Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 47:18 - પવિત્ર બાઇબલ C.L.

18 “પૂર્વીય સીમા દમાસ્ક્સ અને હૌરાનના પ્રદેશની વચ્ચે થઈને દક્ષિણ તરફ જાય છે. યર્દન નદી તેની પૂર્વે આવેલ ઇઝરાયલના અને પશ્ર્વિમે આવેલ ગિલ્યાદના પ્રદેશ વચ્ચેની સરહદ બને છે. એ સરહદ છેક તામાર સુધી વિસ્તરે છે. આ પૂર્વ સીમા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પૂર્વ બાજુએ, હૌરાન, દમસ્કસ તથા ગિલ્યાદની અને ઇઝરાયલના દેશની વચમાં યર્દન આવે. ઉત્તર સરહદથી તે પૂર્વમાંના સમુદ્ર સુધી તમારે માપણી કરવી. એ પૂર્વ બાજુ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પૂર્વબાજુ, હૌરાન, દમસ્કસ, ગિલ્યાદ તથા ઇઝરાયલના પ્રદેશ વચ્ચે યર્દન નદી આવે છે. આ સરહદ છેક તામાર સુધી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “પૂર્વની સરહદ, દમસ્ક અને હૌરાનના પ્રદેશમાંથી પસાર થઇને દક્ષિણમાં જાય છે, અને યર્દન નદીની પૂવેર્ આવેલાં ઇસ્રાએલના અને ગિલયાદના પ્રદેશ વચ્ચે જાય છે. આ પૂર્વ સરહદ છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 47:18
12 Iomraidhean Croise  

લોતે પોતાની નજર ઊંચી કરીને જોયું તો છેક સોઆર સુધી યર્દન નદીનો આખો ખીણપ્રદેશ પાણીથી ભરપૂર હતો. પ્રભુએ સદોમ અને ગમોરાનો નાશ કર્યો તે પહેલાં એ આખો પ્રદેશ પ્રભુના બાગ જેવો અને ઇજિપ્ત દેશ જેવો હતો.


તેથી લોતે પોતાને માટે યર્દનનો આખો ખીણપ્રદેશ પસંદ કર્યો અને પૂર્વ તરફ ચાલી નીકળ્યો. એ રીતે તેઓ બન્‍ને જુદા થયા


ત્યારે પોતાના સંબંધીઓને લઈને સાત દિવસ સુધી તેણે યાકોબનો પીછો કર્યો અને તેને ગિલ્યાદના પહાડી પ્રદેશમાં પકડી પાડયો.


લાબાને તેનું નામ ‘યગાર-સહાદૂથા (સાક્ષીનો ઢગલો) પાડયું, જ્યારે યાકોબે તેનું નામ ‘ગાલએદ’ (સાક્ષીનો ઢગલો) પાડયું.


પછી તેઓ જમવા બેઠા હતા ત્યારે તેમણે નજર ઊંચી કરી તો ગિલ્યાદથી આવી રહેલ ઇશ્માએલીઓનો એક સંઘ જોયો. તેઓ તેમનાં ઊંટો પર તેજાના, લોબાન અર્ક અને બોળ લાદીને તેમને ઇજિપ્ત લઈ જતા હતા.


નદીનાં તોફાની વમળોથી તે ગભરાતો નથી, અને યર્દન નદીનાં પૂર તેના મોં સુધી પહોંચે તોપણ તે નિશ્ર્વિંત રહે છે.


અને હું ઇઝરાયલના લોકોને તેમના ગોચરસમા વતનમાં પાછો લાવીશ. તેઓ ર્કામેલ અને બાશાન પ્રદેશમાં ચરશે અને એફ્રાઇમ તથા ગિલ્યાદની ટેકરીઓ પર ધરાઈને ખાશે.


ત્યાંથી તે દમાસ્ક્સ અને બેરોથા અને સિબ્રાઇમનાં નગરો થઈને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાત્તિકોન સુધી જાય છે.


ઉત્તરમાંથી આવેલ તીડના સૈન્યને હું દૂર કરીશ; એમાંના કેટલાકને હું રણમાં નસાડી મૂકીશ. તેમની આગલી હારોનાં તીડ મૃત સમુદ્રમાં અને પાછલી હારોનાં તીડ ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી જશે. તેમના મૃતદેહો ગંધાઈ ઊઠશે. તેમણે તમને કરેલા નુક્સાનને લીધે હું તેમનો નાશ કરીશ.


રૂબેન અને ગાદનાં કુળો પાસે પુષ્કળ ઢોરઢાંક હતાં. તેમણે જોયું કે યાઝેર અને ગિલ્યાદનો પ્રદેશ ઢોર ઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે.


“તમારી પૂર્વની સરહદ હસાર-એનાનથી શફામ સુધી આંકવી.


યર્દન નદીની પૂર્વ તરફ ગિલ્યાદમાં આવેલા અમોરીઓના પ્રદેશમાં વસતા સર્વ ઇઝરાયલીઓ પર તેમણે અઢાર વર્ષ સુધી જોરજુલમ અને સતાવણી કર્યાં.


Lean sinn:

Sanasan


Sanasan