Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 7:13 - પવિત્ર બાઇબલ C.L.

13 વેચનાર વેચી નાખેલી વસ્તુ પાછી મેળવવા જીવવાનો નથી, કારણ પ્રભુનો કોપ સૌ પર એક્સરખો ઊતરનાર છે. દુષ્ટો બચી શકવાના નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે વેચનાર તે વેચાયેલી ભૂમિ પર પાછો આવશે નહિ, જો કે તેઓ બન્ને હજી જીવતા હશે તોપણ, કેમ કે સંદર્શન તેઓના આખા સમુદાય વિષે છે, કોઈ પાછો આવશે નહિ; અને કોઈ પોતાના અધર્મથી પોતાનું જીવન સાર્થક કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 વેચનાર પોતાના વેચાયેલા સ્થળે પાછો આવશે નહિ, જોકે તેઓ બંને જીવતા હશે તોપણ, કેમ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરશે નહિ, કોઈ માણસ પોતાના પાપમાં પોતાનું જીવન સાર્થક કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 રણશિંગાના વર્ષમાં જ્યારે પાછા આવવાનો સમય થશે ત્યારે પોતે જીવતો હશે તોપણ વેચનાર પોતાના સ્થળે પાછો નહિ આવે. કારણ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરવાના નથી. કોઇ માનવીનું જીવન તેણે કરેલા અનિષ્ટોને કારણે બચશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 7:13
11 Iomraidhean Croise  

એસ્તેરને મેં તેની માલમિલક્ત સોંપી દીધી છે. પણ રાજાના નામે અને તેમની મુદ્રિકાથી મહોર મારી બહાર પાડેલો હુકમ કદી બદલી શક્તો નથી. છતાં મારા નામે અને મારી મહોર મારી તમને યોગ્ય લાગે તેવી સૂચનાઓ યહૂદીઓને મોકલી આપો.”


કારણ, એણે ઈશ્વરની સામે હાથ ઉપાડયો છે; એણે સર્વસમર્થ ઈશ્વરને પડકાર્યા છે.


“આ માણસને જુઓ; જેણે ઈશ્વરને પોતાના આશ્રય ન બનાવ્યા, પરંતુ પોતાના વિપુલ ધન પર ભરોસો રાખ્યો, અને પોતાની દુષ્ટતામાં સલામતી શોધી તે એ છે.”


પોતાના નીકળતા પ્રાણને રોકવાની કોઈ મનુષ્યની તાક્ત નથી અથવા તે પોતાના મૃત્યુના દિવસને પાછો ઠેલી શક્તો નથી. એ યુદ્ધમાંથી કોઈને છુટકારો મળતો નથી. છેતરપિંડી કરીને ય કોઈ એનાથી છટકી શકતું નથી.


પરંતુ હું પ્રભુ પરમેશ્વર જે કહેવાનું હશે તે કહીશ, અને હું જે સંદેશ આપીશ તે વિના વિલંબે ફળીભૂત થશે. ઓ બંડખોર લોકો, પ્રભુ પરમેશ્વર કહે છે કે હું જે કહીશ તે તમારા પોતાના જીવનકાળ દરમિયાન પૂરું કરી બતાવીશ.”


તેથી તેમને કહે કે પ્રભુ પરમેશ્વર, આમ કહે છે: મારો એકપણ સંદેશ પૂર્ણ થવામાં વિલંબ થશે નહિ. હું કહું તે પ્રમાણે નિ:સંદેહ થશે જ. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.”


જે લોકોને હું દુ:ખી કરવા માંગતો નથી એવા નેક માણસોનાં મન તમે તમારાં જૂઠાણાથી દુભાવ્યાં છે. દુષ્ટો પોતાના દુરાચરણથી પાછા ફરીને બચી ન જાય તે માટે તમે તેમના દુરાચારને પ્રોત્સાહન આપો છો.


“આ વર્ષે વેચવામાં આવેલી મિલક્ત પોતાના મૂળ માલિકને પાછી મળે.


કોટ વગરનાં ગામડાંનાં ઘરો તો ખેતર જેવાં જ ગણાય. મૂળ માલિકને તે ફરીથી ખરીદવાનો હક્ક કાયમ રહે અને ઋણમુક્તિના વર્ષમાં તો તે પાછું મૂળ માલિકને મળે.


Lean sinn:

Sanasan


Sanasan