વળી, મંદિરના ચોકની પૂર્વ તરફની દીવાલમાં પણ બીજો પ્રવેશમાર્ગ હતો. તે દક્ષિણની બહારની દીવાલ અને મંદિરના મકાનની વચ્ચે આવેલી ઓરડીઓના વિસ્તારની મોખરે હતો. એ ઓરડીઓ પણ લંબાઈ અને પહોળાઈ, તથા તેમના ઘાટ અને આયોજનમાં ઉત્તર તરફની ઓરડીઓ જેવી જ હતી. એમનાં બારણાં દક્ષિણ તરફનાં હતાં. તેમની વચ્ચેના રસ્તાનું પ્રવેશદ્વાર પૂર્વ તરફ હતું; અને ઓરડીઓના વિસ્તારમાં ત્યાંથી આવતું હતું.