હઝકિયેલ 6:13 - પવિત્ર બાઇબલ C.L.13 તેમની મૂર્તિઓની વચ્ચે અને વેદીઓની આસપાસ, એકેએક ડુંગર ઉપર, એકેએક પર્વતના શિખર ઉપર, એકેએક લીલાવૃક્ષ નીચે, એકેએક ઘટાદાર મસ્તગીવૃક્ષ, જ્યાંજ્યાં તેઓ પોતાની મૂર્તિઓ આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં ત્યાં મૃતદેહો વેરવિખેર પડેલા હશે, ત્યારે તેઓ બધાં જાણશે કે હું પ્રભુ છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જ્યારે તેઓના કતલ થયેલા માણસો દરેક ડુંગર પર, પર્વતોના દરેક શિખેરો પર, દરેક લીલા વૃક્ષ નીચે, તથા દરેક ઘટાદાર એલોનવૃક્ષ નીચે, એટલે જે જે જગાએ તેઓ પોતાની સર્વ મૂર્તિઓની આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં, તેઓની વેદીઓની આસપાસ તેઓની મૂર્તિઓની સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જ્યારે તેઓના કતલ થયેલા માણસો તમારી મધ્યે, દરેક ઊંચી ટેકરી પર, પર્વતનાં શિખરો પર, દરેક લીલા વૃક્ષ નીચે તથા ઘટાદાર એલોન વૃક્ષ નીચે, એટલે જે જગાએ તેઓ પોતાની મૂર્તિઓ આગળ સૂગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં તેઓની વેદીઓની આજુબાજુ તેઓની મૂર્તિઓ સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું. Faic an caibideilપવિત્ર બાઈબલ13 મૂર્તિઓની ફરતે વેદીઓની આસપાસ એકેએક પર્વતની ટોચ પર, એકેએક ઘટાદાર ઝાડ નીચે, એકેએક વૃક્ષ નીચે, ટૂંકમાં જ્યાં જ્યાં તેઓ મૂર્તિને બલિ ચઢાવે છે ત્યાં ત્યાં તેમના કપાઇને પડેલા મડદાં રઝળશે. Faic an caibideil |
તેણે કહ્યું: “હે મનુષ્યપુત્ર, આ મારા રાજ્યાસનનું સ્થાન છે, આ મારું પાયાસન છે. હું અહીં ઇઝરાયલી લોકો મધ્યે સદાસર્વદા નિવાસ કરીશ, અને તેમના પર સદાસર્વદા શાસન કરીશ. હવે પછી ઇઝરાયલી લોકો કે તેમના રાજાઓ કદી પણ અન્ય દેવોની પૂજા કરીને મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ. તેઓ તેમના રાજાઓના મૃતદેહો પર અહીં સ્મારક રચી ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ.