Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 47:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેણે મને કહ્યું, “આ પાણી અહીંથી પૂર્વ તરફ વહીને યરદનની ખીણમાં પડે છે અને છેવટે એ મૃતસમુદ્રમાં જઈને મળે છે. જ્યારે તે મૃતસમુદ્રને મળશે ત્યારે તેનાં ખારાં પાણીને મીઠાં પાણી બનાવી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે તેણે મને કહ્યું, “આ પાણી [અહીંથી] નીકળીને પૂર્વના પ્રદેશ તરફ વહે છે, ને નીચે જઈને અરાબાહમાં પડશે; અને તે સમુદ્ર તરફ જશે. વહેતા [પાણી] સમુદ્રમાં જશે; અને તેનાં પાણી મીઠાં થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે માણસે મને કહ્યું, “આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે અરાબા સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 47:8
17 Iomraidhean Croise  

મોશેએ પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેને એક વૃક્ષનું ઠૂંઠું બતાવ્યું. મોશેએ એને લઈને પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠાં બની ગયાં. પ્રભુએ ત્યાં એ લોકોને માટે વિધિઓ અને નિયમો ઘડયા અને તેમણે લોકોની ક્સોટી કરી.


રણપ્રદેશ અને સૂકી ભૂમિ હર્ષિત થશે, અને પડતર જમીન પ્રફુલ્લિત થઈને ગુલાબની જેમ ખીલી ઊઠશે.


લંગડો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ હર્ષનો પોકાર કરશે. ત્યારે વેરાનપ્રદેશમાં પાણી ફૂટી નીકળશે, અને રણપ્રદેશમાં ઝરણાં વહેવા માંડશે.


મૃગજળ તે તલાવડી અને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે. એકવાર જ્યાં શિયાળો વસતાં હતાં ત્યાં ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.


વન્ય પ્રાણીઓ પણ મારું સન્માન કરે છે. શિયાળ અને શાહમૃગ મારી સ્તુતિ કરે છે; કારણ, હું વેરાનપ્રદેશને પાણી પૂરું પાડું છું અને રણપ્રદેશમાં ઝરણાં વહાવું છું.


હું બંદીવાનોને કહીશ, ‘બહાર આવો!’ અને અંધકારમાં બેઠેલાઓને કહીશ, ‘બહાર પ્રકાશમાં આવો!” તેઓ રસ્તાની ધારે ચરતાં ઘેટાં જેવાં થશે, બલ્કે, પ્રત્યેક ઉજ્જડ ડુંગર તેમને માટે ચરિયાણ બની જશે.


તેઓ રડતાં રડતાં અને આજીજી કરતાં આવશે, પણ હું તેમને આશ્વાસન સહિત દોરી લાવીશ. હું તેમને વહેતાં ઝરણાંઓ પાસે ચલાવીશ; અને ઠોકર ન લાગે એવા સપાટ માર્ગે ચલાવીશ. કારણ, હું ઇઝરાયલી પ્રજાનો પિતા છું અને એફ્રાઈમનું કુળ મારો જયેષ્ઠ પુત્ર છે.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


કારણ, આ લોકોનાં મન જડ થઈ ગયાં છે, અને તેમના કાન બહેર મારી ગયા છે, અને તેમણે પોતાની આંખો મીંચી દીધી છે. કદાચ, તેઓ પોતાની આંખોથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને મારી તરફ પાછા ફરે ને હું તેમને સાજા કરું.’


કારણ, કોઈ કોઈ વાર પ્રભુનો દૂત આવીને સ્નાનાગારમાં ઊતરતો અને પાણીને હલાવતો. પાણી હલાવ્યા પછી જે માંદો માણસ પાણીમાં પ્રથમ ઊતરતો તેની ગમે તેવી બીમારી દૂર થતી].


પશ્ર્વિમે તેમની સરહદ યર્દન નદી સુધી ઉત્તરે ક્ધિનેરેથ સરોવરથી દક્ષિણે અરાબા એટલે મૃત સમુદ્ર સુધી અને પૂર્વ બાજુએ પિસ્ગા પર્વતની તળેટીના ઢોળાવ સુધી હતી.


યર્દન પૂર્વેનો આખો અરાબા પ્રદેશનો અને છેક પિસ્ગા પર્વતની તળેટીએ આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો.


નદીનું વહેણ કપાઈ ગયું અને સારેથાન નજીક આવેલા આદામ નગર પાસે ઉપરવાસમાંથી પાણી વહેતું અટકી જઈને ભરાઈ ગયું અને મૃત સરોવર તરફ નીચાણ તરફનો પ્રવાહ વહી ગયો. લોકો યર્દન ઓળંગીને યરીખોની નજીક ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan