22 વળી લેવીઓનો વાંટો તથા નગરનો વાંટો કે જેઓ સરદાર [ના વાંટા] ની મધ્યે છે તે [વાંટા] ઓમાંથી પણ સરદારને એ વાંટો યહૂદાની તથા બિન્યામીનની સરહદની વચ્ચે મળે.
22 રાજાની માલિકીના આ પ્રદેશોની મધ્યમાં ત્યાં લેવીઓનો વિસ્તાર અને નગરનો વિસ્તાર આવશે. રાજકુમારની માલિકીનો આ વિસ્તાર યહૂદા અને બિન્યામીનના પ્રદેશની વચ્ચે હશે.
બાકીનો ભાગ રાજર્ક્તાને ફાળે જાય; એટલે કે સમર્પિત ભૂમિક્ષેત્ર અને નગરના તાબાના ભૂમિવિસ્તારની સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પૂર્વ તરફ પૂર્વની હદ સુધી અને પશ્ર્વિમે પણ સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પશ્ર્વિમ સરહદ સુધીનો એનો ભાગ રહેશે. એ બે બાજુના ભાગ કુળોને અપાયેલા ભાગની સમાન્તર રહેશે અને પવિત્રસ્થાન સહિત સમર્પિત ભૂમિક્ષેત્ર એમની વચમાં રહેશે.
આ વિશેષ ભાગની દક્ષિણે આવેલ જમીનમાંથી બાકી રહેલ દરેક કુળને પૂર્વીય સરહદથી પશ્ર્વિમી સરહદ સુધી વિસ્તરેલો એક એક ભાગ નીચેના ક્રમ પ્રમાણે એકબીજાની લગોલગ મળશે: બિન્યામીન, શિમયોન, ઇસ્સાખાર, ઝબુલૂન અને ગાદ.