Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 44:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેઓ મારા મંદિરના દ્વારપાલ થાય અને મંદિરમાં સેવાનાં પરચુરણ કામ કરે. લોકો દહનબલિ માટે અને અન્ય બલિ માટે જે પશુઓ લાવે તેને તેઓ કાપે અને લોકોની સેવા બજાવવા ફરજ પર ઊભા રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તોપણ તેઓ મંદિરના દરવાજાઓ આગળ દેખરેખ રાખે, ને મારા પવિત્રસ્થાનમાં સેવકો થાય, ને મંદિરમાં સેવાનું કામ કરે. તેઓ લોકોને માટે દહનિયાર્પણ તથા બલિદાન કાપે, ને તેમની સેવા બજાવવાને તેઓ તેમની આગળ ખડા રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તોપણ તેઓ મારા પવિત્રસ્થાનમાં સેવકો થાય, સભાસ્થાનના દરવાજાની આગળ ચોકી કરે અને ઘરમાં સેવા કરે. તેઓ લોકોને માટે દહનીયાર્પણ તથા બલિદાન ચઢાવે; તેઓ તેમની સેવા કરવા તેમની આગળ ઊભા રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તો પણ તેઓ દરવાજાઓની ચોકી કરી શકે અને મંદિરના પરચુરણ કામો કરે. તેઓ દહનાર્પણ માટે લાવવા પ્રાણીઓનો વધ કરી શકે અને લોકોની સહાય કરવા હાજરી આપી શકે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 44:11
13 Iomraidhean Croise  

આ બધાં પશુઓ કાપવા પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખવા સંબંધમાં પૂરતી સંખ્યામાં યજ્ઞકારો ઉપલબ્ધ ન હોઈ, કામ પૂર્ણ થયું ત્યાં સુધી લેવીઓએ તેમને મદદ કરી. દરમ્યાનમાં, બીજા વધારાના યજ્ઞકારોએ પોતાને શુદ્ધ કર્યા. (યજ્ઞકારોની સરખામણીમાં પોતાને શુદ્ધ રાખવામાં લેવીઓ વિશેષ વિશ્વાસુ હતા).


ઘણા લોકો વિધિગત રીતે શુદ્ધ નહિ હોવાથી તેઓ પાસ્ખાયજ્ઞનાં હલવાન કાપી શક્યા નહિ, તેથી લેવીઓએ તેમને માટે તે કાપ્યાં અને પ્રભુને હલવાનોનું સમર્પણ કર્યું


તે માણસે મને કહ્યું કે, આ દક્ષિણ દિશા તરફના મુખવાળો ખંડ તો મંદિરના સેવાકાર્ય કરતા યજ્ઞકારો માટે છે,


હું તેમને મંદિરના સામાન્ય સેવક કરે તેવાં સેવાકાર્યોની સોંપણી કરું છું.”


તે માણસે મને કહ્યું, “આ રસોઈગૃહો છે, જેમાં મંદિરના સેવકોએ લોકો દ્વારા ચડાવાયેલા બલિને રાંધવાના છે.”


એ વાત નાનીસૂની છે કે ઇઝરાયલના ઈશ્વરે તેમની સમીપ જઈને મુલાકાતમંડપમાં તેમની સેવા કરવા અને સમાજ વતી ધાર્મિક વિધિઓ કરવા માટે ઇઝરાયલના સમાજમાંથી તમને અલગ કર્યા છે,


લેવીવંશના તારા જાતભાઈઓ સાક્ષીના મંડપની સેવામાં સહાય કરવા તારી તથા તારા પુત્રોની સાથે જોડાય.


મેં જાતે બધા ઇઝરાયલીઓમાંથી તારા કુળભાઈઓ લેવીઓને પસંદ કર્યા છે. તેઓ મને અર્પિત થયેલા છે. તેથી મેં તેમને મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે તમને ભેટમાં આપ્યા છે.


પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું,


ત્યાર પછી તેઓ મુલાકાતમંડપમાં સેવા કરતા પોતાના સાથીભાઈને મદદ કરી શકે, પણ જાતે કોઈ સેવા કરે નહિ. આ રીતે લેવીઓની સેવા સંબંધી તારે વ્યવસ્થા કરવી.”


Lean sinn:

Sanasan


Sanasan