Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 40:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ત્યાર પછી તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેનાં પગથિયાં ચડયો. તેણે દરવાજાની બારસાખની દીવાલનું માપ લીધું, તો તેની જાડાઈ ત્રણ મીટર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પછી તે પૂર્વ તરફને દરવાજે આવ્યો, ને તેને પગથિયે ચઢ્યો. તેણે દરવાજા આગળની પરસાળ માપી, તે એક માપદંડ જેટલી પહોળી, એટલે એક પરસાળ, એક માપદંડ જેટલી પહોળી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે ઉંબરાનું માપ લીધું તો તે એક માપ પહોળો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે બારસાખનું માપ લીધું તો તે એક દંડ પહોળી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 40:6
24 Iomraidhean Croise  

ત્રિમાળી ઓરડીઓના સૌથી નીચેના માળનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણે હતું અને ત્યાંથી વચલા તેમ જ સૌથી ઉપલે માળે જવા માટે સીડી હતી.


એ સમય સુધી તેમના ગોત્રના સભ્યો પૂર્વમાં આવેલા રાજાના દરવાજાના પ્રવેશદ્વારે ચોકીપહેરા પર રહેતા હતા. અગાઉ તેઓ લેવીઓની છાવણીના સંરક્ષકો હતા.


પ્રત્યેક દિશામાં એકએક દરવાજો હતો: ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ર્વિમમાં. દરેક દરવાજે એક મુખ્ય સંરક્ષક રહેતો.


પછીના ભાગમાં ઇમ્મેરનો પુત્ર સાદોક તેના ઘરની સામેના ભાગમાં મરામત કરતો હતો. “પૂર્વના દરવાજા” દરવાન, શખાન્યાનો પુત્ર શમાયા પછીના ભાગમાં મરામત કરતો હતો.


તમારા આંગણામાં એક દિવસ રહેવું તે મારી પસંદગીના કોઈપણ સ્થળે હજાર દિવસ રહેવા કરતાં શ્રેષ્ઠ છે. ધનિક દુષ્ટોના નિવાસોમાં વસવા કરતાં મારા ઈશ્વરના મંદિરને ઉંબરે ઊભા રહેવું મને વધુ પસંદ છે.


ઠીકરાંના દરવાજે થઈને હિન્‍નોમની ખીણે જા, અને હું તને જે સંદેશ આપું તે ત્યાં પ્રગટ કરજે.


ત્યાર પછી પ્રભુનું તેજોમય ગૌરવ મંદિરના ઉંબરેથી ઊપડીને કરુબો પર થંભ્યું.


પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને પ્રભુના મંદિરના પૂર્વમુખી દરવાજે લઇ આવ્યો. એ દરવાજા પાસે પચીસ માણસો હતા. તેઓમાં મેં લોકોના બે આગેવાનો એટલે આઝઝુરના પુત્ર યાઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા.


ત્યાર પછી તેણે બહારના ચોકમાં પ્રવેશવાના ઉત્તર દિશા તરફના બાહ્ય દરવાજાનું માપ લીધું.


મોટો ખંડ, બારીઓ અને તે પર કોતરેલાં ખજૂરીઓનાં વૃક્ષો પણ પૂર્વમુખી બાહ્ય દરવાજા જેવાં જ હતાં. દરવાજા પર ચડવા માટે સાત પગથિયાં હતાં, અને તેને છેડે મોટો ખંડ ચોકની સામે આવેલો હતો.


ત્યાર પછી તે માણસ મને દક્ષિણ તરફ લઇ ગયો અને ત્યાં અમે બીજો એક દરવાજો જોયો. તેણે તેનું માપ લીધું તો તે બીજા બાહ્ય દરવાજાઓ જેટલું જ થયું.


દક્ષિણને દરવાજે ચડવા માટે પણ સાત પગથિયાં હતાં, અને તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે જ હતો. એના પ્રવેશમાર્ગમાં અંદર પડતી ભીંતો ઉપર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.


મેં જોયું તો એક મંદિર હતું; જેની ચારે તરફ કોટ હતો. પેલા માણસના હાથમાં માપવા માટેનો જે ગજ હતો તે એક હાથ વત્તા એક મૂઠ બરાબર એક હાથ, એવા છ હાથ એટલે કે, ત્રણ મીટર લાંબો હતો. તે જ ગજ વડે તેણે કોટને માપ્યો. કોટ ત્રણ મીટર ઊંચો અને ત્રણ મીટર પહોળો હતો.


દરવાજાના પ્રવેશમાર્ગની બંને બાજુએ દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. દરેક ઓરડી ત્રણ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી હતી. ઓરડીઓ વચ્ચેની દીવાલો અઢી મીટર જાડી હતી. એ ઓરડીઓથી આગળ મંદિર સામે આવેલા મોટા ખંડ તરફના દરવાજાની બારસાખની દીવાલની જાડાઈ ત્રણ મીટર હતી.


પરમપવિત્ર સ્થાન, ચોકના ખંડો, બંધ કરવાના દરવાજાની બારસાખો અને બારીઓ, તથા બારસાખોની સામે ત્રણે બાજુની ઓસરીઓ એ બધાં ભોંયતળિયાથી બારીઓ સુધી લાકડાથી મઢેલાં હતાં; બારીઓ તો બારીક જાળીવાળી હતી.


મંદિરના અંદરના ક્ષેત્રવિસ્તારને માપી રહ્યા પછી તે મને પૂર્વના દરવાજાથી બહાર લઈ ગયો અને પછી તેણે મંદિરની ચારે તરફના બહારના ક્ષેત્રની માપણી શરૂ કરી.


પછી તે મને પૂર્વમુખી દરવાજા પાસે લઇ ગયો.


વચ્ચેનો ભાગ પણ સમચોરસ હતો એટલે કે તે દરેક બાજુએ સાત મીટરનો હતો. એની આજુબાજુની ફરતી કિનારી પચીસ સેન્ટીમીટર ઊંચી હતી. નીક પચાસ સેન્ટીમીટર પહોળી હતી. વેદી પર જવાના પગથિયાં પૂર્વ દિશામાં હતાં.


એ રાજાઓએ મારા ઉંબર સામે તેમના ઉંબર અને મારી બારસાખ સામે તેમના મહેલની બારસાખ ઊભાં કર્યાં હતાં. જેથી મારી અને તેમની વચ્ચે માત્ર એક દીવાલ જ હતી. તેમણે પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો વડે મારા પવિત્ર નામને કલંક લગાડયું હતું અને તેથી મારા રોષમાં મેં તેમનો સંહાર કર્યો હતો.


તે માણસ મને મંદિરની બહારના પૂર્વમુખી દરવાજા પાસે પાછો લઈ ગયો. તે બંધ હતો.


“રાજર્ક્તા પ્રભુને દહનબલિ અથવા સંગતબલિ ચડાવવાની ઇચ્છા રાખે ત્યારે તેને માટે અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો ઉઘાડવો. જેમ તે સાબ્બાથદિને બલિ ચડાવે છે તેમ જ તેણે દહનબલિ તથા સંગતબલિ ચડાવવા. તે દરવાજામાંથી બહાર નીકળે પછી દરવાજો પાછો બંધ કરવો.”


પછી તે મને મંદિરના પ્રવેશદ્વાર પર પાછો લાવ્યો. મંદિરના ઉંબરા નીચેથી પાણી પૂર્વ તરફ વહેતાં હતા; કારણ, મંદિરનું મુખ પૂર્વદિશામાં હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ દિશાએ થઈને વહેતાં હતાં.


પછી તે મને પ્રભુના મંદિરના અંદરના પટાંગણમાં લઈ આવ્યો, ત્યાં પ્રભુના મંદિરના પ્રવેશદ્વાર પાસે, પરસાળ તથા યજ્ઞવેદીની વચ્ચે આશરે પચીસ માણસો હતા. તેમની પીઠ પ્રભુના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વમાં જોઈને સૂર્યની પૂજા કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan