Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 5:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સોગંદ ખાઈને કહું છું કે તારી સર્વ ધૃણાજનક વસ્તુઓ અને તારાં સર્વ ધિક્કારપાત્ર કાર્યોથી તેં મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યુ છે, તેથી હું પણ તને કાપી નાખીશ. મારી આંખ તારા પ્રત્યે દરગુજર કરશે નહિ અને હું જરાયે દયા દાખવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એ માટે પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે, “તારી સર્વ ધિક્કારપાત્ર વસ્તુઓથી, ને તારા સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોથી તેં મારું પવિત્રસ્થાન ભ્રષ્ટ કર્યું છે, તે કારણથી હું પણ નિશ્ચે તેન કાપી નાખીશ; અને હું ખામોશી રાખીશ નહિ. ને હું કંઈ પણ દયા બતાવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એ માટે પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે કે,” તે તારી તિરસ્કારપાત્ર વસ્તુઓથી તથા ધિક્કારપાત્ર વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે, તેથી હું તને સંખ્યામાં ઓછો કરીશ, હું ખામોશી રાખીશ નહિ કે દયા બતાવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવા મારા માલિક કહે છે કે, “હું મારા સમ ખાઇને કહું છું કે, તે તારી તિરસ્કૃત વસ્તુઓથી (મૂર્તિઓથી) અને ધૃણાજનક વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે તેથી હું પણ તમને વેતરી નાખીશ. હું તમારા પર કરૂણા નહિ રાખું કે દયા બતાવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 5:11
48 Iomraidhean Croise  

પ્રભુએ જ્યાં તેમના નામનું ભજન કરવા ફરમાવ્યું હતું તે યરુશાલેમના મંદિરમાં તેણે વિધર્મી વેદીઓ બંધાવી.


તેણે મંદિરમાં અશેરા દેવીની મૂર્તિ મૂકી! મંદિર વિષે તો પ્રભુએ દાવિદ અને તેના પુત્ર શલોમોનને આવી સૂચના આપી હતી: “ઇઝરાયલના બાર કુળપ્રદેશોમાંથી અહીં યરુશાલેમમાં, આ મંદિરને મારા નામની ભક્તિના સ્થાન તરીકે પસંદ કર્યું છે.


આહાઝ રાજાના ખંડની અગાશીમાં યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓ યોશિયા રાજાએ તોડી નાખી. સાથોસાથ મંદિરના બે ચોકમાં મનાશ્શા રાજાએ ઊભી કરેલી બે વેદીઓ પણ તોડી પાડી. તેણે વેદીઓના ચૂરેચૂરા કરી નાખીને તેમને કિદ્રોનની ખીણમાં નાખી દીધી.


જ્યાં ઈશ્વર યાહવેને નામે તેમની સદા ભક્તિ કરવાની છે તે સ્થાનમાં, એટલે યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં તેણે વિધર્મી વેદીઓ બાંધી.


તેણે પ્રભુના મંદિરમાં પોતે બનાવડાવેલી મૂર્તિની સ્થાપના કરી. એ મંદિર વિષે તો ઈશ્વરે દાવિદને અને તેના પુત્ર શલોમોનને કહ્યું હતું કે, “ઇઝરાયલનાં બારેય કુળપ્રદેશોમાંથી મેં મારે નામે મારી આરાધના માટે યરુશાલેમમાંના આ મંદિરને પસંદ કર્યું છે.


વળી, યહૂદિયાના આગેવાનો, યજ્ઞકારો અને લોકોએ મૂર્તિપૂજા કરીને તેમની આસપાસની પ્રજાઓનું અનુસરણ કર્યું. અને એમ પ્રભુએ પોતે યરુશાલેમના જે મંદિરને પવિત્ર કર્યુ હતું તેને અશુદ્ધ કર્યું.


તે તેમને નિર્દય રીતે ફંગોળશે, અને તેના હાથમાંથી છટકવા તેઓ મરણિયા પ્રયત્નો કરશે.


જ્યારે શત્રુઓના જુલમથી, સંકટોથી અને દુ:ખોથી તેમની વસ્તી ઘટી જાય અને તેઓ પરાજયની નામોશી અનુભવે છે,


તેથી મેં મારા ક્રોધમાં શપથ લીધા કે તેઓ મારા વિશ્રામના દેશમાં પ્રવેશશે નહિ.”


હે પ્રભુ, તમારા ન્યાયના ધોરણે અમને શિક્ષા ભલે કરો, પણ ક્રોધથી નહિ, નહિ તો અમે નેસ્તનાબૂદ થઈ જઈશું.


તેથી તેમનાં પાપ અને તેમની દુષ્ટતા માટે હું તેમને બમણી સજા કરીશ. કારણ, તેમણે પોતાની ખૂબ ધૃણાજનક અને નિર્જીવ મૂર્તિઓથી મારા દેશને ભ્રષ્ટ કર્યો છે અને તેમની ધિક્કારપાત્ર વસ્તુઓથી મારી વારસા સમાન ભૂમિને ભરી દીધી છે.”


એને બદલે, તેમણે તો મારે નામે ઓળખાતા મંદિરમાં તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ સ્થાપીને તેને ભ્રષ્ટ કર્યું છે;


જો કે તમારી મધ્યે મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને હું તમને વારંવાર આગ્રહથી કહેતો રહ્યો કે હું જેમને ધિક્કારું છું તેવાં ભૂંડાં કાર્યો કરશો નહિ.


પ્રભુએ તો છેવટે પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તેમણે જે કરવા ધાર્યું હતું તે કર્યું છે. ઘણા લાંબા સમય પહેલાં તેમણે આપેલી ચેતવણી પ્રમાણે તેમણે નિદર્યપણે આપણો નાશ કર્યો છે. આપણા દુશ્મનોને તેમણે વિજય પમાડયો છે અને આપણા પતન પર તેમને હરખાવા દીધા છે.


યુવાન કે વૃદ્ધ, સૌ કોઈ શેરીઓમાં રસ્તા પર મરણ પામેલાં પડયાં છે. દુશ્મને તલવારની ધારે યુવાનો અને યુવતીઓનો સંહાર કર્યો છે. તમારા કોપના દિવસે તમે તેમની નિર્દય ક્તલ થવા દીધી છે.


જ્યારે તેઓ પાછા આવે ત્યારે તેઓ ઇઝરાયલ દેશમાંથી સર્વ ધિક્કારપાત્ર મૂર્તિઓ અને તેમને લગતા સર્વ તિરસ્કારપાત્ર કુરિવાજો દૂર કરશે.


પણ જેમનાં હૃદયો ઘૃણાસ્પદ મૂર્તિઓ અને ઘૃણાસ્પદ કુરિવાજો તરફ લાગેલાં છે, તેમણે તેમનાં સર્વ કૃત્યોનાં ફળ ભોગવવાં પડશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


પ્રભુ પરમેશ્વર કહે છે: “જે લોકો પ્રત્યે તને ધૃણા છે અને જેમના પરથી તારું મન ઊઠી ગયું છે તેમના હાથમાં હું તને સોંપી દઈશ.


એ ઉપરાંત તેમણે મારા મંદિરને અશુદ્ધ કર્યું છે, મેં સ્થાપેલા સાબ્બાથનો અનાદર કર્યો છે.


તેમણે જે દિવસે પોતાનાં સંતાનોને મૂર્તિઓના અગ્નિબલિ તરીકે ભોગ ચડાવ્યો, તે જ દિવસે મારા મંદિરમાં આવી તેને અશુદ્ધ કર્યું.


હું પ્રભુ એ બોલ્યો છું. મારે કાર્ય કરવાનો સમય આવ્યો છે. હું તે પડતું મૂકીશ નહિ, દયા રાખીશ નહિ કે એનો મને ખેદ પણ થશે નહિ. તારાં આચરણો ને તારાં કૃત્યો પ્રમાણે તને સજા થશે જ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


તે સૌથી નિર્બળ રાજ્ય થશે અને ફરી કદી બીજી પ્રજાઓ સામે માથું ઊંચકશે નહિ. હું તેમને એટલા પામર બનાવી દઈશ કે તેઓ બીજી પ્રજાઓ પર હકૂમત ચલાવી શકશે નહિ.


તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?


એ રાજાઓએ મારા ઉંબર સામે તેમના ઉંબર અને મારી બારસાખ સામે તેમના મહેલની બારસાખ ઊભાં કર્યાં હતાં. જેથી મારી અને તેમની વચ્ચે માત્ર એક દીવાલ જ હતી. તેમણે પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો વડે મારા પવિત્ર નામને કલંક લગાડયું હતું અને તેથી મારા રોષમાં મેં તેમનો સંહાર કર્યો હતો.


મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.


તેથી પ્રભુ પરમેશ્વર તેને કહે છે, “તું તો તારી આસપાસની પ્રજાઓ કરતાં વધુ હુલ્લડખોર નીકળી છે. તું મારા હુકમો પ્રમાણે ચાલી નથી અને મારાં ફરમાનો પાળ્યાં નથી. પણ તેં તારી આસપાસની પ્રજાઓના રિવાજોનું પાલન કર્યુ છે.”


એકવાર તેમને પોતાનાં સુંદર આભૂષણોનો ગર્વ હતો અને તેમાંથી જ તેમણે પોતાને માટે ધૃણાસ્પદ અને નફરતજન્ય મૂર્તિઓ બનાવી. તેથી હું તેમને માટે એ આભૂષણો વિષ્ટા જેવાં કરી દઈશ.


હું તારી દયા ખાઈશ નહિ કે તને છોડી દઈશ નહિ. હું તારાં આચરણ અનુસાર અને તારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તને શિક્ષા કરીશ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.”


હું તમારી દયા ખાઈશ નહિ કે તમને જોઈને છોડી દઈશ નહિ. હું તમારાં આચરણ અનુસાર અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ ત્યારે તમે જાણશો કે તમને સજા કરનાર તો હું પ્રભુ છું.


તેમણે મને પૂછયું, “હે મનુષ્યપુત્ર, તેં આ જોયું? તું આ કરતાંયે અધિક ધિક્કારપાત્ર કૃત્યો જોશે.”


પછી તે મને પ્રભુના મંદિરના અંદરના પટાંગણમાં લઈ આવ્યો, ત્યાં પ્રભુના મંદિરના પ્રવેશદ્વાર પાસે, પરસાળ તથા યજ્ઞવેદીની વચ્ચે આશરે પચીસ માણસો હતા. તેમની પીઠ પ્રભુના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વમાં જોઈને સૂર્યની પૂજા કરતા હતા.


તેથી હું પણ તેમની સાથે રોષપૂર્ણ વ્યવહાર કરીશ. હું તેમના પ્રત્યે દયાદષ્ટિ રાખીશ નહિ કે તેમને બચાવીશ નહિ. તેઓ મારા કાનમાં ગમે તેટલા મોટે સાદે પોકારશે તો યે હું તેમનું સાંભળીશ નહિ.”


પણ હું તેમને જીવતા જવા દઇશ નહિ કે તેમની દયા ખાઇશ નહિ કે તેમને બચાવીશ નહિ, પણ હું તેમનાં કામોનો બદલો આપીશ.”


ત્યાર પછી મેં ઈશ્વરને બાકીના બીજાઓને એમ કહેતા સાંભળ્યા, “તમે તેની પાછળ પાછળ નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો; કોઈને જીવતો જવા દેશો નહિ કે કોઈની પ્રત્યે દયા ખાશો નહિ.


પ્રભુએ મોશેને ઇઝરાયલના લોકને અશુદ્ધતા અંગે ચેતવણી આપવા કહ્યું, જેથી તેઓ મધ્યે આવેલા મુલાકાતમંડપને તેઓ અશુદ્ધ ન કરે. કારણ, જો એમ થાય તો તેઓ માર્યા જાય.


પ્રભુએ ઇઝરાયલના ગૌરવના સમ ખાધા છે, “હું તેમનાં કોઈ દુષ્કર્મો વીસરી જઈશ નહિ.


(પ્રભુએ કહ્યું, “હું પૃથ્વી પર કોઈના પર દયા દાખવીશ નહિ. હું પોતે લોકોને તેમના શાસકોની સત્તા નીચે મૂકીશ. આ શાસકો પૃથ્વીને ખેદાનમેદાન કરી નાખશે, અને હું તેને તેમની સત્તાથી બચાવીશ નહિ.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તેઓ મારા લોકો થશે. જે દિવસે હું કાર્યરત બનીશ તે દિવસે તે મારા પોતાના લોક થશે. પિતાની સેવા કરનાર પુત્ર પર જેમ પિતા મમતાળુ છે તેમ હું તેમના પર મમતા દાખવીશ.


પણ તેમના પતનથી બિનયહૂદીઓનો ઉદ્ધાર શકાય બન્યો છે, કે જેથી યહૂદીઓમાં ઈર્ષા ઉત્પન્‍ન થાય. તેમના પતનથી દુનિયાને આશિષ મળી છે. તેમની આત્મિક ગરીબાઈ બિનયહૂદીઓ માટે પુષ્કળ આશિષ લાવી છે. તો જ્યારે બાકીના બધા યહૂદીઓની સંપૂર્ણ સંખ્યાનો પ્રભુમાં સમાવેશ થશે, ત્યારે કેટલી વિશેષ આશિષ મળશે?


અસલ ડાળીઓ જેવા યહૂદીઓને ઈશ્વરે ન બચાવ્યા, તો શું તું એમ ધારે છે કે ઈશ્વર તને જતો કરશે?


ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહિ, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો તે તેમની સાથે આપણને બધુંયે કેમ નહિ આપે?


તો એવી વ્યક્તિને પ્રભુ માફ નહિ કરે, પણ પ્રભુનો ક્રોધાવેશ તેના પર ભભૂકી ઊઠશે અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તેના પર આવી પડશે; અને પ્રભુ આકાશ તળેથી તેનું નામનિશાન ભૂંસી નાખશે.


ઈશ્વરે અબ્રાહામને વચન આપ્યું ત્યારે વચન મુજબ કરવાને તેમણે શપથ લીધા હતા. ઈશ્વર કરતાં બીજું કોઈ મોટું ન હોવાથી, તેમણે શપથ લેતી વખતે પોતાના જ નામનો ઉપયોગ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan