Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 7:24 - પવિત્ર બાઇબલ C.L.

24 હું અધમમાં અધમ પ્રજાઓને લાવીશ, અને તેઓ તેમનાં ઘરો પચાવી પાડશે. હું બળવાનોનો ગર્વ ઉતારી પાડીશ અને હું તેમનાં પવિત્રસ્થાનોને ભ્રષ્ટ કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 એથી સૌથી અધમ પરદેશીઓને હુ લાવીશ, ને તેઓ તેઓનાં ઘરોના માલિક થશે. હું બળવાનોનો ગર્વ પણ ઉતારીશ. અને તેમનાં પવિત્રસ્થાનોને ભ્રષ્ટ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેથી હું સૌથી દુષ્ટ પ્રજાને લાવીશ, તેઓ આ લોકોનાં ઘર પર કબજો કરશે. હું બળવાનોના ઘમંડનો અંત લાવીશ, તેઓનાં પવિત્રસ્થાનો ભ્રષ્ટ કરવામાં આવશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 હું દુષ્ટમાં દુષ્ટ પ્રજાઓને અહીં લઇ આવીશ અને તેમને આ લોકોનાં ઘર પડાવી લેવા દઇશ. હું બળવાનોનો ઘમંડ ઉતારીશ અને તેમનાં મંદિરો ષ્ટ કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 7:24
18 Iomraidhean Croise  

આમ, યોસેફે ઇજિપ્તની જમીનની બાબતમાં એવો નિયમ દાખલ કરી દીધો કે ફેરોને ફસલનો પાંચમો ભાગ આપવો; અને એ નિયમ આજ સુધી ચાલુ છે.


તેથી ઈશ્વરે વિધર્મી પ્રજાઓને તેમના પર વિજય પામવા દીધો અને તેમના વૈરીઓએ તેમના પર શાસન કર્યું.


તેમણે તમારા મંદિરને આગ લગાડીને જમીનદોસ્ત કર્યું, અને તમારા નામના નિવાસસ્થાનને અભડાવ્યું.


તેમણે કહ્યું હતું. “ચાલો, આપણે ઈશ્વરના ગૌચરપ્રદેશ ઇઝરાયલને કબજે કરી લઈએ.


મૃત્યુલોક શેઓલની તેમને માટેની ભૂખ વધી ગઈ છે, અને તેણે પોતાનું મોં પૂરેપૂરું ખોલ્યું છે. તે યરુશાલેમના પ્રતિષ્ઠિત માણસોને અને મિજબાનીની ધમાચકડીમાં ગુલતાન થયેલા સમુદાયને ઓહિયાં કરી જાય છે.


વેરાનપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં થઈને વિનાશકો ચઢી આવ્યા છે. સમગ્ર દેશનો નાશ કરવા મેં યુદ્ધ લાદયું છે અને કોઈ કહેતાં કોઈને શાંતિ નથી.


મેં તમને વારસા તરીકે આપેલ દેશ તમારે તજી દેવો પડશે અને અજાણ્યા દેશમાં હું તમારી પાસે તમારા શત્રુઓની સેવા કરાવીશ. કારણ, તમે મારો કોપાગ્નિ સળગાવ્યો છે અને તે સતત સળગતો રહેશે.”


ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.


તેમનાં ઘરો અરે, તેમનાં ખેતરો અને પત્નીઓ પણ બીજાને સોંપી દેવાશે; કારણ, આ દેશના રહેવાસીઓ પર હું મારો હાથ ઉગામવાનો છું. હું પ્રભુ એ કહું છું.


અમારો દેશ પારકાઓના હાથમાં ગયો છે અમારાં ઘરોમાં પરદેશીઓ રહે છે.


“હે મનુષ્યપુત્ર, યરુશાલેમ તરફ તારું મુખ ફેરવ, લોકોનાં પૂજાસ્થાનો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.


હું તમારા પર મારો કોપ રેડીશ અને મારો ક્રોધાગ્નિ વરસાવીશ. હિંસાખોર અને ક્રૂર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ.


તું ઇઝરાયલીઓને આ સંદેશ આપ: ‘પ્રભુ પરમેશ્વર કહે છે કે તમને મંદિરની મજબૂતી માટે ગર્વ છે, તે તમારી આંખોને પ્રિય છે, અને તમે તેની મુલાકાતની ઝંખના રાખો છો. પણ એ મંદિરને હું અશુદ્ધ કરીશ. તમારાં જે પુત્રપુત્રીઓને તમે યરુશાલેમમાં છોડી આવ્યા છો તે યુદ્ધમાં માર્યાં જશે.


તેથી હું તારા પર આક્રમણ કરવા અત્યંત નિર્દય એવી વિદેશી પ્રજાઓને લઈ આવીશ. તેઓ તારા કૌશલ્યથી મેળવેલી સમૃદ્ધિ પર તેઓ તલવાર ચલાવશે અને તારા વૈભવને વીંધી નાખશે.


હું આખા દેશને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ. જેનો તેમને ઘમંડ હતો તે દેશની સમૃદ્ધિનો અંત આવશે અને ઇઝરાયલના પહાડો એવા તો વેરાન થઇ જશે કે ત્યાંથી કોઇ પસાર થઇ શકશે નહિ.


તેમની સંપત્તિ લૂંટી લેવાશે, અને તેમનાં ઘર તોડી પડાશે. પોતે બાંધેલાં ઘરોમાં તેઓ ન તો રહી શકશે, ન તો પોતે રોપેલી દ્રાક્ષવાડીનો દ્રાક્ષાસવ પી શકશે.”


Lean sinn:

Sanasan


Sanasan