Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 6:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મને યાદ કરશે અને મારાથી ફરી ગયેલાં તેમનાં હૃદયથી તથા તેઓની મૂર્તિઓની પાછળ મોહિત થતી આંખોથી મારું હૃદય દુઃખી થશે. પોતે સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્ટતા તેઓએ કરી છે તેને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અને પછી તેઓ વિદેશી પ્રજાઓમાં વેરવિખેર થઇ દેશવટો ભોગવશે. ત્યાં તેઓ મને યાદ કરશે અને તેમને સમજાશે કે તેમના હૃદયો દગાબાજ નીવડી મૂર્તિઓ ઉપર મોહી પડ્યા હતાં તેથી તેમને શરમાવવા માટે મેં તેમને સજા કરી હતી. આમ, પોતે કરેલાં ધૃણાજનક કૃત્યો બદલ તેમને પોતાના પર તિરસ્કાર થશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 6:9
37 Iomraidhean Croise  

આહાઝ રાજા સમ્રાટ તિગ્લાથ પિલેસેરને મળવા દમાસ્ક્સ ગયો ત્યારે તેણે ત્યાં એક વેદી જોઈ અને તેણે વેદીની ઝીણાંમાં ઝીણી વિગતોવાળી આબેહૂબ પ્રતિકૃતિ યજ્ઞકાર ઉરિયાને મોકલી આપી.


તેથી મારા શબ્દોને લીધે મને મારા પર નફરત થાય છે, અને ધૂળ તથા રાખમાં બેસીને શોક કરું છું.”


બેબિલોનમાં નદીઓને કાંઠે અમે બેઠા; ત્યારે સિયોનની યાદ આવી જતાં અમે રડી પડયા.


તેમણે કેટલીવાર રણપ્રદેશમાં ઈશ્વર સામે વિદ્રોહ કર્યો, અને વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરને દુ:ખી કર્યા!


તેં પૈસા ખર્ચીને મારે માટે ધૂપ વેચાતું લીધું નથી અને તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી. એને બદલે, તેં તો તારા પાપનો બોજ મારા પર મૂક્યો છે અને તારા અન્યાયોથી મને ત્રાસ પમાડયો છે.


તેમણે તેમની વિરુદ્ધ બળવો કર્યો અને તેમના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો. તેથી પ્રભુ પોતે જ તેમના દુશ્મન બનીને તેમની જ વિરુદ્ધ લડયા.


અમે સૌ અશુદ્ધ બન્યા છીએ અને અમારાં સારાં કામો પણ રજ:સ્વલા સ્ત્રીનાં ગંદા ચીંથરાં જેવાં છે. અમારા પાપને લીધે અમે સુકાઈને ચીમળાઈ ગયેલા અને પવનથી ઘસડાઈ જતા પાંદડાં જેવા છીએ.


યશાયાએ જવાબ આપ્યો, “હે દાવિદના વંશજો, સાંભળો! તમે માણસની ધીરજ ખૂટી જાય એવું કરો છો એ બસ નથી કે હવે તમે ઈશ્વરની પણ ધીરજ ખૂટી જાય તેમ કરશો?


માત્ર કબુલ કર કે તું દોષિત છે અને તારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ તેં પાપ કર્યું છે તથા દરેક લીલા વૃક્ષ નીચે પારકા દેવો સાથે તેં વ્યભિચાર કર્યો છે અને મારી વાણી સાંભળી નથી.”


પછી યોશિયા રાજાના સમયમાં પ્રભુએ મને કહ્યું, “પેલી બેવફા સ્ત્રી ઇઝરાયલે આચરેલાં ભ્રષ્ટ કામો તેં જોયાં છે ને? તેણે મારો ત્યાગ કર્યો છે અને દરેક લીલા વૃક્ષ નીચે તેણે વેશ્યાગીરી આચરી છે.


પ્રભુ કહે છે, “તમે સંહારથી બચી ગયા છો, માટે હવે નાસી છૂટો. રાહ જોશો નહિ. તમે વતનથી દૂર છો છતાં મને તમારા પ્રભુને અને યરુશાલેમને યાદ કરો.


પરંતુ હું તેઓમાંથી થોડાકને તલવાર, દુકાળ ને રોગચાળામાંથી બચાવી લઇશ; જેથી જે પ્રજાઓમાં જઇને વસવાટ કરે ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કબૂલ કરે અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


તારા બાળપણમાં મેં તારી સાથે કરેલો વર્તાવ તું વીસરી ગઇ છે અને તારાં કૃત્યોથી મને રોષ ચડાવ્યો છે. તેથી હું પણ તને તારાં કૃત્યોનો બદલો આપીશ. તેં તો તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત આ લંપટતા પણ આચરી છે. હું પ્રભુ પરમેશ્વર આ કહું છું.”


ત્યારે તને તારાં આચરણ યાદ આવશે અને જ્યારે તું તારી મોટી અને નાની બહેનને પાછી અપનાવીશ ત્યારે તું શરમાશે. તારી સાથે કરેલા કરારનો ભાગ ન હોવા છતાં હું તારી બહેનોને તારી પુત્રીઓના રૂપમાં તને પાછી મેળવી આપીશ.


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


કારણ, તેમણે મારા આદેશોનો અમલ કર્યો નથી, મારા નિયમોનો અનાદર કર્યો છે, સાબ્બાથના દિવસોને ભ્રષ્ટ કર્યા છે અને તેમની મીટ તેમના પૂર્વજોની મૂર્તિઓની પૂજામાં મંડાયેલી છે.


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


ત્યારે કેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા હતા તે તમને યાદ આવશે. તમે કરેલાં દુષ્કર્મોને કારણે તમને તમારી જાત પ્રત્યે ઘૃણા પેદા થશે.


મેં તેમને કહ્યું હતું કે, તમે જેમનું ધ્યાન ધર્યું છે એ ધિક્કારપાત્ર મૂર્તિઓને ફેંકી દો ને ઇજિપ્તની મૂર્તિઓથી પોતાને અશુદ્ધ ન કરો, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


અન્ય પ્રજાઓની સાથે સાથે તું પણ વ્યભિચારી બની; એટલે કે તેમની મૂર્તિઓથી તારી જાતને ભ્રષ્ટ કરી છે, તેથી એ બધું તારા પર વીતવાનું છે.


“એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું.


ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું અને મેં કહ્યું હતું કે, ‘હું તમારા ઉપર આ આપત્તિ લાવીશ.’ ત્યારે એ કેવળ પોકળ ધમકી નહોતી.”


જેઓ બચી જશે તેઓ ગભરાટમાં નાસી છૂટેલાં ખીણનાં પારેવાંની જેમ પર્વતો પર ભાગી છૂટશે. તેઓ સૌ પોતાનાં પાપને લીધે વિલાપમાં ઝૂરશે.


હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.


તેથી અનાજથી ભરેલું ગાડું કચડી નાખે તેમ હું તેમને કચડી નાખીશ.


જે મૂર્તિઓ અને પવિત્ર સ્તંભોની તમે પૂજા કરો છો તેમને હું તોડી પાડીશ. હવે પછી તમે હાથે ઘડેલી વસ્તુઓની પૂજા કરશો નહિ.


જો કે મેં તેમને પ્રજાઓ મધ્યે વિખેરી નાખ્યા છે, છતાં દૂર દૂર સ્થાનોમાંથી તેઓ મારું સ્મરણ કરશે. તેઓ અને તેમનાં સંતાન બચી જશે અને સાથે મળીને વતનમાં પાછા ફરશે.


એ કિનારી જોઈને તમને મારી બધી આજ્ઞાઓ યાદ આવશે અને તમે તેમનું પાલન કરશો અને તમારા મનની દુર્વાસના અને આંખોની લાલસાથી પ્રેરાઈને બેવફાઈથી અન્ય દેવોને અનુસરવાનું તમારું વલણ અટકશે.


તેમની આંખો વાસનાથી ભરેલી છે, અને પાપ કરતાં ધરાતી નથી. તેઓ નબળા મનના માણસોને સકંજામાં સપડાવે છે. તેમનાં હૃદયો લોભથી રીઢાં થઈ ગયાં છે. તેઓ ઈશ્વરના શાપ નીચે છે.


Lean sinn:

Sanasan


Sanasan