Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 46:2 - પવિત્ર બાઇબલ C.L.

2 રાજર્ક્તાઓએ બહારના ચોકમાંથી ઓસરીમાં થઈને અંદર દાખલ થવું ને અંદરના દરવાજાની બારસાખ પાસે ઊભા રહેવું. તે દરમ્યાન યજ્ઞકારો રાજર્ક્તાના દહનબલિ અને સંગતબલિ ચડાવે. ત્યાં દરવાજાના ઉંબરા પાસે જ આરાધના કરી રાજર્ક્તાએ પાછા બહાર નીકળી જવું, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સરદાર બહારના દરવાજાની પરસાળને માર્ગે અંદર દાખલ થઈને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, ને યાજકો તેનું દહનીયાર્પણ તથા તેના શાંત્યાર્પણો તૈયાર કરે, ને તે દરવાજાના ઉંબરા આગળલ ઊભો રહીને ભજન કરે. પછી તે બહાર નીકળી જાય; પણ દરવાજાને સાંજ સુધી બંધ ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 રાજકુમારે બહારના પ્રાંગણમાંથી ઓસરીમાં થઇ અંદરના દરવાજાના થાંભલા આગળ ઊભા રહેવું. અને યાજકે તેના દહનાર્પણો હોમી દેવા અને શાંત્યર્પણો ચઢાવવા ત્યાં દરવાજા આગળના પ્રવેશદ્રારે તેણે જરૂર નીચા નમીને પ્રણામ કરી, તેણે પાછા બહાર ચાલ્યા જવું. દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 46:2
18 Iomraidhean Croise  

પછી દાવિદ પ્રભુની સંમુખ બેઠો અને બોલ્યો: “હે પ્રભુ પરમેશ્વર, હું કોણ અને મારું કુટુંબ કોણ કે તમે મને આટલા ઉચ્ચપદ સુધી લાવ્યા છો?


એ સમય સુધી તેમના ગોત્રના સભ્યો પૂર્વમાં આવેલા રાજાના દરવાજાના પ્રવેશદ્વારે ચોકીપહેરા પર રહેતા હતા. અગાઉ તેઓ લેવીઓની છાવણીના સંરક્ષકો હતા.


ત્યાં તેણે રાજાઓ માટેના નિયત કરેલ સ્તંભ પાસે નવા રાજાને જોયો. સેનાધિકારીઓ અને રણશિંગડાં વગાડનારા રાજાની ચારે બાજુ ઊભા હતા. સર્વ લોકો જયનાદ પોકારતા હતા અને રણશિંગડાં ફૂંક્તા હતા. મંદિરના ગાયકો પણ ગાયનવાદનથી સ્તુતિ કરી રહ્યા હતા. તેણે “દગો! દગો!” એવી બૂમો પાડતાં આક્રોશમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં.


ત્યારે હિઝકિયા રાજા અને સર્વ લોકોએ ધૂંટણિયે પડીને ઈશ્વરની આરાધના કરી.


રાજા પોતે તો સ્તંભ પાસે ઊભો હતો. તેણે પ્રભુને આધીન થઈને પોતાના પૂરા દયથી અને પૂરા જીવથી તેમને અનુસરવા, તેમના નિયમો, આદેશો અને આજ્ઞાઓ પાળવા, અને પુસ્તકમાં લખ્યા પ્રમાણે કરારની માગણી વ્યવહારમાં મૂકવા પ્રભુ સાથે કરાર કર્યો.


(શલોમોને 2.2 ચોરસમીટરની 1.3 મીટર ઊંચી તાંબાની બાજઠ બનાવડાવી હતી. તેને ચોકની મધ્યમાં મૂકી હતી. એ બાજઠ ઉપર ચઢીને સૌ જોઈ શકે તેમ તેણે ધૂંટણિયે પડીને હાથ પ્રસારી પ્રાર્થના કરી.)


થોડી ઊંચાઈએ એક દરવાજો હતો, જેમાં થઈને મંદિરના અંદરના ચોકમાં જવાતું હતું. પેલા માણસે બે દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તો તે પચાસ મીટર થયું.


મોટા ખંડમાં ઓરડાની બે બાજુએ બે એમ ચાર મેજ હતાં. તેમના ઉપર દહનબલિ, પ્રાયશ્ર્વિતબલિ અથવા દોષ નિવારણબલિ માટેનાં પશુઓનો વધ કરવામાં આવતો હતો.


માત્ર રાજર્ક્તા પ્રભુની સમક્ષ રોટલી ખાવા ત્યાં બેસી શકે. તેણે દરવાજાના પ્રવેશમાર્ગે દાખલ થવું અને એ જ માર્ગે પાછા જવું.”


યજ્ઞકારે પ્રાયશ્ર્વિત માટેના બલિનું થોડુંક રક્ત લેવું અને તેને મંદિરની બારસાખો પર, યજ્ઞવેદીના પાયાના ચારે ખૂણાઓ પર અને અંદરના ચોકના દરવાજાની બારસાખો પર લગાડવું.


“રાજર્ક્તા પ્રભુને દહનબલિ અથવા સંગતબલિ ચડાવવાની ઇચ્છા રાખે ત્યારે તેને માટે અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો ઉઘાડવો. જેમ તે સાબ્બાથદિને બલિ ચડાવે છે તેમ જ તેણે દહનબલિ તથા સંગતબલિ ચડાવવા. તે દરવાજામાંથી બહાર નીકળે પછી દરવાજો પાછો બંધ કરવો.”


“રાજર્ક્તા દરવાજાની ઓસરીને માર્ગે અંદર આવે અને તે જ માર્ગે બહાર જાય.


પછી ઈસુ થોડેક દૂર ગયા અને તેમણે ભૂમિ પર ઊંધે મુખે શિર ટેકવીને પ્રાર્થના કરી, હે પિતા, શકાય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો! તેમ છતાં મારી નહિ, પણ તમારી જ ઇચ્છા પૂર્ણ થાઓ.


તેથી અમે સર્વ માણસોની આગળ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમે સર્વ માણસોને જ્ઞાનપૂર્વક ચેતવણી આપીએ છીએ અને શીખવીએ છીએ કે જેથી અમે સૌને તેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ તરીકે ઈશ્વરની સમક્ષ રજૂ કરી શકીએ.


Lean sinn:

Sanasan


Sanasan