Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 45:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુ પરમેશ્વર કહે છે: “હે ઇઝરાયલના રાજર્ક્તાઓ, આટલેથી બસ કરો; તમારી હિંસા અને અત્યાચાર અટકાવી દો. અદલ અને પ્રામાણિક વ્યવહાર કરો. તમે મારા લોકોને તેમની ભૂમિમાંથી કદી હાંકી કાઢતા નહિ.” પ્રભુ પરમેશ્વર પોતે તમને એ પ્રમાણે કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલના સરદારો, એટલેથી બસ કરો, જોરજુલમ ને લૂંટ બંધ કરો, ન્યાય તથા ઇનસાફ કરો. મારા લોકો ઉપરથી તમારો બલાત્કાર દૂર કરો, એમ પ્રભુ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલના સરદારો, ‘આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યથાર્થ ઇનસાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવા મારા માલિક કહે છે: “હે ઇસ્રાએલના સરદારો, મારા લોકોને તેઓના પોતાના દેશમાં લૂંટવાનું અને છેતરવાનું તથા તેઓને દેશમાંથી હાંકી કાઢવાનું બંધ કરો. પણ હંમેશા, નીતિમત્તાને માર્ગે અને ન્યાયના માર્ગે ચાલો અને પ્રામાણિક બનો,” એમ યહોવા મારા માલિક કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 45:9
23 Iomraidhean Croise  

કારણ, તેણે ગરીબો પર જુલમ ગુજાર્યો છે અને તેમની અવગણના કરી છે; બીજાનાં બાંધેલાં ઘર તેણે પચાવી પાડયાં છે.


તેં સહાય માટે આવેલી વિધવાઓને ખાલી હાથે પાછી કાઢી છે, અને અનાથો પર અત્યાચાર કર્યો છે.


અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”


પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ.


તેથી હું તેને સજા કરીશ. જેમ કૂવામાંથી તાજું પાણી ઊભરાયા કરે છે, તેમ યરૂશાલેમ પોતાની દુષ્ટતાથી ઊભરાય છે. તેમાં હત્યા અને લૂંટફાટની ચીસો સંભળાય છે; વેદના તથા ઘા સિવાય મને કંઈ જોવા મળતું નથી.


“તું ઇઝરાયલના એ બંડખોર લોકોને જણાવ કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇઝરાયલીઓ, હવે તમારાં ઘૃણાસ્પદ કાર્યો બંધ કરો.


હિંસા વકરીને દુષ્ટતાની લાઠી બની ગઈ છે. તેઓમાંનો કોઈ બચવાનો નથી. નથી તેમની ધનદોલત બચવાની, કે નથી તેમનો વૈભવ કે માનમરતબો રહેવાનાં.


“સાંકળો તૈયાર કરાવ, કારણ, આખા દેશમાં ખૂનરેજી અને નગરોમાં હિંસા વ્યાપ્યાં છે. બધે જ અંધાધૂંધી છે.


પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેં આ જોયું? યહૂદિયાના લોકો અહીં જે ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તેટલાંથી તેમને સંતોષ થતો નથી કે તેમણે આખો દેશ અત્યાચારથી ભરી દીધો છે? વળી, મને વિશેષ રોષ ચડાવવા તેઓ પૂજામાં પોતાના નાકે ડાળી અડકાડે છે તે જો.


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.


એને બદલે, ન્યાયને ઝરણાની જેમ અને નેકીને કદી ન સૂક્તી નદીની જેમ વહેવા દો.


મારા લોકની સ્ત્રીઓને તેમના રમણીય ઘરોમાંથી કાઢી મૂકો છો અને તેમનાં બાળકોને મારી આશિષથી હમેશાં વંચિત રાખો છો.


દુષ્ટોનાં ઘર અનીતિથી મેળવેલા ધનથી ભરેલાં છે. તેઓ ધિક્કારપાત્ર એવાં ખોટાં માપ વાપરે છે.


“વર્ષો પૂર્વે મેં મારા લોકોને આવી આજ્ઞાઓ આપી હતી: ‘બરાબર ન્યાય થાય તેની ચોક્સાઈ રાખો. એકબીજા પ્રત્યે મમતા અને દયા દાખવો.


તમારે આ બાબતો કરવાની છે: એકબીજા સાથે સત્ય બોલો. નગરપંચમાં શાંતિજન્ય અદલ ન્યાય આપો.


કેટલાક સૈનિકોએ પણ તેને પૂછયું, “અમે શું કરીએ?” તેણે તેમને કહ્યું, “કોઈની પાસેથી બળજબરીથી પૈસા પડાવો નહિ, અથવા કોઈને ખોટી રીતે દોષિત ઠરાવો નહિ. તમને મળતા પગારમાં જ સંતોષ માનો.”


વિધર્મીઓ જેમાં આનંદ માને છે તેવાં કાર્યો કરવામાં તમે ભૂતકાળમાં ગુમાવેલો સમય પૂરતો છે. તે વખતે તમે તમારાં જીવનો વ્યભિચારમાં, વિષય વાસનામાં, મદ્યપાનમાં, ભોગવિલાસમાં અને ઘૃણાપાત્ર મૂર્તિપૂજામાં વિતાવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan