Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 47:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પછી તે મને નદી કિનારે પાછો લઈ ગયો. અને મેં જોયું તો નદીને બંને કિનારે ઘણાં વૃક્ષો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હું પાછો આવ્યો ત્યારે તો, જુઓ, નદીને બન્ને કાંઠે ઘણાં જ વૃક્ષ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હું પાછો આવ્યો ત્યારે જુઓ તો, નદીને બન્ને કિનારે પુષ્કળ વૃક્ષો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યાર બાદ તે મને પાછો નદીને કાંઠે લઇ ગયો અને મેં જોયું તો બંને કાંઠે પુષ્કળ વૃક્ષો ઊભાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 47:7
9 Iomraidhean Croise  

શલોમોન રાજાએ અદોમના દેશમાં સૂફ સમુદ્રને કિનારે આવેલ એલાથ નજીકના એસ્યોનગેબેરમાં નૌકા કાફલો પણ તૈયાર કર્યો.


પછી તેણે એલિયાની પાસેથી પડેલો તેનો ઝભ્ભો ઉપાડી લઈ પાછો યર્દનને કાંઠે જઇ ઊભો રહ્યો.


મોશેએ પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેને એક વૃક્ષનું ઠૂંઠું બતાવ્યું. મોશેએ એને લઈને પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠાં બની ગયાં. પ્રભુએ ત્યાં એ લોકોને માટે વિધિઓ અને નિયમો ઘડયા અને તેમણે લોકોની ક્સોટી કરી.


“મારા મંદિરને સુશોભિત કરવાને, એ મારા પાયાસનને મહિમાવંત કરવાને લબાનોનના વનનાં ગૌરવસમા દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં ઉત્તમ લાકડાં લાવવામાં આવશે.


તારા બધા લોકો પ્રામાણિકપણે ચાલશે અને સદાસર્વકાળ દેશનું વતન પામશે. કારણ, મારો મહિમા પ્રગટ કરવા માટે તેઓ મારા રોપેલા રોપ અને મારે હાથે ઘડેલાં પાત્રો છે.


અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્રો આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારાં ધાર્મિક્તાનાં ઓકવૃક્ષો અને પ્રભુએ રોપેલા રોપ કહેવાશે.


એ નદીના બંને કિનારે અનેક પ્રકારનાં વૃક્ષો થશે, જે આહાર માટે ફળ આપશે. તેમનાં પાંદડાં કદી કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. તેમને દર મહિને નવાં ફળ બેસશે, કારણ, તેમને સિંચનારું જળ મંદિરમાંથી વહે છે. તેમનાં ફળ ખાવાના કામમાં અને તેમનાં પાંદડાં ઔષધિના કામમાં આવશે.”


નદીની બન્‍ને બાજુએ જીવનવૃક્ષ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં અને પ્રત્યેક મહિને તે પોતાનાં ફળ આપતું હતું. તેનાં પાંદડા પ્રજાઓને સાજાપણું આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan