Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 43:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુએ કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને મંદિર દેખાડ અને તેમને તેના નકશાનો અભ્યાસ કરવા દે; જેથી તેઓ તેમના દુરાચાર માટે લજ્જિત થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના વંશજોને મંદિર બનાવ કે તેઓ પોતાના દુરાચારને લીધે લજ્જિત થાય, અને તેઓ તેનો નમૂનો માપે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને આ સભાસ્થાન વિષે બતાવ જેથી તેઓ પોતાના અન્યાયથી શરમાય. તેઓ આ વર્ણન વિષે વિચાર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને આ મંદિર બતાવ જેથી તેઓ એના નકશાનો અભ્યાસ કરે, અને પોતાનાં પાપી કૃત્યો માટે શરમાય,

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 43:10
12 Iomraidhean Croise  

પછી દાવિદે શલોમોનને મંદિરનો, એટલે તેની પરસાળનો, તેનાં મકાનોનો, તેના ભંડારોનો, તેના ઉપલા માળનો, તેની અંદરની ઓરડીઓનો અને દયાસન રાખવાના પરમપવિત્રસ્થાનનો નકશો આપ્યો.


દાવિદ રાજાએ કહ્યું, “પ્રભુએ પોતે આપેલી સૂચનાઓ પ્રમાણે લખવામાં આવેલ લેખમાં એ બધું જણાવેલ છે.”


મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો હતો તે પ્રમાણે જ એ બધું બનાવવામાં આવે તેની કાળજી રાખવી.


ત્યારે તને તારાં આચરણ યાદ આવશે અને જ્યારે તું તારી મોટી અને નાની બહેનને પાછી અપનાવીશ ત્યારે તું શરમાશે. તારી સાથે કરેલા કરારનો ભાગ ન હોવા છતાં હું તારી બહેનોને તારી પુત્રીઓના રૂપમાં તને પાછી મેળવી આપીશ.


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


“હે મનુષ્યપુત્ર, તું તૂરના રાજવીના થનારા હાલહવાલ માટે મોટે સાદે શોકગીત ગા અને તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: એક વખત તું સંપૂર્ણતાની નમૂનેદાર પ્રતિકૃતિ હતો. તું કેવો જ્ઞાની અને સર્વાંગસુંદર હતો!


તેણે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, ધ્યનથી જો અને કાન દઈને સાંભળ. હું તને જે કંઈ બતાવું તે સર્વ પર બરાબર ચિત્ત લગાડ. કારણ, તું જે જુએ તે બધું ઇઝરાયલીઓને કહી બતાવે તે માટે તને અહીં લાવવામાં આવ્યો છે.”


જો તેઓ પોતાનાં કૃત્યો માટે લજવાતા હોય તો તેમને મંદિરનો નકશો સમજાવ. મંદિરનું આયોજન, પ્રવેશમાર્ગો અને બહાર જવાના માર્ગો, એનો આકાર, બધી જાતની વ્યવસ્થા તથા તેના નિયમો અને ધારાધોરણો જણાવ. તેમને માટે તું આ બધી વાતો લખી લે; જેથી તેઓ બધી વ્યવસ્થા જોઈ શકે અને બધા નિયમો પાળી શકે.


ત્યારે પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું જે કંઈ જુએ અને સાંભળે તે પ્રત્યે લક્ષ આપ. હું તને મંદિરના નિયમો અને ધર્મવિધિઓ જણાવું છું. કઈ કઈ વ્યક્તિઓ મંદિરમાં આવજા કરી શકે અને કઈ કઈ વ્યક્તિઓ માટે મંદિરમાં આવજા કરવાની મનાઈ છે તે અંગે તું બરાબર ધ્યાન આપ.


જે બાબતો કરવાની અત્યારે તમને શરમ આવે છે તે કરવાથી, તમને તે વખતે શો લાભ મળ્યો હતો? તે બાબતોનું પરિણામ તો મરણ છે.


વળી, અમે વિચાર્યુ કે કદાચ અમને કે અમારા વંશજોને એવું થાય તો અમે આમ કહી શકીએ: ‘દહનબલિ કે અન્ય બલિદાનો ચડાવવાં નહિ, પણ અમારી અને તમારી વચ્ચે સાક્ષીનું પ્રમાણચિહ્ન થવા અમારા પૂર્વજોએ બાંધેલી આ વેદીની રચના જુઓ!’


Lean sinn:

Sanasan


Sanasan