Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 5:17 - પવિત્ર બાઇબલ C.L.

17 હું તારા ઉપર દુકાળ અને હિંસક પશુઓ મોકલીશ, તેઓ તારાં સંતાનોને ખાઈ જશે. હું તારો સંહાર કરવા તારા પર રોગચાળો, હિંસા અને યુદ્ધ મોકલીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હું તમારા પર દુકાળ તથા હિંસક શ્વાપદો મોકલીશ, ને તેઓ તને પરિવારહીન કરી નાખશે; અને તારા ઉપર મરકી તથા ખૂનરેજી ફરી વળશે. ને હું તારા પર તરવાર લાવીશ; હું યહોવા એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હું તમારી સામે દુકાળ તથા આફત મોકલીશ, કે જેથી તમે નિ:સંતાન રહો. મરકી તથા રક્તપાત તારા પર ફરી વળશે, હું તારા પર તલવાર લાવીશ. હું યહોવાહ આ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હું તમારી સામે દુકાળને અને જંગલી પશુઓને મોકલીશ, તેથી તમારા પર મોત અને ખૂનરેજી ફરી વળશે; તમે મારી તરવારનો ભોગ બનશો, આ હું યહોવા બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 5:17
28 Iomraidhean Croise  

એ લોકોએ ત્યાં પોતાના પ્રથમ વસવાટ વખતે પ્રભુની ઉપાસના કરી નહિ અને તેથી પ્રભુએ સિંહો મોકલીને તેમનામાંથી કેટલાકને મારી નાખ્યા.


હું તેમને એક જ વર્ષમાં હાંકી કાઢીશ નહિ; જો હું એવું કરું તો તો દેશ ઉજ્જડ થઈ જાય અને તમારી સામે હિંસક પશુઓ ખૂબ વધી જાય.


મેં તેમને માટે ચાર બાબતો નક્કી કરી છે: સંહારને માટે તલવાર, શબ તાણી જવા કૂતરાં, અને તેમનો ભક્ષ કરવા અને નાશ કરવા ગીધડાં અને જંગલી પશુઓ.


અથવા હું એ દેશમાં હિંસક પશુઓને મોકલું કે તેઓ દેશને વસતીહીન અને વેરાન બનાવી દે અને હિંસક પશુઓને લીધે કોઈ માણસ તે દેશમાં થઇને મુસાફરી કરી શકે નહિ;


અથવા હું તે દેશમાં રોગચાળો મોકલું અને મારો રોષ તે પર ઠાલવીને તેનાં જનજનાવરનો સંહાર કરું,


વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ.


એના સૈન્યના શ્રેષ્ઠ યોદ્ધાઓ લડાઇમાં માર્યા જશે અને બચી ગયેલાઓ ચારે દિશામાં વિખેરાઇ જશે, ત્યારે તમે જાણશો કે હું પ્રભુ એ બોલ્યો છું.”


ત્યારે દેશનાં સર્વ વૃક્ષો જાણશે કે હું પ્રભુ છું. હું જ ઊંચાં વૃક્ષોને નીચાં ને નીચાં વૃક્ષોને ઊંચાં બનાવું છું. હું લીલાં વૃક્ષોને સૂકવી નાખું છું ને સૂકાં વૃક્ષોને ખીલવું છું. હું પ્રભુ આ બોલ્યો છું અને હું તે પાર પાડું છું.”


ઇઝરાયલ દેશને ચેતવણી આપ કે પ્રભુ આમ કહે છે: હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી કાઢીશ ને તારામાંના સૌનો સંહાર કરીશ.


તમે અગ્નિમાં બળતણરૂપ થઈ જશો. તમારા જ દેશમાં તમારું રક્ત રેડાશે. તમને હવે પછી કોઈ યાદ પણ કરશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.”


હું તારી ખબર લઇ નાખીશ ત્યારે તારી હિંમત અને તારું બાહુબળ ટકી રહેશે ખરાં? હું પ્રભુ એ બોલ્યો છું અને હું તે પાર પાડીશ.


ટોળું ભલે તેમના પર પથ્થરમારો કરે, તેમના પર તલવારથી હુમલો કરે, તેમનાં બાળકોને મારી નાખે અને તેમનાં ઘરોને સળગાવી મૂકે.


હું ફક્ત ઉઘાડો ખડક રહેવા દઈશ. તેના ઉપર માછીમારો પોતાની જાળો સૂકવશે. તું ફરીથી બંધાઈશ નહિ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


હું તારે ત્યાં રોગચાળો મોકલીશ અને તારી શેરીઓમાં કત્લેઆમ ચલાવીશ. ચારે બાજુથી તારા પર આક્રમણ થશે અને તારાં માણસો માર્યા જશે ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.”


હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને ઇજિપ્તને દુષ્ટોના કબજામાં સોંપી દઈશ. પરદેશીઓ આખા દેશને ખેદાનમેદાન કરી નાખશે, હું, પ્રભુ, એ બોલ્યો છું.”


“તેમને કહે કે પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે જેઓ ઇઝરાયલનાં ઉજ્જડ નગરોમાં વસે છે તેઓ તલવારથી મરશે, અને જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડશે, જેઓ પર્વતો અને ગુફાઓમાં છુપાયા હશે તેઓ રોગચાળાથી માર્યા જશે.


હું તમારામાં મારો આત્મા મૂકીશ એટલે તમે જીવતા થશો અને હું તમને તમારા પોતાના દેશમાં વસાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. મેં એ કરવાનું વચન આપ્યું છે અને હું તે પાળીશ.” પ્રભુ પરમેશ્વર પોતે એ બોલ્યા છે.


હું તેને રોગચાળાથી અને રક્તપાતથી સજા કરીશ. હું તેના પર, તેના સૈન્ય પર અને તેની સાથેની અનેક પ્રજાઓ ઉપર ધોધમાર વરસાદ, કરા, આગ અને ગંધક વરસાવીશ.


હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે.


હું તને નષ્ટ કરવા માટે એ પ્રજાઓ પર પણ દુકાળનાં ઘાતક તીર ચલાવીશ, એમ હું દુકાળ ફેલાવીશ અને તારો અનાજનો પુરવઠો કાપી નાખીશ.


મને પ્રભુનો સંદેશ મળ્યો,


દૂર રહેનારા રોગચાળાથી, પાસે રહેનારા તલવારથી અને જેઓ બચીને રહી જવા પામશે તેઓ દુષ્કાળથી માર્યા જશે. આ પ્રમાણે હું તેમના ઉપર મારો ક્રોધ શમાવીશ.


હું તમારી મધ્યે જંગલી પ્રાણીઓ મોકલીશ. તેઓ તમારાં બાળકોને મારી નાખશે, તમારાં ઢોરનો નાશ કરશે અને બહુ થોડા જ લોકો બચી જશે. એથી તમારા રાજમાર્ગો વેરાન બની જશે.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


તેઓ ભૂખમરાથી અને કારમા દુકાળથી વિનાશ પામશે; તેઓ ભયાનક રોગોથી મૃત્યુ પામશે. તેમને ફાડી ખાવાને હું જંગલી પશુઓ મોકલીશ, અને કરડવાને ઝેરી સાપો મોકલીશ.


મેં જોયું તો ફિક્કા રંગનો એક ઘોડો હતો. તેના સવારનું નામ “મૃત્યુ” હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલ્યું જતું હતું. પૃથ્વી પરના લોકોના ચોથા ભાગને લડાઈ, દુકાળ, રોગચાળો અને જંગલી પ્રાણીઓ દ્વારા મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan