હઝકિયેલ 48:8 - પવિત્ર બાઇબલ C.L.8 યહૂદાની ભૂમિવિસ્તારને અડીને આવેલો પૂર્વથી પશ્ર્વિમ સુધીનો ભાગ પવિત્ર છે. તે સાડા બાર કિલોમીટર પહોળો અને પૂર્વથી પશ્ર્વિમ સુધી કોઈપણ એક કુળના ભૂમિક્ષેત્ર જેટલી લંબાઈનો હશે. મંદિર તેની મધ્યમાં હશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહૂદાની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધી [ની ભૂમિનું] તો તમારે અર્પણ કરવું, તેની પહોળાઈ પચીસ હજાર [દંડ] હોય, ને તે લંબાઈમાં, પૂર્વ બાજૂથી તે પશ્ચિમ બાજુ સુધી, [ઉપલા] ભાગોમાંના એકના જેટલી હોય; પવિત્રસ્થાન તેની મધ્યે આવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહૂદિયાની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તમારે અર્પણ કરવો; તે પચીસ હજાર હાથ પહોળો હતો. તેની લંબાઈ વંશજોને આપેલા ભાગ જેટલી પૂર્વથી તે પશ્ચિમ તરફ લાંબી હશે. તેની મધ્યમાં સભાસ્થાન આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 “એ પછીનો પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તે પવિત્ર ભૂમિ છે. એ 25,000 હાથ પહોળી અને વંશજોને આપેલા ભાગ જેટલી જ પૂર્વ પશ્ચિમ લાંબી હશે. એની મધ્યમાં મંદિર આવશે. Faic an caibideil |
બાકીનો ભાગ રાજર્ક્તાને ફાળે જાય; એટલે કે સમર્પિત ભૂમિક્ષેત્ર અને નગરના તાબાના ભૂમિવિસ્તારની સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પૂર્વ તરફ પૂર્વની હદ સુધી અને પશ્ર્વિમે પણ સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પશ્ર્વિમ સરહદ સુધીનો એનો ભાગ રહેશે. એ બે બાજુના ભાગ કુળોને અપાયેલા ભાગની સમાન્તર રહેશે અને પવિત્રસ્થાન સહિત સમર્પિત ભૂમિક્ષેત્ર એમની વચમાં રહેશે.