Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 48:21 - પવિત્ર બાઇબલ C.L.

21 બાકીનો ભાગ રાજર્ક્તાને ફાળે જાય; એટલે કે સમર્પિત ભૂમિક્ષેત્ર અને નગરના તાબાના ભૂમિવિસ્તારની સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પૂર્વ તરફ પૂર્વની હદ સુધી અને પશ્ર્વિમે પણ સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પશ્ર્વિમ સરહદ સુધીનો એનો ભાગ રહેશે. એ બે બાજુના ભાગ કુળોને અપાયેલા ભાગની સમાન્તર રહેશે અને પવિત્રસ્થાન સહિત સમર્પિત ભૂમિક્ષેત્ર એમની વચમાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 બાકીનું સરદારને માટે રહે, એટલે પવિત્ર અર્પણની તથા નગરના તાબાની ભૂમિની આ બાજુએ તથા પેલી બાજુએ, પચીસ હજારના અર્પણને મોખરે પૂર્વ સરહદ તરફ, ને પશ્ચિમ ભણી પચીસ હજારનાને મોખરે પશ્ચિમ સરહદ તરફ, ઉપલા હિસ્સાઓને અડીને [જે વાંટો તે] સરદારને માટે રહે; અને પવિત્ર અર્પણ તથા મંદિરનું પવિત્રસ્થાન તેની મધ્યે હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પવિત્ર અર્પણની બીજી બાજુની બાકીની ભૂમિ તથા નગરનો ભાગ તે સરદારનો ગણાશે. સરદારની ભૂમિનો વિસ્તાર પૂર્વબાજુ પૂર્વ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ અને એ જ પ્રમાણે પશ્ચિમ બાજુ પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ વધારવો. આ બન્ને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “આ મોટા વિસ્તારમાંથી પવિત્ર ભૂમિનો પ્રદેશ અને નગર માટેનો પ્રદેશ છોડીને જે ભૂમિ બાકી રહે તે સરદારનો વિસ્તાર ગણાશે. પૂર્વમાં પવિત્ર ભૂમિની 25,000 હાથ લાંબી સરહદથી પૂર્વ દિશાએ આવેલી સરહદ સુધીનો પ્રદેશ અને એ જ પ્રમાણે પશ્ચિમે 25,000 હાથ લંબાઇની સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ આ બંને પ્રદેશો લંબાઇમાં કુળોના પ્રદેશ પ્રમાણે છે અને સરદારની માલિકીના ગણાશે. આ બંને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 48:21
8 Iomraidhean Croise  

મારા સેવક દાવિદ જેવો એક રાજા તેમના પર રાજ કરશે. તે સર્વનો એક પાલક થશે. તેઓ એક રાજા નીચે એકત્ર થશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોનું અને ફરમાનોનું પાલન કરશે.


આ પવિત્ર ભૂમિવિસ્તારમાંથી યજ્ઞકારોને એક ભાગ મળશે. એ ભૂમિક્ષેત્રની પૂર્વપશ્ર્વિમ લંબાઈ સાડાબાર કિલોમીટર અને ઉત્તરદક્ષિણ પહોળાઈ પાંચ કિલોમીટર હોય. પ્રભુનું પવિત્રસ્થાન તેના મધ્યભાગમાં હશે.


નગરના તાબામાં આવેલી જમીનની જેમ એ આખો અર્પિત ભૂમિવિસ્તાર ચોરસ હોય અને તેની ચોતરફની પ્રત્યેક બાજુ સાડાબાર કિલોમીટરની હોય.


લેવીઓને ભાગે આવતી જમીન અને નગરની વિશેષ ભૂમિ રાજર્ક્તાના ભૂમિભાગની મધ્યમાં હશે. રાજર્ક્તાનો જમીન વિસ્તાર યહૂદા અને બિન્યામીનનાં કુળની સીમાઓ વચ્ચે હશે.


યહૂદાની ભૂમિવિસ્તારને અડીને આવેલો પૂર્વથી પશ્ર્વિમ સુધીનો ભાગ પવિત્ર છે. તે સાડા બાર કિલોમીટર પહોળો અને પૂર્વથી પશ્ર્વિમ સુધી કોઈપણ એક કુળના ભૂમિક્ષેત્ર જેટલી લંબાઈનો હશે. મંદિર તેની મધ્યમાં હશે.


યહૂદિયાના અને ઇઝરાયલના લોકો ફરીથી એક થશે. તેઓ પોતાને માટે એક જ આગેવાન પસંદ કરશે અને તેઓ ફરીથી તેમની ભૂમિ પર સ્થાપિત થશે અને સમૃદ્ધિ મેળવશે. સાચે જ યિઝ્રએલનો દિવસ મહાન દિવસ થશે!


Lean sinn:

Sanasan


Sanasan