Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 47:14 - પવિત્ર બાઇબલ C.L.

14 મેં તમારા પૂર્વજોને પ્રતિજ્ઞાપૂર્વક એ વચન આપ્યું હતું કે હું તેમને આ દેશ તેમના વારસા તરીકે આપીશ. હવે તમે એ ભૂમિ સરખે હિસ્સે વહેંચી લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તમારે સરખે હિસ્સે તેનો વારસો વહેંચી લેવો; કેમ કે તે તમારા પૂર્વજોને આપવાને મેં ખાધા હતા. આ ભૂમિ તમને વારસા તરીકે મળશે જ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને તમે તમારા ભાઈઓએ તે વારસો વહેંચી લેવો. કેમ કે તમારા પિતૃઓને આ દેશ આપવાના મેં સમ ખાધા હતા અને તેઓને તેનો વારસો મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 સર્વ કુળોને સરખો ભાગ મળશે, કારણ કે તમારા પિતૃઓને આ દેશ આપવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને તેનો વારસો મળશે. તેની હદ આ પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 47:14
16 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.


તું જુએ છે તે આખો પ્રદેશ હું તને તથા તારા વંશજોને કાયમને માટે આપીશ.


પછી પ્રભુએ તેને કહ્યું, “આ દેશ તને વતન તરીકે આપવા માટે તને ખાલદીઓના ઉર નગરમાંથી કાઢી લાવનાર હું પ્રભુ યાહવે છું.”


જે દેશમાં તું પરદેશી તરીકે વસે છે, તે આખો કનાન દેશ હું તને અને તારા વંશજોને કાયમને માટે વતન તરીકે આપીશ અને હું તેમનો ઈશ્વર થઈશ.”


તું અત્યારે આ દેશમાં જ રહે. હું તારી સાથે રહીશ અને તને આશિષ આપીશ. હું તને અને તારા વંશજોને આ આખો પ્રદેશ આપીશ, ને તારા પિતા અબ્રાહામ આગળ મેં જે સોગંદ ખાધા હતા તે હું પૂરા કરીશ.


તેના પર પ્રભુ ઊભેલા હતા. તેમણે કહ્યું, “હું યાહવે, તારા પિતા અબ્રાહામનો અને ઇસ્હાકનો ઈશ્વર છું. તું જે જમીન પર સૂતો છે તે હું તને અને તારા વંશજોને આપીશ.


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”


ઈશ્વરની ઇચ્છા જાણવા માણસો પાસાં નાખે છે; પણ નિર્ણય પ્રભુના હાથમાં છે.


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


વળી, હું તમને ઇઝરાયલ દેશમાં એટલે કે જે દેશ તમારા પૂર્વજોને આપવાના મેં સમ ખાધા હતા તેમાં પાછા લાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


મારા ઇઝરાયલી લોકોને ફરી તમારા પર હરતાફરતા કરીશ. તેઓ તમારા માલિક થશે અને તમે તેમની વારસાઇ સંપત્તિ બનશો. હવે પછી કદી તમે તેમને નિ:સંતાન કરશો નહિ.”


પ્રભુ પરમેશ્વરે કહ્યું, “આ પ્રમાણે તમારે ઇઝરાયલનાં કુળોને ચિઠ્ઠીઓ નાખીને જમીનની વહેંચણી કરી આપવાની છે, અને તેમના જુદા જુદા હિસ્સા ઉપર પ્રમાણે છે.”


‘પ્રભુએ જે દેશ આપવાનું વચન આ લોકોને આપ્યું હતું તેમાં તે તેમને લઈ જઈ શક્યા નહિ તેથી તેમણે બધાને આ રણપ્રદેશમાં મારી નાખ્યા.


જે દેશમાં તમને વસાવવા મેં સોગંદ ખાધા હતા તેમાં પ્રવેશ કરશે નહિ. પરંતુ કાલેબ અને યહોશુઆ જ વચનના દેશમાં પ્રવેશ કરશે.


જુઓ, મેં એ બધો પ્રદેશ તમને સોંપી દીધો છે. માટે જાઓ અને મેં પ્રભુએ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ તથા તેમના વંશજોને જે પ્રદેશ આપવાના શપથ લીધા હતા તે કબજે કરી લો.”


Lean sinn:

Sanasan


Sanasan