Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તમારા વસવાટનાં બધાં નગરો ઉજ્જડ કરી મુકાશે, તમારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો ખંડિયેર બનાવવામાં આવશે, તમારી યજ્ઞવેદીઓ ભાંગી નખાશે, તમારી મૂર્તિઓ તોડી નાખવામાં આવશે. તમારી ધૂપવેદીઓના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે, તમારા હાથની બધી કૃતિઓની હસ્તી મિટાવી દેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમારા સર્વ નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી મૂકવામાં આવશે, અને ઉચ્ચસ્થાનોનો નાશ થશે, જેથી તમારી વેદીઓ વેરાન થઈને ઉજ્જડ થશે, ને તમારી મૂર્તિઓ ભાંગી નાખીને તેમનો અંત આવશે, ને તમારી સૂર્યની મૂર્તિઓ કાપી નાખવામાં આવશે, ને તમારા બાંધકામોનો નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમારા નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી દેવામાં આવશે અને ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે, જેથી તમારી વેદીઓનો દુર્વ્યય કરીને ઉજ્જડ કરવામાં આવે. પછી તેઓને ભાંગી નાખવામાં આવે અને તેઓનો અંત આવે, તમારાં સ્તંભો કાપી નાખવામાં આવે અને તમારા કાર્યોનો નાશ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ઇસ્રાએલના સર્વ નગરોને ખંડિયેર બનાવી દેવામાં આવશે અને તમારા મૂર્તિપૂજાના થાનકોને ભોંયભેંગા કરવામાં આવશે; તમામ વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખવામાં આવશે અને ધુપદાનીઓને તોડી નાખવામાં આવશે; તમારી એકેએક વસ્તુનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 6:6
38 Iomraidhean Croise  

તેમણે જુઠ્ઠા દેવોની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં અને ડુંગરો પર તેમ જ હરિયાળાં વૃક્ષો નીચે પથ્થરના સ્તંભો ઊભા કર્યા અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી


તેમને ઘડનારા તેમ જ તેમના પર ભરોસો રાખનારા સર્વ હાથે ઘડેલી મૂર્તિઓ જેવા વ્યર્થ થશે.


બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.


તે સમયે માણસો હાથે ઘડેલી પોતાની સોનાચાંદીની મૂર્તિઓ ફેંકી દેશે અને તેમને ખંડિયેરોમાં છછુંદર અને ચામાચિડિયાની પાસે તજી દેશે.


તેથી આ જ રીતે યાકોબના અપરાધનું પ્રાયશ્ર્વિત થશે અને તેમના પાપનિવારણનું આવું પરિણામ આવશે: ઇઝરાયલ બધી વેદીઓ તોડી પાડશે અને તેમના પથ્થરો જાણે ચાકના પથ્થરો હોય તેવો તેમનો બારીક ભૂક્કો કરી નાખશે. અશેરાની મૂર્તિઓ અને ધૂપવેદીઓમાંથી એક કહેતાં એકે ય ઊભી રહેવા દેવાશે નહિ.


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે.


અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે!


તેઓ તેની સામે સિંહોની જેમ ધૂરકે છે અને તેમણે તેની ભૂમિને ઉજ્જડ બનાવી દીધી છે તેનાં નગરો ખંડેર અને વસતીહીન બનાવી દીધાં છે.


જુઓ, હું તેમને આજ્ઞા કરીને આ નગર પર આક્રમણ કરવા પાછા લાવીશ. તેઓ તેના પર હુમલો કરશે, અને નગરને જીતી લઈને બાળી નાખશે. યહૂદિયાનાં નગરોને હું વેરાન અને નિર્જન બનાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


તે પ્રતિમાઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો વિનાશ થશે.


હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે.


પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”


સાચે જ સિયોનનગરમાંથી વિલાપનો મોટો અવાજ સંભળાય છે: “આપણો કેવો નાશ થયો છે, આપણે કેવા લજ્જિત થયા છીએ! આપણે આ દેશ તજવો પડશે. કારણ, આપણા આવાસો તોડી પાડયા છે.”


આ દેશના બધા લોકોને કહે કે, ઇઝરાયલ દેશમાં વસતા યરુશાલેમના સર્વ લોકો વિષે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેઓ બીતાં બીતાં ખોરાક ખાશે અને કંપતાં કંપતાં પાણી પીશે. દેશના રહેવાસીઓના અત્યાચારને લીધે તેમનો નાશ કરાશે અને દેશને ઉજ્જડ કરવામાં આવશે.


હું તને તેમના હાથમાં સોંપી દઇશ અને તેઓ તારી મૂર્તિપૂજાનાં સ્થાનકો અને વ્યભિચારના ચોતરા તોડી પાડશે. તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે, તારા અલંકારો લઇ લેશે અને તને સાવ નાગી ઉઘાડી છોડી દેશે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું નોફમાંની મૂર્તિઓનો અને તેની પ્રતિમાઓનો નાશ કરીશ. ઇજિપ્તમાં કોઈ શાસક નહિ હોય અને હું આખા દેશને ભયભીત બનાવીશ.


હું તારાં નગરોને ખેદાનમેદાન કરી નાખીશ અને તું ઉજ્જડ થઇ જશે ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.


હું તને ખંડિયેર બનાવી દઈશ, અને તને તારી આસપાસની પ્રજાઓમાં અને તારી પાસે થઈને જનારા સર્વની દષ્ટિમાં નિંદાપાત્ર બનાવી દઈશ.


તમારી યજ્ઞવેદીઓ અને તમારી ધૂપવેદીઓ તોડી પાડવામાં આવશે. હું તમારા ક્તલ થયેલા માણસોને તમારી મૂર્તિઓ આગળ ફેંકી દઈશ.


તમારી મધ્યે કત્લેઆમ ચાલશે ત્યારે જેઓ બચી જશે તેઓ કબૂલ કરશે કે હું પ્રભુ છું.


તેમનાં હૃદયો કપટી છે, અને હવે પોતાનાં પાપ માટે તેમણે સહન કરવું પડશે. ઈશ્વર તેમની વેદીઓ તોડી પાડશે અને તેમના પૂજાસ્તંભોનો નાશ કરશે.


ઇઝરાયલના લોકોનાં મૂર્તિપૂજાનાં તમામ ભૂંડા ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને હાંક મારશે, “અમને સંતાડો!” અને ટેકરીઓને વિનવશે, “અમને ઢાંકી દો!”


હું તમારાં ટેકરીઓ પરનાં ભક્તિસ્થાનોનો નાશ કરીશ, તમારી ધૂપવેદીઓ તોડી પાડીશ અને તમારી મૂર્તિઓના ભંગાર પર તમારાં શબ ફેંકીશ. હું તમારો ધિક્કાર કરીશ.


અને હું તમારાં નગરોને ખંડિયેર બનાવી દઈશ. હું તમારાં ઉચ્ચ ભક્તિસ્થાનોનો વિનાશ કરીશ અને તમારાં અર્પણોની સુવાસથી હું પ્રસન્‍ન થઈશ નહિ.


તેની સર્વ મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી દેવાશે અને તેના મંદિરમાં આવેલી બધી ભેટો આગમાં બાળી નંખાશે. હું તેની બધી મૂર્તિઓનો વિનાશ કરીશ. એ બધી વેશ્યાના વેતનથી મેળવવામાં આવી હતી અને વેશ્યાના વેતન તરીકે જ તે ખતમ થશે.


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


જે મૂર્તિઓ અને પવિત્ર સ્તંભોની તમે પૂજા કરો છો તેમને હું તોડી પાડીશ. હવે પછી તમે હાથે ઘડેલી વસ્તુઓની પૂજા કરશો નહિ.


મૂર્તિઓ શા ક્મની છે? એ તો માત્ર માણસના હાથની કૃતિ જ છે. તે માત્ર જૂઠું જ શીખવે છે. કંઈ બોલી ન શકે એવા મૂંગા દેવ પર ભરોસો રાખવાથી તેમના બનાવનારને શો લાભ થાય છે?


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


તે સમયે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન ભૂંસી નાખીશ, અને તે પછી કોઈ તેમનું સ્મરણ નહિ કરે. સંદેશવાહક હોવાનો દાવો કરનારાઓને હું મારી સંમુખથી દૂર કરીશ અને મૂર્તિપૂજાની ઇચ્છા દૂર કરીશ.


પછીના દિવસે વહેલી સવારે તેમણે જોયું કે દાગોનની મૂર્તિ ફરીથી પ્રભુની કરારપેટીની સમક્ષ જમીન પર ઊંધી પડેલી હતી. તેનું માથું અને તેના બંને હાથ ભાંગીને બારણાના ઉંબરા પર પડયા હતા; માત્ર ધડ બાકી રહ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan