામના પુત્ર અસાલિયાના પુત્ર શાફાન મંત્રીને આવા આદેશ સાથે મંદિરમાં મોકલ્યો:


રાજમંત્રી શાફાને મુખ્ય યજ્ઞકાર હિલકિયાને રાજાનો આદેશ જણાવ્યો. હિલકિયાએ તેને જણાવ્યું કે તેને મંદિરમાંથી નિયમનું પુસ્તક જડયું છે. હિલકિયાએ તેને એ પુસ્તક આપ્યું, એટલે શાફાને તે વાંચ્યું.


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો અને જેમને બેબિલોન લઈ જવામાં ન આવ્યા તે બધાને તેની દેખરેખ હેઠળ મૂક્યા.


ઉઝિયા રાજા બળવાન બન્યો એટલે તે ઘમંડી બન્યો અને તેથી એનું પતન થયું. પોતાના ઈશ્વર પ્રભુ પ્રત્યે સાચી નિષ્ઠાને અભાવે તેણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપવેદી પર ધૂપ બાળ્યો અને એમ તેના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કર્યો.


ઉઝિયા પ્રભુના મંદિરમાં ધૂપવેદી પાસે હાથમાં ધૂપપાત્ર લઈ ઊભો હતો. તેને યજ્ઞકારો પર ક્રોધ ચઢયો, અને યજ્ઞકારોના દેખતાં જ તેના કપાળમાં એકદમ કોઢ ફૂટી નીકળ્યો.


તેણે હિલકિયાને, શાફાનના પુત્ર અહિકામને, મિખાયાના પુત્ર આબ્દોનને, રાજમંત્રી શાફાનને અને રાજાના અનુચર અસાયાને આવો આદેશ આપ્યો:


પ્રભુએ મોશેને કહ્યું, “તું, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંથી સિત્તેર આગેવાનો મારી પાસે ઉપર આવો. તમે આવો, ત્યારે થોડે દૂર રહીને ભક્તિપૂર્વક નમન કરો.


મોશે, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંના સિત્તેર આગેવાનો પર્વત પર ગયા; અને તેમણે ઇઝરાયલના ઈશ્વરને જોયા.


સુથાર લાકડાનું ગરુના રંગથી માપ લે છે. તે દોરીથી મૂર્તિની રૂપરેખા દોરે છે. પછી ફરસીથી તેને કોતરી કાઢે છે. એ પછી પોતાના ઓજારની મદદથી તેને માણસનો આકાર આપે છે. એટલે દેવાલયમાં મૂકવા માટે માણસના રૂપમાં મૂર્તિ તૈયાર થાય છે.


પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “જા, અને કુંભાર પાસેથી એક કૂજો ખરીદ કર અને પછી લોકોના કેટલાક આગેવાનો અને કેટલાક પીઢ યજ્ઞકારોને સાથે લઈને


કારણ, એ લોકોએ મારો ત્યાગ કર્યો છે અને તેઓ તથા તેમના પૂર્વજો તથા યહૂદિયાના રાજાઓ જાણતા નહોતા એવા અન્ય દેવોને ધૂપ ચડાવીને આ સ્થાનને ભ્રષ્ટ કર્યું છે. તેમણે આ સ્થળને નિર્દોષ લોકોના રક્તથી ભરી દીધું છે.


પણ યહોયાકીમ રાજાએ આખ્બોરના પુત્ર એલ્નાથાનને બીજા માણસો સાથે ઇજિપ્ત મોકલ્યો.


પણ શાફાનના પુત્ર અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા માટે લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.”


યહૂદિયાના રાજા સિદકિયાએ શાફાનના પુત્ર એલઆસા અને હિલકિયાના પુત્ર ગમાર્યાને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે મોકલ્યા ત્યારે તેમની મારફતે યર્મિયાએ પત્ર મોકલ્યો. પત્રની વિગત આ પ્રમાણે છે:


બારૂખે તેમની આગળ પ્રભુના મંદિરમાં યર્મિયાના સંદેશાઓ વીંટામાંથી વાંચી સંભળાવ્યા. રાજમંત્રી શાફાનના પુત્ર ગમાર્યાના ઓરડામાં લોકોના સાંભળતા તેણે એ વાંચન કર્યું. આ ઓરડો મંદિરના નવા દરવાજા પાસે ઉપરના ચોકમાં આવેલો હતો.


“તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને તમામ લોકોએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં જે ધૂપ ચડાવ્યો તેની શું પ્રભુને જાણ નહોતી કે શું તે તેમના ધ્યાન બહાર હતું એવું તમે માનો છો?


તેથી હું અમીરવર્ગના લોકો પાસે જઈને વાત કરીશ. તેમને તો પ્રભુના માર્ગની જાણ હશે અને ઈશ્વરની અપેક્ષા વિષે ખબર હશે. પણ જોયું તો, તેઓ સૌએ ઈશ્વરના નિયમની ઝુંસરી ભાંગી નાખી છે અને તેમની સાથેના કરારનાં બંધનો તોડી નાખ્યાં છે.


ત્યાં બેબિલોનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. આ પ્રમાણે યહૂદિયાના લોકો બંદી થઈને બેબિલોનમાં દેશનિકાલ કરાયા.


તમે ચોરી, ખૂન અને વ્યભિચાર કરો છો, જૂઠા સોગંદ ખાઓ છો, બઆલ દેવને ધૂપ ચડાવો છો અને અજાણ્યા દેવોની પૂજા કરો છો.


દેશનિકાલના સાતમા વર્ષના પાંચમા માસને દસમે દિવસે ઇઝરાયલના કેટલાક આગેવાનો પ્રભુની ઇચ્છા જાણવા માટે આવીને મારી સામે બેઠા.


તેથી હું અંદર ગયો અને જોયું તો ચારેય બાજુ દીવાલો પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓનાં, અન્ય અશુદ્ધ પશુઓનાં અને ઇઝરાયલીઓની સર્વ મૂર્તિઓનાં ચિત્રો કોતરેલાં હતાં.


વૃદ્ધ પુરુષોની, યુવાનોની, યુવતીઓની, નાનાં બાળકોની અને સ્ત્રીઓની ક્તલ કરો. પણ કપાળ પરનાં ચિહ્નવાળા કોઈને અડકશો નહિ. અહીં મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.


હે પ્રભુ, અમારા રાજાઓ, શાસકો અને પૂર્વજોએ શરમજનક કૃત્યો કરીને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.


પ્રભુએ મોશેને કહ્યું, “તું જેમને લોકોના વડીલો અને આગેવાનો તરીકે ઓળખે છે એવા ઇઝરાયલી લોકોના સિત્તેર વડીલોને એકત્ર કર અને તેમને મારા મુલાકાતમંડપ આગળ લઈ આવ અને ત્યાં તારી પાસે તેઓ ઊભા રહે.


ત્યાર પછી પ્રભુ વાદળમાં ઊતરી આવ્યા અને મોશે સાથે વાત કરી. તેમણે મોશેને આપેલો આત્મા સિત્તેર આગેવાનો સાથે પણ વહેંચ્યો. આત્મા તેમના પર ઊતર્યો એટલે તેઓ સંદેશવાહકની જેમ પ્રવચન કરવા લાગ્યા; પણ લાંબા સમય સુધી તેમણે એમ કર્યું નહિ.


તમારામાંના દરેકે પોતાની ધૂપદાની લાવવી, તેમાં ધૂપ નાખવો. પોતાની ધૂપદાની એટલે અઢીસો ધૂપદાની પ્રભુ સંમુખ લાવવી. તું તથા આરોન પણ પોતપોતાની ધૂપદાની લાવો.”


ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


એ પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને પસંદ કર્યા અને પોતે જે જે શહેર કે ગામ જવાના હતા, ત્યાં તેમણે પોતાની અગાઉ તેમને બબ્બેની જોડીમાં મોકલી આપ્યા.


Lean sinn:

Sanasan


Sanasan