Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 43:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ઈશ્વરના આત્માએ મને ઊંચકીને અંદરના ચોકમાં પહોંચાડી દીધો. ત્યાં મેં જોયું તો મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી આત્મા મને ઊંચકીને અંદરના ચોકમાં લાવ્યો; અને જુઓ, યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી આત્મા મને ઊંચકીને અંદરના આંગણામાં લઈ ગયો. જુઓ, યહોવાહના મહિમાથી આખું ઘર ભરાઈ ગયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી આત્માએ મને ઉચકયો અને અંદરના ચોકમાં લઇ ગયો, અને જ્યાં મેં જોયું તો મંદિર યહોવાના ગૌરવથી ભરાઇ ગયું હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 43:5
20 Iomraidhean Croise  

હું અહીંથી જઉં અને પ્રભુનો આત્મા તમને કોઈ અજાણે સ્થળે ઉપાડી જાય તો શું? પછી હું જઈને આહાબને કહું કે તમે અહીં છો અને પછી તમે તેને મળો નહિ તો તે મને મારી નાખશે. હું નાનો હતો ત્યારથી હું પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત રહ્યો છું એ યાદ રાખશો.


તેમણે કહ્યું, “અમે અહીં પચાસ બળવાન પુરુષો છીએ. અમે જઈને તમારા ગુરુની શોધ કરીએ. કદાચ પ્રભુના આત્માએ તેમને ઊંચકી જઈને કોઈ પર્વત પર કે કોઈ ખીણમાં મૂકી દીધા હશે.” એલિશાએ જવાબ આપ્યો, “ના, તમારે જવાની જરૂર નથી.”


પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.


ઈશ્વરનું ગૌરવ કરુબો પરથી ઊપડીને મંદિરનાં ઉંબરા પર ગયું; ત્યારે મંદિર વાદળથી ભરાઇ ગયું અને ચોકમાં પ્રભુના ગૌરવનો ઉજ્જવળ પ્રકાશ વ્યાપી ગયો.


પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને પ્રભુના મંદિરના પૂર્વમુખી દરવાજે લઇ આવ્યો. એ દરવાજા પાસે પચીસ માણસો હતા. તેઓમાં મેં લોકોના બે આગેવાનો એટલે આઝઝુરના પુત્ર યાઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા.


પછી સંદર્શનમાં ઈશ્વરનો આત્મા મને ઊંચકીને બેબિલોનમાં દેશનિકાલ થયેલા પાસે લઇ ગયો. પછી ત્યાં એ સંદર્શન મારી પાસેથી લોપ થઇ ગયું.


હું તને કોઈ અજાણી બોલી કે અઘરી ભાષાના લોકો પાસે મોકલતો નથી, પરંતુ ઇઝરાયલીઓ પાસે મોકલું છું.


પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો અને તેમનો આત્મા મને બહાર લઇ ગયો અને મને હાડકાંથી છવાયેલી ખીણમાં મૂક્યો.


અને તે મને દૈવી દર્શનમાં ઇઝરાયલ દેશમાં લઈ ગયા અને મને એક ઊંચા પહાડ પર મૂક્યો. તે પહાડ પર દક્ષિણ તરફ જાણે કોઈ નગર હોય તેમ મકાનોનો સમૂહ દેખાતો હતો.


પછી તે મને ઉત્તરને દરવાજેથી મંદિરની આગળ લાવ્યો. મેં જોયું તો પ્રભુનું મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.


તેણે હાથ જેવું કશુંક લંબાવ્યું અને મારા માથાના વાળ પકડયા. ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વી વચ્ચે ઊંચકી લીધો અને દૈવી સંદર્શનમાં યરુશાલેમ લઈ જઈ મંદિરના અંદરના પટાંગણના ઉત્તર તરફના અંદરના દરવાજાની પાસે લઈ ગયો. ત્યાં ઈશ્વરને કોપાયમાન કરે તેવી મૂર્તિ સ્થાપેલી હતી.


તેઓ પાણીમાંથી બહાર આવ્યા એટલે પ્રભુનો આત્મા ફિલિપને ત્યાંથી લઈ ગયો. અધિકારીએ તેને ફરીથી જોયો નહિ, પણ તે આનંદ કરતો કરતો તેને માર્ગે આગળ વધ્યો.


Lean sinn:

Sanasan


Sanasan