Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 47:19 - પવિત્ર બાઇબલ C.L.

19 “દક્ષિણની સીમાનો તામારથી આરંભ થાય છે. તે તામારથી દક્ષિણમાં કાદેશનાં રણદ્વીપ પાસે થઈને ઇજિપ્તની સરહદે ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. એ દક્ષિણની સીમા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 દક્ષિણ તરફ [ની સરહદ] તામારથી માંડીને મરીબોથ-કાદેશના પાણી સુધી, [ને ત્યાંથી મિસરના] વહેળા સુધી, મહા સમુદ્ર સુધી હોય. એ દક્ષિણ બાજુ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 દક્ષિણ બાજુ, દક્ષિણ તામારથી મરીબા કાદેશના પાણી સુધી, મિસરનાં ઝરણાંથી મહા સમુદ્ર સુધી હોય, આ દક્ષિણ તરફની સરહદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “દક્ષિણની સરહદ તામારથી મરીબોથ-કાદેશના જળસમૂહ આગળ થઇને મિસરની ખાડી પાસે થઇને મિસરની સરહદે આવેલા ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. આ દક્ષિણ સરહદ છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 47:19
15 Iomraidhean Croise  

પ્રભુના મંદિરમાં શલોમોન અને ઇઝરાયલના બધા લોકોએ સાત દિવસ સુધી માંડવાપર્વ ઊજવ્યું. ઉત્તરમાં હમાથના ઘાટથી માંડીને દક્ષિણે ઇજિપ્તની સરહદ સુધીના પ્રદેશમાંથી મોટો જનસમુદાય આવેલો હતો.


બાલાથ, યહૂદિયાના વેરાનપ્રદેશમાં આવેલ તામાર,


કેટલાક સંદેશકોએ યહોશાફાટ રાજા પાસે આવીને તેને કહ્યું, “મૃત સમુદ્રને પેલી પાર અદોમમાંથી મોટું સૈન્ય તમારા પર ત્રાટકવા આવી રહ્યું છે. તેમણે હાસ્સોન તામાર એટલે એનગેદી કબજે કરી લીધું છે.”


સંકટમાં તમે મને પોકાર કર્યો એટલે મેં તમને ઉગાર્યા. મેઘગર્જનાના ગુપ્તસ્થાનમાંથી મેં તમને ઉત્તર આપ્યો. મરીબાનાં ઝરણાં આગળ મેં તમારી પારખ કરી. (સેલાહ)


તે દિવસે, જેમ ઘઉં ઉપણીને સાફ કરવામાં આવે છે તેમ પ્રભુ યુફ્રેટિસ નદીથી તે ઇજિપ્તની સરહદ સુધી એક પછી એક બધા ઇઝરાયલીઓને એકત્ર કરશે.


એનગેદીના જલસ્રોતથી માંડી એન-એગ્લાઇમના જલસ્રોત સુધી સમગ્ર સમુદ્રકાંઠા ઉપર માછીમારો હશે અને ત્યાં તેઓ પોતાની જાળો સૂકવશે. ભૂમધ્ય સમુદ્રનાં માછલાંની જેમ ત્યાં પણ અનેક પ્રકારનાં માછલાં થશે.


“ભૂમિની ઉત્તરી સીમા ભૂમધ્ય સમુદ્રથી હેથલોન નગરના માર્ગે સદાદના નાકા સુધીની છે.


ગાદને મળેલ ભૂમિક્ષેત્રની લગોલગ દક્ષિણ બાજુની સરહદ તામારથી નૈઋત્યમાં કાદેશના રણદ્વીપ સુધી અને પછી વાયવ્યમાં ઇજિપ્તની સરહદે ભૂમધ્ય સમુદ્ર સુધી છે.


પહેલા મહિનામાં ઇઝરાયલી- ઓનો સમસ્ત સમાજ સીનના રણપ્રદેશમાં આવ્યો. તેમણે કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મિર્યામનું અવસાન થયું અને ત્યાં તેને દફનાવવામાં આવી.


આ બધું તો મરીબા (એટલે તકરાર) મુકામે બન્યું. આ સ્થળે ઇઝરાયલીઓએ પ્રભુ વિરુધ તકરાર કરી અને પોતે પવિત્ર છે તે પ્રભુએ તેમને બતાવી આપ્યું.


તેની દક્ષિણ સરહદ સીનના રણપ્રદેશથી અદોમની સીમા સુધી પહોંચે છે.


ત્યાંથી તે હસાર-આદ્દાર થઈ આસ્મોનથી ઇજિપ્તની સરહદે આવેલા નાળા તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે.


કારણ કે કાદેશ પ્રદેશના મરીબાના જળાશય પાસે સીનના રણમાં ઇઝરાયલ લોકોની વચમાં તેં મને મોટો મનાવ્યો નહિ, પણ એ લોકોની સમક્ષ મારું અપમાન કર્યું.


તેણે લેવીના કુળ વિષે કહ્યું: “તમારાં તુમ્મીમ અને ઉરીમ તમારાં પસંદ કરાયેલ લેવી યજ્ઞકારને અપાયેલાં છે; તમે માસ્સામાં તેની પરીક્ષા કરી હતી, તમે મરીબામાં તેની સાથે વિવાદ કર્યો હતો.


એમાં અરાબાના પ્રદેશથી પૂર્વમાં ગાલીલ સરોવર અને ત્યાંથી દક્ષિણે મૃત સમુદ્રની પૂર્વ તરફ બેથ-યશીમોથ અને ત્યાંથી પિસ્ગા પર્વતના ઢોળાવની તળેટી સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan