Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 5:14 - પવિત્ર બાઇબલ C.L.

14 હું તને ખંડિયેર બનાવી દઈશ, અને તને તારી આસપાસની પ્રજાઓમાં અને તારી પાસે થઈને જનારા સર્વની દષ્ટિમાં નિંદાપાત્ર બનાવી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 વળી તારી આસપાસની પ્રજાઓમાં પાસે થઈને સર્વ જનારાની નજરમાં હું તને વેરાન તથા મહેણારૂપ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તારી આસપાસની પ્રજાઓ પાસે થઈને જનારાની નજરમાં હું તને વેરાન તથા નિંદારૂપ કરી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 દેવ કહે છે, “હું તમને ખંડિયેરનો ઢગલો બનાવી દઇશ અને આસપાસની પ્રજાઓ અને જતાઆવતા લોકો તમારી હાંસી ઉડાવશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 5:14
24 Iomraidhean Croise  

પણ હવે મેં તેમને કહ્યું, “આપણે કેવા ભારે સંકટમાં છીએ તે તમે જાણો છો; એટલે કે યરુશાલેમ ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ અગ્નિથી બાળી નાખવામાં આવ્યા છે. ચાલો, આપણે શહેરનો કોટ ફરીથી બાંધીએ અને આપણી નામોશી દૂર કરીએ.


અને હું આ નગરનો એવો કરુણ અંજામ લાવીશ કે તેની પાસેથી પસાર થનાર લોકો તેની દશા જોઈને આઘાત પામશે અને હાહાકાર કરશે;


અને તમારા પર કાયમી કલંક અને નિરંતર અપમાન લાવીશ અને તે કદી ભૂલાશે નહિ.”


વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.”


પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે.


યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે.


કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે.


વસ્તીવાળાં નગરો ઉજ્જડ બનાવી દેવાશે અને આખો દેશ વેરાન બની જશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


આજે તો અદોમની પુત્રીઓ અને તેની પડોશની પલિસ્તીઓની પુત્રીઓ તારી હાંસી ઉડાવે છે અને તારી આસપાસના સર્વ લોકો તને ધિક્કારે છે.


તેં કરેલાં ખૂનો માટે તું દોષિત છે અને તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયેલ છે; એટલે, તારા વિનાશનો સમય આવી પહોંચ્યો છે. તેથી મેં તેને બધી પ્રજાઓની દષ્ટિમાં નિંદાપાત્ર અને સર્વ દેશની દષ્ટિમાં હાંસીપાત્ર બનાવ્યું છે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “તું તારી બહેનના પ્યાલામાંથી પીશે. તે પ્યાલો મોટો અને ઊંડો છે. એમાં જે ઘણુંબધું ભરેલું છે તેને લીધે બધાં તારી હાંસી કરશે અને તારી મજાક ઉડાવશે.


હું આખા દેશને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ. જેનો તેમને ઘમંડ હતો તે દેશની સમૃદ્ધિનો અંત આવશે અને ઇઝરાયલના પહાડો એવા તો વેરાન થઇ જશે કે ત્યાંથી કોઇ પસાર થઇ શકશે નહિ.


જે ખેતરો તેમાં થઈને આવજા કરનાર સૌની દષ્ટિમાં પડતર અને વેરાન દેખાતાં હતાં ત્યાં ફરીથી ખેડાણ થશે.


તમારા વસવાટનાં બધાં નગરો ઉજ્જડ કરી મુકાશે, તમારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો ખંડિયેર બનાવવામાં આવશે, તમારી યજ્ઞવેદીઓ ભાંગી નખાશે, તમારી મૂર્તિઓ તોડી નાખવામાં આવશે. તમારી ધૂપવેદીઓના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે, તમારા હાથની બધી કૃતિઓની હસ્તી મિટાવી દેવાશે.


તમે ભૂતકાળમાં અમારું રક્ષણ કર્યું છે, એટલે હવે યરુશાલેમ પર તમારો ક્રોધ જારી રાખશો નહિ. તે તો તમારું શહેર, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપને લીધે અને અમારા પૂર્વજોની દુષ્ટતાને લીધે આસપાસના દેશોના લોકો યરુશાલેમ તથા તમારા લોકો તરફ તિરસ્કારપૂર્વક જુએ છે.


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


જે સર્વ દેશોમાં તમે વેરવિખેર થઈ જશો તેમના લોકોમાં તમારી દશા જોઈને હાહાકાર મચી જશે. તેઓ તમારી ઠઠ્ઠા-મશ્કરી અને નિંદા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan