Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 48:11 - પવિત્ર બાઇબલ C.L.

11 આ પવિત્ર ભૂમિવિસ્તાર સાદોકના વંશના પવિત્ર યજ્ઞકારો માટે હશે. ઇઝરાયલીઓ ભટકી ગયા હતા ત્યારે તેમની સાથે લેવીઓ પણ આડે માર્ગે ગયા હતા. પણ સાદોકવંશના યજ્ઞકારોએ વિશ્વાસુપણે મારી સેવા બજાવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એ તો સાદોકના પુત્રોમાંના પવિત્ર થયેલા યાજકો કે જેઓ મારી દીક્ષા પાળતા આવ્યા છે, ને જેઓ ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને માટે થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ સાદોકના વંશના પવિત્ર થયેલા યાજકો જેઓ મારી સેવા કરતા હતા, જ્યારે ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને સારુ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “આ પવિત્રભૂમિ સાદોકના વંશના યાજકો માટે રહેશે. ઇસ્રાએલીઓ આડે માર્ગે ગયા હતા ત્યારે બીજા લેવીઓની જેમ તેઓ આડે માર્ગે ગયા નહોતા પણ તેમણે વફાદારીપૂર્વક મારી સેવા બજાવી હતી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 48:11
13 Iomraidhean Croise  

એ પછી ઇઝરાયલીઓ ફરી કદી મારાથી ભટકી જશે નહિ અને ફરી કદી પોતાનાં પાપો વડે પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ એમ પ્રભુ પરમેશ્વર કહે છે.”


અને ઉત્તર દિશા તરફના મુખવાળો ખંડ વેદીની જવાબદારી સંભાળતા યજ્ઞકારો માટે છે. તેઓ સાદોકવંશી યજ્ઞકારો છે. લેવીના વંશજોમાંથી પ્રભુની સેવા કરવા માટે માત્ર તેઓ જ પ્રભુની હજૂરમાં આવી શકે છે.


સાદોકના વંશના લેવી યજ્ઞકારો જ મારી સેવા કરવા મારી હજૂરમાં આવે. આ મારો, એટલે પ્રભુ પરમેશ્વરનો આદેશ છે. પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે ચડાવવા માટે તારે તેમને એક જુવાન આખલો આપવો.


પ્રભુએ મને કહ્યું: “બીજા ઇઝરાયલીઓ સાથે જે લેવીઓએ પણ મારો ત્યાગ કર્યો હતો અને મૂર્તિઓની ઉપાસના કરી હતી, તેની સજા તેમણે ભોગવવી પડશે.


તેમણે ઇઝરાયલના લોકો માટે મૂર્તિઓની પૂજા કરી હતી અને એમ તેમને પાપમાં દોર્યા હતા, તેથી હું પ્રભુ પરમેશ્વર શપથપૂર્વક જણાવું છું કે એ રીતે તેમણે તેમની દુષ્ટતા માટે સજા ભોગવવી પડશે.


એ દેશનો પવિત્ર ભાગ ગણાશે. આ ભાગ તો પ્રભુના પવિત્રસ્થાનમાં જઈને તેમની સેવાભક્તિ કરનાર યજ્ઞકારો માટે અલગ કરાશે. આ જગા યજ્ઞકારોનાં નિવાસસ્થાનો અને પવિત્રસ્થાન માટે અલગ રાખવામાં આવે.


તેથી લેવીઓને જે ભૂમિભાગ મળે તેની લગોલગ જ એમને એક વિશેષ ભૂમિભાગ મળવો જોઈએ, અને તે સૌથી પવિત્ર ભાગ ગણાશે.


તમારે સાત દિવસ અને સાત રાત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે રહેવાનું છે અને પ્રભુને આજ્ઞાધીન થવાનું છે, જો તમે તેમ નહિ કરો તો તમે માર્યા જશો. પ્રભુ તરફથી મને એવી આજ્ઞા મળેલી છે.”


મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જાય તેવો મહિમાનો મુગટ તે તમને આપશે.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan