Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 7:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુ પરમેશ્વર કહે છે, “તારા ઉપર આફત પર આફત આવી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પ્રભુ યહોવા કહે છે, “આફત, એક જ આફત; જો, તે આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે: આફત! આફત પછી આફત! જુઓ તે આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવા મારા માલિકના આ વચન છે: “એક પછી એક આફત આવી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 7:5
15 Iomraidhean Croise  

આપત્તિ પાપીઓનો પીછો કરે છે, પણ નેકજનોને સુખ સાંપડે છે.


સાત સાત વાર પછાડ ખાધા પછી પણ નેકજન ફરી ઊભો થાય છે, પણ દુષ્ટો તો એક જ વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.


મેં ચોકીદારે જવાબ આપ્યો, “સવાર આવે છે. રાત પણ ફરીથી આવશે. જો તમારે ફરીથી પૂછવું હોય તો પાછા આવીને પૂછજો.”


તું કહેજે, હે યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમ- વાસીઓ, પ્રભુનો સંદેશ સાંભળો! ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ સ્થળ પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ તે વિષે સાંભળશે તેના કાન ઝણઝણશે.


તારાં તિરસ્કારપાત્ર કૃત્યોને હું તને એવી સજા કરીશ કે જેવી મેં પહેલાં કોઈને કરી નથી ને હવે પછી કરવાનો નથી.


સમય આવ્યો છે. દિવસ આવી પહોંચ્યો છે. ખરીદનાર હરખાઈ જવાના નથી કે વેચનાર દુ:ખી થવાના નથી, કારણ, મારો કોપ સર્વ પર એક્સરખો ઊતરશે.


“હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે.


અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.


પ્રભુનો દિવસ, એવો દિવસ કે જ્યારે સર્વસમર્થ વિનાશ લાવશે, તે નજીક છે. એ દિવસ કેવી ભયંકરતા લાવશે!


પ્રભુ કહે છે, “પૃથ્વીની બધી પ્રજાઓમાંથી મેં માત્ર તમને જ પસંદ કરીને અપનાવ્યા છે. એ માટે હું તમને તમારાં સર્વ પાપની સજા કરીશ.”


તમે પ્રભુની વિરુદ્ધ તરકટ રચો છો? તે તમારો નાશ કરી નાખશે. કોઈ તેમનો એકથી વધુ વખત વિરોધ કરી શકતું નથી.


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


કારણ, પૃથ્વીના આરંભથી આજ દિન સુધીમાં કદી ન પડી હોય એવી ભયંકર એ વિપત્તિ હશે અને એવી વિપત્તિ ફરી કદી આવશે પણ નહિ.


વેર મારે વાળવાનું છે, બદલો મારે લેવાનો છે. હું રાહ જોઉં છું, તેમની પડતીના સમયનો, એમની આપત્તિનો દિવસ આવી પહોંચ્યો છે, તેમના પર આફત સત્વરે ઊતરશે.”


Lean sinn:

Sanasan


Sanasan