Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 7:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેકી દેશે અને સોનું કથીર બની જશે. પ્રભુના કોપના દિવસે તેમનું સોનુરૂપું તેમને ઉગારી શકશે નહિ. તેનાથી નથી તેમની ભૂખ મટવાની કે નથી તેમનું પેટ ધરાવાનું; બલ્કે, તેમના દુરાચાર માટે એ સોનુરૂપું જ તેમને માટે ઠોકરરૂપ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેઓ પોતાનું રૂપુ રસ્તાઓમાં ફેંકી દેશે ને તેમનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ પડશે. યહોવાના કોપને દિવસે તેઓનું [સોનુંરૂપું] તેમને દુરાચરણ [કરાવનાર] ઠોકરરૂપ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓ પોતાનું ચાંદી શેરીઓમાં ફેંકી દેશે અને તેઓનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ જશે. કેમ કે યહોવાહના કોપને દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ. તેઓનાં જીવનો બચશે નહિ. તેઓ પોતાનાં પેટ પણ ભરી શકશે નહિ, કેમ કે તેઓના અન્યાય તેઓને ઠોકરરૂપ થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તમારા નાણાં, તમારું સોનું અને ચાંદી વિષ્ટાની જેમ રસ્તા ઉપર ફેંકી દો. કારણ યહોવાના કોપને દિવસે તે તમારો બચાવ કરશે નહિ, તે તમારી ભૂખ સંતોષસે નહિ, કે તેનાથી કોઇનું પેટ ભરાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 7:19
21 Iomraidhean Croise  

પેલા માણસો છેક યર્દન સુધી ગયા અને નાસી છૂટતી વખતે અરામીઓએ રસ્તે પડતાં મૂકેલાં વસ્ત્રો અને સાધન- સરંજામ તેમણે જોયાં. પછી તેમણે આવીને રાજાને અહેવાલ આપ્યો.


ભ્રષ્ટાચારથી ભેગા કરેલા ધનથી ભલું થતું નથી, પણ નેકી મૃત્યુના મુખમાંથી ઉગારી શકે છે.


કોપને સમયે દોલત કશા કામમાં આવતી નથી, પણ નેકી જ માણસને મૃત્યુમાંથી ઉગારે છે.


પૈસા પર પ્રેમ રાખનારો કદી પૈસાથી સંતુષ્ટ થતો નથી. ધનસંપત્તિ પર પ્રેમ રાખનાર તેની સમૃદ્ધિથી તૃપ્ત થતો નથી.


તે સમયે માણસો હાથે ઘડેલી પોતાની સોનાચાંદીની મૂર્તિઓ ફેંકી દેશે અને તેમને ખંડિયેરોમાં છછુંદર અને ચામાચિડિયાની પાસે તજી દેશે.


તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓને અશુદ્ધ ગણી ગંદા ચીંથરાની જેમ ફેંકી દેશો. તમે બૂમ પાડશો, “મારાથી દૂર થા!”


જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.


આપણું ચળકતું સોનું કેવું ઝાંખું પડયું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! મંદિરના પથ્થરો રસ્તાઓ પર વેરવિખેર પડેલા છે.


પ્રભુને દિવસે ઇઝરાયલીઓ યુદ્ધમાં ટકી શકે તે માટે કોટમાં પડેલાં ગાબડાં પૂરવા તે ત્યાં ગયા નથી.


જ્યારે કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલમાં રહેનાર કોઈ પરદેશી મારાથી વિમુખ થઈને પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પોતાને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે પૂછપરછ કરવા જાય તો હું પ્રભુ જાતે તેને ઉત્તર આપીશ.


તે દિવસ એટલે પ્રભુનો દિવસ આવ્યો છે. તે વાદળાંથી ઘેરાયેલો દિવસ છે, પ્રજાઓને માટે સંકટનો દિવસ છે.


તેમણે ઇઝરાયલના લોકો માટે મૂર્તિઓની પૂજા કરી હતી અને એમ તેમને પાપમાં દોર્યા હતા, તેથી હું પ્રભુ પરમેશ્વર શપથપૂર્વક જણાવું છું કે એ રીતે તેમણે તેમની દુષ્ટતા માટે સજા ભોગવવી પડશે.


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


સમસ્ત માનવજાત અને પશુઓ, પક્ષીઓ અને માછલાંનો નાશ કરીશ. હું દુષ્ટોનું પતન થવા દઇશ. હું સમસ્ત માનવજાતનો નાશ કરીશ અને કોઈ બચી જશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


અને દાવિદ કહે છે: “તેમની મિજબાનીઓ તેમને માટે જાળ તથા ફાંદારૂપ બનો. તેમને માટે તે ઠોકરનું કારણ અને સજારૂપ બનો.


Lean sinn:

Sanasan


Sanasan